________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
નિયતિ ઉ૫૨ જ જાય છે આ ? મહીં એ તો માર ખવડાવે, ઊલટું. કારણ કે નિયતિ કહે છે કે, ‘આ બધું મારું સ્વરૂપ છે' એ માર ખવડાવે ઊલટું પાછું ! પણ કોઈ કોઈનું ઉપરી નથી, એવું જગત છે.
૯૦
પ્રશ્નકર્તા : વ્યતિરેક ગુણો જે ઉત્પન્ન થયા એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિન્ડન્સમાં કે એક જુદો જ ભાગ છે ?
દાદાશ્રી : એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સના આધારે
જ આ બધું ઊભું થયું છે. અને પછી વરાળ ઊભી થઈ એટલે વાદળાં ઊભાં થયાં, વાદળાં ઊભાં થયાં એટલે વરસાદ ઊભો થયો, વરસાદ ઊભો થયો એ પાછું વરાળ ઊભી થઈ, આ તોફાન બધું ચાલ્યા જ
કરે છે.
વિભાવ, વિશેષ વિગતે !
હવે એક દાખલો તમને આપું, વ્યતિરેક ગુણ તે કોને કહેવાય. આ વ્યતિરેક ગુણ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે કહું. હવે આ પાણી છે તે વરસાદ થાય છે, ઉપર H,O થાય છે એ ક્યાંથી લાવ્યા ? તો કહે છે કે આ દરિયો છે તે દરિયામાંથી વરાળ થાય છે ને ઉપર જાય છે. તે કોણે કરી એ વરાળ ? આટલો મોટો દરિયો હોય, બધાં લોક જાણે છે કે દરિયો જ વરાળ ઉત્પન્ન કરે છે, નહીં ? સૂક્ષ્મ રીતે જોઈએ આપણે કોઈ દૂરબીન ને એવા બધા સાધનોથી તો દરિયામાંથી ધીમે ધીમે વરાળ નીકળ્યા જ કરતી હોય આખો દહાડોય. કારણ કે દરિયા ઉપર સૂર્ય આવે કે દરિયામાં વરાળ ઉત્પન્ન થવાનું શરૂ થઈ જાય. સૂર્ય જતો રહે તો કશું ના રહે.
જેમ દરિયો અને સૂર્ય બે ભેગા થાય એટલે મહીં વરાળ ઉત્પન્ન થાય, થાય કે ના થાય ? સૂર્ય ભેગો થાય તો વરાળ ઉત્પન્ન થાય ને ? એટલે સાયન્ટિસ્ટો કહે કે પાર વગરની વરાળ થઈ રહી છે આ દરિયાની. એટલે આપણે દરિયાને કહીએ કે તું કેમ વરાળ ઉત્પન્ન કરું છું ? તો દરિયો શું કહે ?
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
પ્રશ્નકર્તા : પોતાની મેળે થઈ એ.
દાદાશ્રી : પોતાની મેળે શી રીતે થાય ? હવે એનો ગુનેગાર કોણ ? આમાં દરિયો ગુનેગાર છે કે સૂર્ય ગુનેગાર છે ? કોના ગુનાથી
આ વરાળ ઉત્પન્ન થઈ ? દરિયાના પાણીથી વરાળ થાય તે ? એટલે આ દરિયાને એક દહાડો આપણે ટૈડકાવીએ કે ‘તું વરાળ કેમ ઊભી કરું છું અહીંયાં આગળ ? ડખલ કરું છું નકામી. હવે વરાળ ઉત્પન્ન ના કરીશ, અહીં આગળ. તારે વરાળ બિલકુલ ક૨વાની નહીં. તારી વાત તું જાણે જો વરાળ કરી છે તો.' આ દરિયામાંથી વરાળ નીકળે,
જેથી કરીને આ બધા વાદળાં બંધાય છે. એટલે આપણે દરિયાને બ્લેઈમ કરીએ કે ‘તું વરાળ કાઢવાની બંધ કરી દે.' ત્યારે દરિયો આપણને શું કહે ? એય મારી જોડે રોફ ના મારીશ. હું કરતો નથી ને નકામા મારા ઉપર આક્ષેપ મૂકું છું. હું તો નિમિત્ત છું. હું કંઈ ઉત્પન્ન કરતો નથી.’ તોય આપણે કહીએ, ‘અરે, નરી વરાળ ઉત્પન્ન થાય છે ને ?”
૯૧
પ્રશ્નકર્તા : તપાસ કરવી જોઈએ, કોનાથી થયું ?
દાદાશ્રી : એટલે આપણે ગૂંચાઈએ કે આ દરિયો કાઢતો નથી, બીજું કોઈ કારણ હોવું જોઈએ. ત્યારે મૂઆ, આ કોણ કરે છે ? હુ ઈઝ રિસ્પોન્સિબલ (કોણ જવાબદાર છે) ?
એટલે આપણને ખબર પડે કે ઓહો ! દરિયાનો ગુણ નથી આ. સૂર્યની જ ભાંજગડ છે આ બધી. એવું સમજી જઈએને આપણે ? એટલે આપણે ગુનેગાર કોને ગણીએ ? સૂર્યને ગણીએ. તે આ દરિયો નથી કરતો માટે સૂર્ય કંઈ ગુનેગાર છે, સૂર્ય હતો તો એ વરાળ કરે છે. દરિયાનો ગુણ નથી આ. એટલે આપણને વહેમ પડે કે આ સૂર્યનું જ કામ છે. પણ સૂર્યનારાયણ અને દરિયો બેઉ ભેગા થાય એટલે વરાળ ઉત્પન્ન થાય, તો એ કોની શક્તિથી થાય છે ?
પ્રશ્નકર્તા : સૂર્યની ગરમી અને પાણીમાંથી ઉત્પન્ન થાય છે
વરાળ એ. એટલે બન્નેની શક્તિથી વરાળ થઈ કહેવાય.
દાદાશ્રી : પણ કોણ કરે છે એમાં ?