________________
(૧.૬) વિશેષ ભાવ - વિશેષ જ્ઞાન - અજ્ઞાન !
૭૩
૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : એ બધું એ જ પ્રકૃતિ. પાંચ તત્ત્વની જે બની, એ પ્રકૃતિ છે. એમાં આત્માનો છે તે વિશેષભાવ ઉત્પન્ન થયો છે. તે વિશેષભાવ એનો અહીં પડ્યો એટલે પ્રકૃતિ થઈ ગઈ. અને ફળ આપ્યા જ કરે નિરંતર. હવે પ્રકૃતિ ને પુરુષ બે જુદા પાડ્યા ત્યાર પછી ખરો પુરુષાર્થ શરૂ થાય છે. નહીં તો પ્રકૃતિમાં હોય ત્યાં સુધી ભ્રાંત પુરુષાર્થ તો ચાલુ જ હોય છે. ભ્રાંત પુરુષાર્થ ! આ જ્ઞાન આપ્યા પછી ખરા પુરુષનો પુરુષાર્થ એમનો ચાલુ થયો.
પ્રકૃતિ થઈ પ્રસવધર્મી, પરમાણુને કારણે !
આ જગત નિરંતર પરિવર્તનશીલ છે. આ છ તત્ત્વો સામસામે સમાગમમાં આવવાથી આ બધું બને છે. આ જગત વગર ર્તાએ ઊભું થયું છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી ઊભું થયું છે. ચેતનનું જ્ઞાન-દર્શન સ્વભાવિક હતું, તે તેના સમસરણ માર્ગમાં વિભાવિક થાય છે અને એટલો ભાગ જ જગત સર્જનાત્મક રૂપે દેખાય છે. તે સિવાયમાં શુદ્ધ ચેતન અને શુદ્ધ પુદ્ગલ પરમાણુઓ, એ બન્ને જેમ છે તેમ જ છે. પરમાણુ એ પ્રસવધર્મી છે તેથી ચેતન તત્ત્વ વિભાવિક થતાં જ પ્રકૃતિનું સર્જન થાય છે. એટલે કે બહાર જે જગત દેખાય છે તેમાં પ્રકૃતિ ભાગ જ સર્જન ભાગ વિસર્જનાત્મકપણે દેખાય છે અને શુદ્ધ ચેતન અને શુદ્ધ પુદ્ગલ પરમાણુઓ (જડ) જેમ છે તેમ જ હોય છે. આ જગતમાં ‘હું સર્જન કરું છું તેય ભ્રાંતિનું ભાન છે. સર્જન અને વિસર્જન એ નેચરલ છે, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે.
આ પ્રસવધર્મી પ્રકૃતિની શક્તિ ભગવાન કરતાં ક્યાંય વધારે છે પણ ચૈતન્ય શક્તિ નથી. આ પ્રકૃતિમાં એવો ગુણ છે કે ચેતનને સ્પર્શ કરવાથી જ ચાર્જ થઈ જાય છે, બાકી, આત્માના ગુણધર્મ છે તે કોઈ દહાડો બદલાતા નથી. જ્ઞાન વિભાવિક થઇ જવાથી, પ્રકૃતિ પ્રણવધર્મી હોવાથી, તે ચાર્જ થઇ જાય છે.
વિભાવતું વધુ વિશ્લેષણ ! પ્રશ્નકર્તા : આપ કહો છો કે વિશેષભાવને ઘણા ફેરે બોલેલો
ખરો, પણ હજુ આપણા મહાત્માઓ સમજતા નથી કે વિશેષભાવ શું હશે તે ? તો વિશેષ પરિણામના વધારે દાખલા આપીને સમજાવોને, એટલે બધાને ગેડ બેસી જશે.
દાદાશ્રી : હા. આપણે દરિયા કિનારા આગળ, દરિયાથી અરધા એક માઈલ છેટે, આપણે એક મકાન બાંધ્યું હોય, હવા ખાવા માટે અને ત્યાં આગળ એ મકાનમાં છે તે બે એક લોરીઓ નવેનવું લોખંડ ત્યાં નાખી આવીએ. પછી પેલા ચોકીદારને કહીએ કે, ‘ભઈ, આ લોખંડ જરા સાચવજે બરોબર.” પછી આપણે બે વરસ માટે ફોરેન ગયા. પણ બે વરસ પછી ત્યાં પાછા આવીએ ત્યારે લોખંડમાં કશો ફેરફાર લાગે ખરો ? લોખંડને કશી અસર થયેલી હોય ?
પ્રશ્નકર્તા : કટાઇ ગયેલું હોય.
દાદાશ્રી : કેમ ઉપર વરસાદ ના પડે એવી જગ્યા હોય, ઢાંકેલી જગ્યા હોય તોય ?
પ્રશ્નકર્તા : કાટ ખાઈ જાય.
દાદાશ્રી : હેં ! કેમ કરીને તમને આવું ભવિષ્ય જ્ઞાન થઇ ગયું, કાટ લાગ્યાનું ? લોખંડ આવતાં પહેલાં પોતાને ભવિષ્ય જ્ઞાન હોય, કારણ કે અનુભવ થયેલો છે !
આ તે કાટ ચડી ગયો હવેતે આ કાટ કોણે ચઢાવ્યો એ તમે મને કહો. સાબિત કરી આપો. આ કાટ કોનો અને કોની ઇચ્છાથી થયો ? આટલો આટલો કાટ ચઢી ગયો હોય ! આપણે કહીએ, ‘મારું આ લોખંડ આવું નહોતું. મારું લોખંડ કોણે બગાડ્યું? અને ગોડાઉનમાં કોણ પેસી ગયું'તું ?” આવી બૂમો પાડે તો શું કહે લોકો ?
પ્રશ્નકર્તા : દરિયાની ખારી હવાથી.
દાદાશ્રી : હા, તે પણ એ કોણે કર્યું એ કહો ને ! દરિયાના પવને કર્યું કે દરિયાએ કર્યું કે લોખંડે કર્યું ?