________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : અનાદિ અનંત એટલે એની આદિય નથી અને અંતેય નથી, ઈટર્નલ ?
૮૨
દાદાશ્રી : હા, ઈટર્નલ. એ બધું સ્વભાવે કરીને, સ્વભાવિક વસ્તુઓ બધી ઈંટર્નલ હોય અને વિભાવે કરીને વિભાવિક વસ્તુઓ બધી ટેમ્પરરી હોય.
જગતનું કારણ, છ દ્રવ્ય છે તો જગત ઊભું થયું છે, નહીંતર ના થાત. અને છ દ્રવ્યમાંય જો પુદ્ગલ ના હોત તો ઊભું જ ના થાત. જગતમાં પાંચ ઇન્દ્રિયથી અનુભવાય છે તે બધું પુદ્ગલ પ્રભાવ છે, નહીં તો ચેતનને કશું બગાડ થવાનો નહોતો.
પ્રશ્નકર્તા : પુદ્ગલે બધું કર્યું આ ?
દાદાશ્રી : આ પુદ્ગલના રૂપી ભાવને લઈને વિશેષભાવ ઉત્પન્ન
થઈ ગયો.
પુદ્ગલ પોતે જ વિશેષ પરિણામ !
પ્રશ્નકર્તા : હવે જો આત્મા નિર્લેપ હોય, આત્મા અસંગ હોય તો એને જડ વસ્તુનો ગુણ લાગે ખરો ?
દાદાશ્રી : હા, છે જ ને અસંગ. તમારો આત્મા છે તે નિર્લેપ જ છે. બધાનો આત્મા, જીવમાત્રનો આત્મા નિર્લેપ જ છે. અને આ થયું છે તે વૈજ્ઞાનિક અસર છે આ.
પ્રશ્નકર્તા : આ પુદ્ગલમાંથી આત્મા છૂટો પડી જાય તો આ
ક્રોધ-માન-માયા-લોભ છે તો બીજા પાંચ તત્ત્વોમાંથી કયા તત્ત્વમાં ભળી જાય છે ?
દાદાશ્રી : કોઈ તત્ત્વમાં ભળતાં નથી. એને જ ભગવાને પુદ્ગલ કહ્યું છે.
પ્રશ્નકર્તા : એને જ વિશેષ પરિણામ કહેવામાં આવે ?
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
દાદાશ્રી : હા, વિશેષ પરિણામ. પણ એ પુદ્ગલનાં ગણાય છે, આત્માનાં નથી ગણાતાં. આ પુદ્ગલ એ તો તત્ત્વ જ નથી, પરમાણુ એ તત્ત્વ છે.
૮૩
પ્રશ્નકર્તા ઃ તો પુદ્ગલ વિશેષ પરિણામ થયું ?
દાદાશ્રી : પુદ્ગલ તો વિશેષ પરિણામ થયેલું છે. પરમાણુમાંથી પુદ્ગલ પૂરાયું, પૂરણ થયું. એ ગલન થશે પાછું. ગલન થયું, પૂરણ થશે. પૂરણ થયું, ગલન થશે. એ આત્માનાં વિશેષ પરિણામને લઈને આ વિશેષ પરિણામ ભાસે છે. આપણે અરીસામાં જેટલું એ કરીએ, એટલું પેલું સામું પરિણામ કરે ને ! એવું આ વિશેષ પરિણામ બધાં ઊભાં થાય છે.
જ્ઞાતી નજરે જોઈને કહે...
પ્રશ્નકર્તા : ભાવ તો આત્માને હોય નહીંને ?
દાદાશ્રી : હોય નહીં છતાંય પણ એને ગણાય છે ને ! ઉપાધિ
ભાવને લઈને ગણાય છે તો ખરું ને ! એ ઊભું થાય છે. ક્રોધ-માન
માયા-લોભ હોતાં નથી પણ ઊભાં થાય છે. ઉપાધિ ભાવ એ વ્યતિરેક ગુણ છે.
પ્રશ્નકર્તા : એટલે કે આત્માને વળગેલાં છે એ. એને સંબોધીને અથવા એના કનેક્શનમાં આ વાત થાય છે ને ?
દાદાશ્રી : વિશેષ ગુણ છે એ.
બે ભેગાં થયાં તીસરો ગુણ ઉત્પન્ન થયો. આ મેં નજરે જોયું કે આ વિશેષભાવથી ઉત્પન્ન થયું છે અને આજના સાયન્ટિસ્ટોને એ સમજાય કે તમારી કરેક્ટ વાત છે.
પ્રશ્નકર્તા : તે આજના સાયન્ટિસ્ટો એટલા હોશિયાર થઈ ગયા ?
દાદાશ્રી : હોશિયાર એટલે એ છે તે આ પદ્ધતિમાં કહે છે, પૌદ્ગલિકમાં, ભૌતિકમાં કહે છે. આ (અધ્યાત્મિક) પદ્ધતિ જાણતા