________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
કોઈ કોઈને ડખલ ન કરી શકે એવા ધર્મોવાળાં છે.
પ્રશ્નકર્તા : અહીં બીજો પ્રશ્ન છે કે આ બન્ને તત્ત્વો એક બીજાને હેલ્પ કરી શકે ?
દાદાશ્રી : કશું જ ના કરી શકે. કોઇ કોઇની કશી સગાઇ જ નથી, પછી શી રીતે કરી શકે ?
પ્રશ્નકર્તા: મિશ્રણ તરીકે સાથે રહે છે ને કે એ કેવી રીતે રહે?
દાદાશ્રી : ના, એ હેલ્પ કોઈ કરતું નથી. કોઇ કોઇનું કશું કરતું નથી, નિમિત્ત છે. એના નિમિત્તે આ ઉપાધિ થઇ. ઉપાધિ કરતું નથી કોઇ. નહીં તો ઉપકાર ચઢે અને જો ઉપકાર ચઢે તો પછી ક્યારે વાળવા આવો ઉપકારને ? સંયોગ સંબંધ છે. અને સંયોગો પાછા વિયોગી સ્વભાવના છે.
અક્રમ જ્ઞાત એ છે ચેતતતું ! પ્રશ્નકર્તા : વ્યતિરેક ગુણો જે કર્મના ઉદયમાં આવ્યા, એ બન્ને જ્યારે છૂટા પડે, ત્યારે પુદ્ગલના પરમાણુઓ પુદ્ગલમાં ભળી જાય ? પુદ્ગલ પરમાણુઓનું શું થાય ? જ્યારે પુદ્ગલથી છૂટા હોય ત્યારે ?
દાદાશ્રી : પછી પુદ્ગલ પુદ્ગલમાં રહે. પુદ્ગલ એ “વ્યવસ્થિત’ કહી દઈએ પછી અને ચેતન ચેતનમાં, બન્ને નિજ નિજ સ્વભાવમાં.
પ્રશ્નકર્તા: તો આ દાદાનું જ્ઞાન છે તે કયો ગુણ કહેવાય ? વ્યતિરેક ગુણ કહેવાય ?
દાદાશ્રી : જે બે ચીજ ભેગી થવાથી વ્યતિરેક ગુણ થયા હતા, તે ‘આ’ જ્ઞાન મળે છે એટલે બેઉ છૂટા પાડી આપે એટલે ઊડી જાય. અહંકાર ને મમતા બેઉ જતાં રહે.
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
દાદાશ્રી : જ્ઞાન કોઈનામાં ના આવે. જ્ઞાન તો હતું તેનું તે જ કરી નાખે.
પ્રશ્નકર્તા : આપ આપો છો તે જ્ઞાન જડનું છે કે ચેતનનું છે? ક્યાંથી આવ્યું જ્ઞાન ?
દાદાશ્રી : કમ્પ્લિટ ચેતનનું.
પ્રશ્નકર્તા : પણ વ્યતિરેક તરીકે ને ? ચેતનનું જ્ઞાન પણ વ્યતિરેક ગુણ સાથે છે આ ?
દાદાશ્રી : ન હોય. આ વ્યતિરેક ન હોય. આ તો આત્માનો ગુણ !!! દાદાનું આપેલું જ્ઞાન એ તો આત્માના ગુણ કહેવાય. પેસતાંની સાથે તરત ઊડી જાય બધું આ.
વિભાવ અતાદિતા છે ! પ્રશ્નકર્તા : એ વિશેષભાવમાં તત્ત્વ આવે ખરાં ?
દાદાશ્રી : હા, તત્ત્વ છે ને તત્ત્વ પણ નિરાળાં છે. એનાથી જુદાં રહે છે.
પ્રશ્નકર્તા : એટલે એ જ્યારે આત્મા ને જડનો વિશેષભાવ થાય છે, તો આ બાકીનાં તત્ત્વો બધાં ભેગાં રહે છે ?
દાદાશ્રી : મૂળ વિશેષભાવ થઇ ગયેલો છે તે જ, ત્યાંથી જ ચાલ્યા કરે છે.
પ્રશ્નકર્તા : ત્યારથી બીજાં તત્ત્વો પણ એ સાથે જ છે ?
દાદાશ્રી : બધાં સાથે ને સાથે જ છે. એમાં ફેરફાર થયો જ નથી. પછી ઘટમાળ ચાલ્યા જ કરે છે.
પ્રશ્નકર્તા : અને પુદ્ગલમાં વિશેષભાવ શરૂ થયો એ કોઇ સમય તો હશે ને ? એનો સમય હોય તો તે મેળવી શકાય નહીં, લાખો, કરોડો, અબજો... વર્ષો ?
પ્રશ્નકર્તા : પણ આ જ્ઞાન વ્યતિરેક ગુણમાં આવે કે ચેતનમાં આવે ? શેમાં આવે ?