________________
(૧.૬) વિશેષ ભાવ - વિશેષ જ્ઞાન - અજ્ઞાન !
૭૯
આત્મા લોખંડ હોયને તો આ અહંકાર એ કાટ. પણ હવે અહંકાર જે કહે છે કે “મેં ભોગવ્યું', તે બળ્યું, એણે ભોગવ્યું જ નથી. આ તો ઇન્દ્રિયોએ ભોગવ્યું છે. અને પોતે અહંકાર કરે છે ‘મેં ભોગવ્યું છે.' તેથી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોમાં વર્તે છે, શા માટે તું અહંકાર કરે છે ? સ્વભાવથી વર્તે છે પાછી. આ નહીં સમજવાનો માર ખા ખા કરે છે વગર કામનો. નથી કૃષ્ણ ભગવાનને સમજતા, નથી મહાવીર ભગવાનને સમજતા. એ વાત ખરી કહે છે ને ! એટલે વાત સમજવાની જરૂર છે.
કાટ ઉત્પન્ન થયા પછી લોખંડ લોખંડનું કરે છે ને કાટ કાટનું. લોખંડ કાટમાં હાથ ઘાલતું નથી, એ કાટ લોખંડમાં હાથ ઘાલતો નથી. એવું આમાં, આમાં શું કાટ ચઢે છે ? ત્યારે કહે, ‘અહંકાર (મૂળ અહં) અને મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર, અંત:કરણરૂપી કાટ ચઢી જાય છે. તે એ એનું કાર્ય કર્યા કરે છે. આત્મા આત્માનું કાર્ય કર્યા કરે છે.
જ્યાં સુધી આ (અંતઃકરણનું) કાર્ય હોય ત્યાં સુધી આત્મા આયડલ (ઉદાસીનપણે) પ્રકાશ જ આપ્યા કરે. અંતઃકરણના કામ બધાં પૂરાં થાય ત્યારે આત્માનું કામ શરૂ થાય. અગર તો અંત:કરણ ચાલુ હોય અને જ્ઞાની મળ્યા હોય અને તે કહે, ‘અલ્યા, તું આ હોય, તું આને જો.’ તો જોવાનું ચાલુ થઈ જાય. એ જુદો પડી ગયો. આ તમે ‘ચંદુલાલ શું કરી રહ્યા છે', એને જોયા કરો તો એ જ્ઞાન, કેવળજ્ઞાનમાં પહોંચે.