________________
૮૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
દાદાશ્રી : વિશેષભાવ સમજાવવા માટે કહીએ છીએ. બાકી, દશા અનાદિ છે.
તથી દોષ કોઈતો આમાં ! પ્રશ્નકર્તા : દાદાજી, આ છ તત્ત્વો છે અને ‘વ્યવસ્થિત’ નામની જે શક્તિ છે, એ છ તત્ત્વોની બહાર છે કે અંદર છે ?
દાદાશ્રી : એ છ તત્ત્વોની અંદર જ, છ તત્ત્વોની બહાર તો કોઈ વસ્તુ જ નથી.
પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત' નામની જે શક્તિ છે એ કયા તત્ત્વોમાં જાય ?
દાદાશ્રી : એ તત્ત્વ નથી. તત્ત્વોની અંદર છે. એ કોઈ તત્ત્વ નથી. અને તત્ત્વ જો કહેવું હોય કોઈને, તો પુદ્ગલ કહેવું પડશે એને. પુદ્ગલ એ તત્ત્વમાં નથી. પરમાણુ એ તત્ત્વમાં છે, આત્મા એ તત્ત્વ છે. પુદ્ગલ એ તત્ત્વોમાં નથી. પુદ્ગલ એ એનું વિભાવિક પરિણામ, વિશેષ પરિણામ છે. પુદ્ગલ માત્ર વિશેષ પરિણામ છે. એ વ્યવસ્થિત વિશેષ પરિણામ છે.
પ્રશ્નકર્તા : એટલે આ વ્યવસ્થિત એ આ છ તત્ત્વોની રમત
ગુણને ભજે. જેમ આ ચકલી અરીસામાં ચાંચો માર માર કરે, તે કાળ પાકે એટલે બંધ થઈ જાય. તેમ અરીસાનો સંસર્ગદોષ લાગવાથી મહીં તમારા જેવા જ બીજા પ્રોફેસર' દેખાય છે ને !
આ સંસારભાવ એ આત્માનો ગુણધર્મ નથી, પુદ્ગલનોય આ ગુણધર્મ નથી. પુદ્ગલનેય આ સંસારભાવનું એને ગમતું નથી. એને આ કામ જ નહીં લાગેને ! આત્માને કામ ના લાગે. પણ બન્નેના ભેગા થવાથી આ વિશેષભાવ ઉત્પન્ન થઈ ગયો. એમાં આત્માનીય દોષ નથી, તેમ પુદ્ગલનોય દોષ નથી. કોઈનો દોષ નથી.
નિયતિનું સ્થાન ! પ્રશ્નકર્તા : પોતે આત્મા હોવા છતાં પેલા જે પાંચ તત્ત્વો છે એ આના ઉપર પ્રભાવ પાડી જાય છે, એટલે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : ના, કોઈ જાતનો પ્રભાવ કોઈ કોઈની ઉપર પાડી શકે એમ છે નહીં. જો ઉપર પ્રભાવ પાડી જાય તો બળવાન કહેવાય, પણ બધા સરખા છે. કોઈ કોઈને કશું હરક્ત કરી શકે એમ છે નહીં. કોઈ કોઈનું નામ દઈ શકે એમ નથી.
પ્રશ્નકર્તા : એ સામીપ્યભાવ પણ નિયતિને આધીન ?
દાદાશ્રી : સામીપ્યભાવ ? તે આને જ નિયતિ કહે છે. આ બધા ભાગને નિયતિ કહેવામાં આવે છે. આ શું કે શેના આધીન ? ત્યારે કહે, ‘નિયતિ'. ‘નિયતિ છે તે પાક્ષિક ધર્મની છે ?” ત્યારે કહે, ના. નિષ્પક્ષપાતી છે.” વીતરાગનો ગુનો ના હોય. પાક્ષિક ધર્મી હોય ત્યારે લાગે કે ભઈ, આ આનો પક્ષ કરે છે, પણ એ વીતરાગ છે. કેવું આ પઝલ છે, નહીં ?
અને આ જગત નિરંતર પરિવર્તનશીલ છે. એક પરમાણુ માત્ર પણ, ટાઈમ-બાઈમ (કાળ-સમય) બધું નિરંતર પરિવર્તન જ થયા કરે. એટલે નિયતિ ઉપર તો મેં બહુ તપાસ કરેલી કે ખરેખર એક્કેક્ટ * નિયતિ માટે વધુ સત્સંગ આપ્તવાણી-૧૧(પૂ.) પા.૨૭૦ થી ૩૩૦
દાદાશ્રી : જેમ 2H ને 0 ભેગા થાય એમાં કોઈ કોઈની રમત છે નહીં, ભેગા થાય એટલે એનો સ્વભાવ જ આવો થઈ જાય. એવું આ તત્ત્વ આમ એકમેકના સંસર્ગમાં આવે એટલે આવું જ રૂપ થઈ જાય. કોઈને કરવાની જરૂર પડે એવું નથી.
પ્રશ્નકર્તા: થયા કરે જ, ઈટ હેપન્સ ? દાદાશ્રી : વિજ્ઞાનથી જગત ઊભું થયેલું છે, આખુંય.
સંસાર જે દોષથી ભરેલો છે તે વસ્તુઓના સંસર્ગદોષથી છે ! એ સંસર્ગદોષથી ‘જ્ઞાની પુરુષ' જુદું પાડી આપે. પછી બન્ને પોતપોતાના