________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
બંધ થઈ ગયું, ઓટોમેટિક અને પછી ઉપર એમનાથી જવાયું નહીં. તે સાધુ-સંતો થોડેક ગયા ને પછી કહેશે, ‘યે હો ગયા, ભગવાનને બના દિયા, યે સબ ભગવાન ચલાતા હૈ.” એટલે વ્યવહાર ચાલુ થઈ ગયો સાધુ મહારાજનો. જાણે ભગવાનના ઘરની વાત બધી સાધુ મહારાજ જાણે કે ઘર ચાલે છે કે નહીં ચાલતું, ભગવાનનું ખર્ચ ચાલે છે કે નથી ચાલતું ? ખર્ચ પૂરો થાય છે કે નહીં ? તે વાત બધી ગૂંચવાડાવાળી જ રહી પછી.
અહીં અક્રમ વિજ્ઞાનમાં આખો સિદ્ધાંત બહાર પડી ગયો છે, આખો સિદ્ધાંત. હોલ (આખો) સિદ્ધાંત વૈજ્ઞાનિક ભાષામાં બહાર પડ્યો, અવિરોધાભાસ. આ તો આખું આ વિભાવ, વિભાવ બધાએ કહ્યું. પણ હું તો બહુ વિચાર કરતો હતો. અલ્યા, વિભાવ કેવી રીતે થાય છે તે ? આમ પાછા આત્માનો વિભાવ કહેશે. અને આમ પાછા કહેશે, શાસ્ત્ર કહે છે કે આત્માના વ્યતિરેક ગુણો છે આ. એ બહુ લઠ્ઠબાજી ઊડેલી.
પ્રશ્નકર્તા : હવે ફોડ પડતા જાય છે, દાદાજી. દાદાશ્રી : ફોડ પડે છે ને ? સમાધાન થવું જોઈએ. પ્રશ્નકર્તા : સમાધાન થઈ જાય છે, દાદાજી.
દાદાશ્રી : હાથીની મહીં બેસીને ભગવાને કર્યું. આને શી રીતે, કોણે બનાવ્યું છે, એ અન્ઉપચારિક છે.
પ્રશ્નકર્તા : એટલે બધું અનૂઉપચારિક જ થાયને !
દાદાશ્રી : તો છૂટકો છે ? આમાંથી નીકળવું હોય તો એ રસ્તો છે. પણ આખું જગત જ એવું સમજે, નાનો છોકરોય ઉપચાર સમજી જાય કે આજે ક્રિકેટ હું રમ્યો, હું જીત્યો.
તથી કર્તા કોઈ જગતમાં ! એવું આત્મા અને આ પુદ્ગલ ભેગા થવાથી જે થયું એને શાસ્ત્રકારોએ ઉપાધિ સ્વરૂપ ઊભું થયું, એમ કહ્યું છે. આપણે એને વિશેષભાવ કહ્યો. આપણે જેમ છે તેમ વાસ્તવિકતારૂપે કહીએ. સમજાય એટલા માટે કહ્યું કે વિશેષજ્ઞાન છે આ. પોતાનું જ્ઞાન તો છે જ, એના ઉપરનું આ વિશેષજ્ઞાન. તેથી આ સંસાર ઊભો થઈ ગયો, તે ચાલ્યો સંસાર. પણ હવે એમાં કંટાળો આવતો હોય તો વિશેષજ્ઞાન છૂટી જાય એવું કરો. એટલે તમારું જ્ઞાન તો છે જ. તમારા જ્ઞાનમાં સિલ્લક ઓછી થઈ નથી, પાવલી જેટલીય.
દરિયા અને સૂર્ય જેવી સ્થિતિથી આ જગત ઊભું થયું છે. કોઇએ કર્યું નથી. નૈમિત્તિક ભાવ છે. એ દરિયોય નિમિત્ત છે અને સૂર્યય નિમિત્ત છે. બધાના સંયોગ સ્વભાવથી ઊભું થયું છે આ. એ દરિયો અને સૂર્ય બે ભેગાં થાય છે એટલે આવું થાય છે પણ નૈમિત્તિક કર્તા, પણ ખરેખર કર્તા આ જગતમાં કોઈ નથી. એ સમજો તો આ જગતનાં બધાં દુ:ખો જશે. નહીં તો દુ:ખ કેમ જાય ? ગાંડી વાત સમજીએ, પછી સુખ થતું હશે ? આપણે માસીને “મા, મા’ કરીએ તો, મા તો ત્યાં રહી ગઈ. તો એમાં શું સ્વાદ આવે ? મજા આવે એમાં ? એવું આ કર્યા કરે છે. માને મા તરીકે ઓળખીએ, માસીને માસી તેમાં મજા આવે કંઈ ! ત્યારે કહે, એ ન્હોય મારી. ઓળખવું ના જોઈએ બધું ? એટલે સાચી વાત સાયન્ટિફિક રીતે બધું રીઝલ્ટ (પરિણામ) જોઈને બોલું છું. આ આમાં શાસ્ત્રની વાત એકલી નહીં, બધું આખું રીઝલ્ટ જોઈને બોલું છું અને ત્રિકાળ ચોખ્ખી વાત છે આ. એટલે ભવિષ્યમાં કોઈ ચેકો ના મારે, એવી વાત છે. આમાં છપાયેલી છે આ બધી વાતો. બધાં પુસ્તકો છપાઈ ગયાં એટલા માટે અને જગતનું કલ્યાણ થવું જોઈએ.
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : સર્વસ્વ અનૂઉપચારિક છે ? દાદાશ્રી : અઉપચારિક છે.
પ્રશ્નકર્તા : અને બધું અન્ઉપચારિક સમજનારો જ સહજ થાયને ?