________________
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
૮૧
[૭] છ તત્ત્વોતા સમસરણથી વિભાવ !
સમસરણ માર્ગમાં... આ જગતમાં સિક્સ ઈટર્નલ એલીમેન્ટ્સ છે. એ છ તત્ત્વો પાછા સમસરણવાળા છે. સમસરણ એટલે નિરંતર પરિવર્તન કરનારા છે. પરિવર્તન થાય એટલે એ તત્ત્વો છે તે એકમેકની નજીક આવવાથી, બધી અવસ્થાઓ ઊભી થાય છે અને જોડે આવવાથી (ભેગા થવાથી). વિશેષભાવ ઉત્પન્ન થાય છે. આમથી આમ બદલાયા જ કરે. એના આધારે બધા વિશેષભાવો બદલાયા કરે અને એના હિસાબે બધું નવી જ જાતનું દેખાયા કરે. આ જગતનાં ‘મૂળ તત્ત્વો’ છે તે “સ્વભાવિક’ છે. તે ‘રિલેટિવ'માં આવે છે ત્યારે ‘વિભાવિક' થાય છે. એક તત્ત્વ બીજા તત્ત્વમાં ભળતું નથી, બધાં જુદાં જ રહે છે.
વિધર્મી બન્યા બે જ !
વિધર્મી નથી એ. આમાં રહેવા છતાં સ્વધર્મમાં રહી શકે છે અને એક પુદ્ગલ અને આત્મા બે વિધર્મી થાય છે, બીજાં ચાર તો વિધર્મી (વિકૃત) થતાં જ નથી.
પ્રશ્નકર્તા : તો આત્મા વિધર્મી શી રીતે ?
દાદાશ્રી : આત્મા વિધર્મી એટલે એને બ્રાંતિ ઉત્પન્ન થઇ કે ‘આ હું કરું છું.” અને પુદ્ગલ પરમાણુ વિધર્મી (પ્રયોગસા પરમાણુઓ) એટલે પુદ્ગલ પરમાણમાં લોહી ના નીકળે, પરુ ના થાય. પણ પુદ્ગલ પરમાણુના રંગ બદલાય. લાલ-પીળો-લીલો બધા એના ગુણધર્મ છે. પણ એમાં ગુણધર્મની બહાર જે છે, એ (પુદ્ગલ પરમાણુના) વિભાવિક ગુણો (મિશ્રણા પરમાણુઓ) છે. જેમ કે પરુ થાય ને પાકે ને આમતેમ ને બધું આ ઉત્પન્ન થાય છે. (વિધર્મી ને વિભાવિક પુદ્ગલ જુદું જ છે.)
છ દ્રવ્યો, તથી કમ્પાઉન્ડ સ્વરૂપે ! પ્રશ્નકર્તા : એક તત્ત્વ બીજાં તત્ત્વોને કશું કરી શકતું નથી, તો જે એ બે તત્ત્વો કમ્પાઉન્ડ સ્વરૂપે થાય તો બેઉના ઓરિજીનલ ગુણધર્મો રહે છે ?
દાદાશ્રી : ઓરિજીનલ ગુણધર્મો રહે ત્યારે જ બીજાં કોઈને કશું કરી શકતાં નથી ને ! અને તે કમ્પાઉન્ડ સ્વરૂપે થતું નથી, મિલ્ચરરૂપે થાય છે. પોતપોતાના ગુણધર્મ બદલાતા નથી કોઈના. ભેગા થાય, અથડાયા કરે, મિલ્ચર થઈ જાય પણ કમ્પાઉન્ડ થતાં નથી. કમ્પાઉન્ડ થાય તો તમારું મેં ઉછીનું લીધું અને મારું તમે ઉછીનું લીધું એવું થઈ જાય. કોઈ કોઈનું લેવાય નહીં ને દેવાય નહીં. કશું જ ભાંજગડ નહીં. ફકત ભેગા થાય ને છૂટા પડે. જો કોઈ કમ્પાઉન્ડ થતું હોય તો ગુણધર્મ બદલાઈ જાય. બીજા કશામાં તો કમ્પાઉન્ડ થવાનું હોય જ નહીં, વિભાવિક યુગલ એકલામાં પોતાનાં અંદર અંદર) કમ્પાઉન્ડ થાય છે. તમને કંઈક પણ અસર કરતું હોય તો ભગવાન જડે જ નહીં ને પછી. (પુદ્ગલ એ તત્ત્વ નથી)
પ્રશ્નકર્તા : જડ અને ચેતનનો જે સંયોગ થયો અને જે વિશેષભાવ ઉત્પન્ન થયો, તો એ સંયોગ થતાં પહેલાં જડ અને ચેતન બે જુદાં હતાં ?
દાદાશ્રી : પહેલેથી જ આ ભેગાં હતાં. પહેલાં જુદાં હતાં, એવું નહીં. પહેલેથી આમ જ છે. જડ-ચેતનનો સંયોગ જ છે. આ બધા છ એ તત્ત્વો સાથે જ છે. આમાંથી આ જુદા પાડો, તો સહુ સહુના ગુણધર્મમાં આવશે, નહીં તો ગુણધર્મમાં નહીં આવે. એ છયે ભેગાં છે. અને છમાં વિધર્મ પેઠો છે (વિશેષ ધર્મ બતાડે છે), પણ આમાં ચાર