________________
(૧૬) વિશેષ ભાવ - વિશેષ જ્ઞાન - અજ્ઞાન !
૭૫
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
પ્રશ્નકર્તા : જે એને મૂકી આવ્યો તેણે. દાદાશ્રી : એણે કર્યું આ ? પ્રશ્નકર્તા : લોખંડ ના મૂકયું હોય તો ના થાત.
દાદાશ્રી : જગતના લોકો એને પકડે છે. ‘તે મૂઆ આ અહીં નાખ્યું શું કરવા ? તેથી કટાઈ ગયું.” એવું નથી. આ જગતના લોકોને ભ્રાંતિવાળાને એક્ઝક્ટ ખોળી કાઢવું હોય, કે કોણ ગુનેગાર છે, તો?
પ્રશ્નકર્તા : જે માણસ મૂકી આવ્યો તે ગુનેગાર નથી ?
દાદાશ્રી : એ તો આપણા જ લોકો. આંખે દેખેલું હોય એ આંખે દેખ્યો પુરાવો છે, દાર્શનિક પુરાવો છે એ. દાર્શનિક પુરાવો ના ચાલે. સાયન્ટિફિક એવિડન્સ ખરેખરો, એક્કેક્ટ જોઈએ. દાર્શનિક પુરાવો સંસારના લોકોને જોઈએ કે કોર્ટમાં જોઈએ, અહીં તો એક્ઝક્ટનેસ જોઈએ. તમે તો નોકરને કાઢી મેલો ઝટ. એ કંઈ ચાલે નહીં. સાયન્ટિફિક, વૈજ્ઞાનિક રીતે તપાસ કરવી જોઈએ બરોબર કે ભઈ, કોણે કર્યું આ ? કોણે કાટ ચડાવ્યો ? હુ ઈઝ રિસ્પોન્સિબલ ? બોલો ! હું તો એવું જાણતો પણ નથી, કે દરિયા કિનારે નાખીએ તો કાટ ચઢે જ.
એટલે પછી આપણે પેલા ચોકીદારને ટૈડકાવીએ કે, ‘અલ્યા, આ શું કર્યું લોખંડનું બધું ? આ લોખંડ કેવું ચોખ્યું હતું, આ હાથ કશા બગડે નહીં ને આ શું થયું ? ઉપર શું ચોટાડ્યું છે તે ?” ત્યારે ચોકીદાર કહેશે, “શું કરું સાહેબ, મેં કશું નથી કર્યું. તમે મને શું કરવા વઢો છો પણ ? એ તો અહીં નાખ્યું એટલે એને કાટ ચઢે જ.” “અરે, પણ કાટ કોણે ચઢાવ્યો ?” પછી તપાસ કરીએ કે આ કોનો ગુનો છે ? ત્યારે લોકો આપણને આજુબાજુવાળા કહેશે કે આ દરિયા કાંઠે નાખ્યું તેથી.
એટલે આપણે ખારી હવાને કહીએ કે “અમારા લોખંડને તેં શું કામ બગાડ્યું ? અમે તારું શું નુકસાન કર્યું છે ?” ત્યારે ખારી હવા
કહે, “હું ક્યાં બગાડું છું? મને શું કરવા વગર કામના આક્ષેપો આપ્યા જ કરો છો ? મારામાં બગાડવાના ગુણ જ નથી. હું તો મારા સ્વભાવમાં રહું છું, મારે શું લેવાદેવા ? જો મારામાં બગાડવાના ગુણ હોત, તો હું કાયમ વહ્યા કરું છું પણ બધા લાકડાં-બાકડાંને કશું થતું નથી. એ તો લોખંડ એવું હશે તેથી થાય, તેમાં અમારો શો દોષ ?” એણેય દરિયાની પેઠ જવાબ આપ્યો કે ‘તમારું આ લોખંડ એકલું જ આવું બૂમો પાડે છે, બીજું કોઈ બૂમ પાડતું નથી. એ તમારું લોખંડ જ એવું હોય, તો હું શું કરું? આ બીજા કોઈને અસર થતી નથી. તમારા લોખંડના આધારે અસર થાય છે. એ તે અમારો દોષ નથી. તમારા લોખંડનો દોષ હશે. તમે ખોટા અમારી પર શું કરવા ચોંટી પડો છો !' તો પછી એ ગુનેગાર ઠરતી નથી, ખારી હવા. ત્યારે આપણે પછી કહીએ કે બહારનો કોઈ ગુનેગાર લાગતો નથી.
એટલે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ. આ કાટ કંઈ લોખંડે કર્યો નથી. બાકી, લોખંડને કટાવાનો સ્વભાવ નથી. જો કટાવાનો સ્વભાવ હોય તો આરસીસીની અંદર લોખંડ પડેલું હશે, તે સો વરસે કાઢો તો એવા ને એવા સળિયા હોય. એનો સ્વભાવ નથી એવો. આ બીજાં તત્ત્વો એને ભેગાં મળી આવે તો ? આરસીસીમાં છે ને, એને તોડીને ? અમે તોડેલા. પચાસ વરસ પહેલાં નાખેલા સળિયા તોડેલા. એક્ટ આમ આજ વેચાતા લેવા જાઓ એવા, હં. તમને સમજાયું આ ઉપરથી, હું શું કહેવા માગું છું તે ? કોઈ ગુનેગાર લાગે છે ?
પ્રશ્નકર્તા : કોઈ ગુનેગાર આમ દેખાતો નથી.
દાદાશ્રી : છતાંય લોખંડને કાટ દેખાય છે. એ રીતે જગત ઊભું થયું છે.
કાટ એ જ અહંકાર ! આ આત્મા એ તો પરમાત્મા છે. જેમ લોખંડમાં કાટ થયો, કોઇએ કર્યો નથી, એવી રીતે આમાં ‘હું કર્તા છું' એવી ભ્રાંતિ