________________
૯૨
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
૯૩
પ્રશ્નકર્તા : આમ કહો તો કુદરત ને આમ સૂર્યની ગરમીથી કહેવાય.
દાદાશ્રી : સૂર્ય કરે છે, નહીં ? સૂર્ય કર્તા કહેવાય ? એટલે આપણને સમજાય કે આમાં જવાબદાર સૂર્યનારાયણ જ છે. આ સૂર્યનારાયણ આ જ આવું કરે છે. એ જ રિસ્પોન્સિબલ હોવા જોઈએ. એટલે આપણે સૂર્યનારાયણને બ્લેઈમ કરીએ. સૂર્યનારાયણને પૂછીએ, કેમ તું હવે આ અમારા દરિયામાંથી વરાળ ઉત્પન્ન કરું છું. અહીં આગળથી ?' તો એય નીડર રીતે બોલે, ‘હું તો કરતો નથી, મારી પર આક્ષેપ ના આપવો.’ ‘કેમ તે, આ દરિયા ઉપરથી તું જ વરાળ કાઢું છું.’ તો સૂર્ય કહેશે કે, “મારોય ગુણ નથી. નિમિત્ત તરીકે ભલે હું દેખાઉં પણ ગુણ મારો ના હોય.’ ‘તો કોનો ગુણ છે ? ત્યારે તારા સિવાય બીજું કોણ કરે આવું ? માટે તે કેમ વરાળ કરી ?” ત્યારે કહે, ‘જો મારી જોડે આવું બોલશો નહીં. હું કરતો નથી.' ત્યારે કહે, ‘બીજું કોણ કરે છે ? આ દરિયામાં તું નથી હોતો તો વરાળ થતી નથી. તું હોઉં છું કે તરત જ વરાળ થાય છે.” ત્યારે કહે, ‘જો હું વરાળ કરતો હોઉં, તો પ્લોટો (જમીન) ઉપર થાય. પ્લોટો ઉપર કશું થતું નથી. એટલે હું આનો કર્તા નથી. ભઈ, હું કરતો હોઉં તો આ પથ્થર ઉપર ફરું છું ત્યાં તો થતી નથી. હું કરતો હોઉં તો આ રોડ ઉપર વરાળ થાય ને બધે ડુંગર ઉપર વરાળ થવી જોઈએ ને ? એટલે આ વરાળ કંઈ હું કરતો નથી.’
સૂર્ય તો એની દિશામાં ઊગે છે ને આથમે છે, એને કોઈ લેવાદેવા નથી આમાં. માટે એ વરાળ કાઢવાનો ગુણ સૂર્યનોય નથી અને એ દરિયામાંય નથી. વરાળ એ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો છે. એ સૂર્યય નહીં કરતો અને દરિયો નહીં કરતો. પણ આ બે ભેગા થવાથી દરેકનો પોતાનો ગુણધર્મ એ પોતાની મહીં સાબૂત રહે છે ને નવો વ્યતિરેક ગુણ ઉત્પન્ન થઈ જાય છે. એવી રીતે આ ઉત્પન્ન થયું છે બધું. સૂર્ય નિમિત્ત છે, દરિયો નિમિત્ત છે. આત્માને કશું કરવું પડતું
વૈજ્ઞાનિક છે ને ! વરાળ એમ તો કહેવાય નહીં કે સૂર્યનો ગુણ છે, પણ સમુદ્રનો ગુણ છે એવુંય ના કહેવાય ને ?
તે આ દાખલાઓ એક્કેક્ટ મળતા નથી પણ આ તો એક તમને આઈડીયા પહોંચવા માટે કહું છું. એઝેક્ટ નથી મળતા આ. અવિરોધાભાસ નથી મળતા આ. પણ બીજો કોઈ દાખલો આપી શકાય એમ નથી. એવું એમાં વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે.
સૂર્ય અને દરિયો બે ભેગા થયા એટલે વિશેષભાવ ઉત્પન્ન થયો વરાળનો. એ બે છૂટા પડશે એટલે વિશેષભાવ બંધ થઈ જશે. સાદી વાત છે ને !
દરઅસલ તીર્થંકરોના હૃદયમાં, જે ચોવીસ તીર્થંકરોમાં ભેગી હતી તે વાત છે આ. તે એમાં ચોપડામાં હોય કે ના હોય, એટલે ચોપડીમાં લખતાં ના ફાવે આ વાત. લખવા માટે રીત જોઈએ. અને આ હું તૌ દાખલા આપીને સમજાવું છું.
પ્રશ્નકર્તા : એ આપના દૃષ્ટાંત તો બહુ ગજબનાં છે. આ દરિયો વરાળ કાઢે છે તે, એ દૃષ્ટાંત આ સિદ્ધાંત સમજવા માટે બહુ ગજબનું છે.
દાદાશ્રી : ત્યાં અટકે છે લોકો. લોકોના સિદ્ધાંત ત્યાં અટકે છે, કે આ કહે છે કે ભગવાનની ઈચ્છા થઈ કે હું પ્રગટ કરું. વળી કેટલાકે કહ્યું, ‘ના, ના, ઈચ્છા નથી થઈ.” ભગવાન ‘એકોહમ બહુસ્યામ’ થયા છે એમ લોકો માને છે પણ વૈજ્ઞાનિક રીતે તો આ બધું વિશેષ પરિણામ છે.
પ્રશ્નકર્તા : દાદા, એવું નહીં હોય કે આ લોકો બધા ભૂલભૂલામણીમાં પડી જાય એટલા માટે, આ રસ્તો, દરવાજો જ બંધ કરી દીધો કે આથી આગળ ના જશો તમે. ભગવાને બનાવ્યું છે, એટલે હવે બંધ કરી દ્યો આગળ જવાનું.
દાદાશ્રી : જતા હતા જ કોણ છે ? શક્તિ જ નથી. એટલે ત્યાં
નથી.