________________
(૧.૬) વિશેષ ભાવ - વિશેષ જ્ઞાન - અજ્ઞાન !
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
ઉત્પન્ન થઇ છે. આ આત્મા તો તેની તે જ દશામાં છે. આત્મા તમારામાં જે છે ને, એ તો મુક્ત દશામાં જ છે. એને કશું અજ્ઞાનતા થઇ નથી. આ વિશેષ ગુણ ઉત્પન્ન થયો છે. છતાં આત્મામાં કંઈ ફેરફાર થયો નથી.
પ્રશ્નકર્તા : આ જે તમે દાખલો આપ્યો છે એ આત્માની જોડે કેવી રીતે બંધ બેસે છે ?
દાદાશ્રી : આ આત્માની જોડે છે આ જડ તત્ત્વ એ બે ભેગા થયાં છે, તે આ અહંકાર ઊભો થઈ ગયો છે.
પ્રશ્નકર્તા : એને જ કાટ કહેવાય ?
દાદાશ્રી : હા, પેલું જેમ કાટ ઊભો થયો છે, એવો આ અહંકાર ઊભો થયો છે. એ અમે અહંકાર કાઢી આપીએ એટલે પાછો રાગે થઈ જાય. અમે દવા ચોપડીને (આત્મજ્ઞાન આપીને) અહંકાર કાઢી આપીએ તે થઈ ગયું, કમ્પ્લિટ થઈ ગયું પછી ચિંતા-વરીઝ કશું ના થાય.
પ્રશ્નકર્તા : આ દૃષ્ટાંતમાં લોખંડને આત્માનું પ્રતિક ગણો છો
આ તો તમારો આ ભરેલો (ડિસ્ચાર્જ) અહંકાર બોલે છે, એને તમે સાચો અહંકાર માનો છો.
વિશેષભાવમાં અહંકાર ઊભો થયો, પછી એમાંથી પ્રકૃતિ ઊભી થાય છે. લોખંડ લોખંડના ભાવમાં છે, પ્રકૃતિ પ્રકૃતિના ભાવમાં છે. આ બે છૂટાં પાડો તો લોખંડ લોખંડની જગ્યાએ છે, પ્રકૃતિ પ્રકૃતિમાં છે. જ્યાં સુધી એકાકાર છે ત્યાં સુધી કાટ વધ્યા જ કરવાનો, દિવસે દિવસે.
આ મૂળ પુરુષને કશું જ થતું નથી. ‘પોતે' (હું) પોતાનો સ્વભાવ ભૂલ્યો, પોતાનું ભાન ભૂલ્યો છે. એ જ્યાં સુધી પોતાની જાગૃતિમાં ના આવે ત્યાં સુધી ‘એ' પ્રકૃતિભાવમાં રહ્યા કરે. પ્રકૃતિ એટલે પોતાના સ્વભાવની અજાગૃતિ અને ભ્રાંતિની જાગૃતિ, એ પ્રકૃતિ કહેવાય.
ભોગવવાની માત્ર માન્યતા ! પ્રશ્નકર્તા : દાદા, લોખંડ એ તો સ્થૂળ વસ્તુ છે, એનામાં કોઈ શક્તિ નથી, જ્યારે આત્મા તો સર્વ શક્તિશાળી છે, એને કેવી રીતે કાટ લાગી શકે ?
દાદાશ્રી : એ સર્વ શક્તિમાન સ્વભાવમાં નથી આવ્યો. બીજા સંયોગોનાં દબાણમાં છે ને ! તેથી કરીને પોતાનો ગુણધર્મ ખોયો નથી. વિશેષ ગુણધર્મ ઉત્પન્ન થયો છે અને તેમાંથી ઈગોઈઝમ નામનું ઊભું થયું. દુઃખ ભોગવે છે કોણ ? ઈગોઈઝમ ભોગવે છે. સુખ કોણ ભોગવે છે ? ઈગોઈઝમ ભોગવે છે. આમાં આત્મા કશું હાથ જ નથી ઘાલતો. બધું આ ઈગોઈઝમ ભોગવે છે. ઈગોઈઝમ બુદ્ધિની સલાહથી ચાલે છે.
હવે ખરી રીતે અહંકાર સુખેય ભોગવતો નથી ને દુ:ખેય ભોગવતો નથી, એ તો અહંકાર જ કર્યા કરે છે.
પ્રશ્નકર્તા : જેમ લોખંડમાં કાટ ચઢી ગયો તે રીતે... દાદાશ્રી : કાટ ચઢ્યો તે તો આત્માનો. આત્માને જોડે લાગેવળગે.
ને
?
દાદાશ્રી : હા, એટલે આ જે ઉપર બાઝયું છે, એ વિશેષભાવ ઉત્પન્ન થયો છે.
પ્રશ્નકર્તા : જે વિશેષભાવ આખો સંસાર છે, તો અનુસંધાન તો એટલું હોવું જોઈએ કે આ હું પોતે તે નથી. વિશેષભાવ મારું સ્વરૂપ નથી, મારું શુદ્ધ સ્વરૂપ પેલું છે.
દાદાશ્રી : એને કશું અડ્યું જ નથી. આપણે આ આત્મજ્ઞાન આપીએ છીએ એટલે ચોખ્ખો થઈ જાય છે. પછી કાટ એય મારું સ્વરૂપ નથી ને આ સંજોગો મારું સ્વરૂપ નહીં. અહંકાર ભાંજગડ કરતો બંધ થઈ ગયો ને ! અહંકારથી જગત ઊભું થયું છે અને આત્મજ્ઞાન પછી અહંકાર બંધ થઈ જાય, એ અહંકાર જતો રહે છે.