________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧) (ઉત્તરાર્ધ)
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
પ્રશ્નકર્તા : હા, તે ઉત્પન્ન થાય કે તરત જ.
દાદાશ્રી : અને પછી પેલાં બીજાં તત્ત્વો એ ભેગાં થાય. પણ વિભાવ થવામાં મદદ ના કરે એ લોકો. એ તો છે પણ ઉદાસીન ભાવે છે. આ બે તત્ત્વો તો, બન્ને વિકૃત થાય છે. બન્નેની પ્રકૃતિ ઊભી થાય છે. આ પુદ્ગલ છે કે જેને આપણે પાવરવાનું કહીએ છીએ, મિશ્રચેતન કહીએ છીએ એ બધું વિકૃત પુદ્ગલ છે અને આ વ્યવહાર આત્મા એ વિકૃત આત્મા છે. આ બધું ભેગું થઈને થયું છે આ. ખરેખર આત્મા તો એવો છે નહીં, ખરેખર પુદ્ગલ પણ તેવું નથી. આ વિકૃતિ ઊભી થઈ છે..
નથી. ભૌતિકમાં જસત, જસતના ગુણધર્મમાં હોય. લોખંડ, લોખંડના ગુણધર્મમાં હોય. પણ બે સાથે મૂકવાથી ત્રીજો એક નવો ગુણધર્મ ઉત્પન્ન થઈ જાય.
પહેલો વરસાદ પડે છેને જમીન ઉપર, ત્યારે જમીનની ફોરમ આવે છે. કારણ કે બે વસ્તુ ભેગી થઈ એટલે તૃતીયમ્ ઊભું થયું, વિશેષ પરિણામ. એવું આ વિશેષ પરિણામ છે.
પછી કર્મ બંધારણમાં છ તત્ત્વો ! પ્રશ્નકર્તા : જડ અને ચેતનના સાંનિધ્યથી આ વિશેષભાવ ઊભો થાય છે. એમ આપણે કહીએ છીએ ને ! તો ખરી રીતે એમ ના કહેવાય કે છએ તત્ત્વોના સાંનિધ્યથી વિશેષભાવ ઊભો થાય છે?
દાદાશ્રી : ના, એવું નહીં. બેથી જ આ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, પણ બીજા ચાર તત્ત્વો હેલ્પ કરે છે તેને..
પ્રશ્નકર્તા : હા, પણ જ્યારે વિશેષભાવ ઊભો થાય ત્યારે બીજા તત્ત્વોની જરૂરત હોય ?
દાદાશ્રી : વિભાવ આ બેથી શરૂઆત થાય છે અને છથી છે તે એ કર્મ થતાં થતાં છયે તત્ત્વો ભેગાં થઈ જાય છે. એવું છેને, પછી એ કર્મ થયું એટલે એની જરૂરિયાતનું એ બધું ભેગું થઈ જાય છે,
જગતમાં કોઈ કરનારની જરૂર નથી. આ જગતમાં જે વસ્તુઓ છે તે નિરંતર પરિવર્તનશીલ છે. તેના આધારે બધા ભાવો બદલાયા જ કરે ને નવી જ જાતનું દેખાયા કરે બધું. છ મૂળ વસ્તુઓમાં જડ અને ચેતન બે સામીપ્યમાં આવે ત્યારે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે. બીજાં ચાર તત્ત્વો ગમે ત્યાં ગમે તેવી રીતે સામીપ્યમાં આવે તોય કશી જ અસર થતી નથી.
એ ચારેય ઉદાસ (ઉદાસીન) ભાવે છે. જેને જે કરવું હોય, ચોરી કરવી હોય તેને ઉદાસ ભાવે હેલ્પ કરે છે અને જેને દાન આપવું હોય તેનેય હેલ્પ કરે. એટલે એને પોતાને કરવું નથી. હેલ્પીંગ છે એ ચારેય, પણ આ બે જ મુખ્ય છે, જડ અને ચેતન.
તથી કોઈ કોઈનું વિરુદ્ધ ! પ્રશ્નકર્તા : બંને તત્ત્વ વિરુદ્ધધર્મી છે, તેમ છતાં ભેગાં કઈ રીતે થઈ શકે ?
દાદાશ્રી : વિરુદ્ધધર્મ નથી, પોત પોતાના ધર્મ જુદા છે. વિરુદ્ધધર્મ કોઈ નથી. સામાસામી કોઈ વિરોધ નથી. જોડે રહી શકે, બધું કરી શકે પણ પોતાના ધર્મો જુદા છે. દરેકના સ્વતંત્ર ધર્મો છે. કોઈ કોઈને કશું હરકત ન કરી શકે એવા છે ધર્મો. કોઈ કોઈને હેલ્પ ન કરી શકે,
પછી.
પ્રશ્નકર્તા : પણ એમાં વિશેષભાવ ઉત્પન્ન થવામાં તો બે જ? દાદાશ્રી : બેની જ જરૂરિયાત. બે જ હોય તો બહુ થઈ જાય. પ્રશ્નકર્તા : એમાં છની જરૂરિયાત નહીં ?
દાદાશ્રી : બીજા બધાની જરૂરિયાત નહીં, બીજા બધા ભેગા થઈ જાય. આ રૂપી અને અરૂપી, આ ચેતન અરૂપી અને આ જડ રૂપી, તે આ બેનાં સંજોગથી આ ઉત્પન્ન થાય.