________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧૬) વિશેષ ભાવ - વિશેષ જ્ઞાન - અજ્ઞાન !
૭૧ પ્રશ્નકર્તા વિશેષભાવ અને વિશેષજ્ઞાન, એમાં શું ફેરફાર છે? દાદાશ્રી : બેઉ શબ્દમાં જ ફેર છે, નથી લાગતા ?
વિશેષભાવ તો અહંકાર છે ખાલી, ‘હું'. વિશેષજ્ઞાનની વાત ને એને, એને સાટુંયે નહીં ને સહીયારુ નહીં, પિતરાઈએ નહીં ને કુટુંબીકે નહીં, કશુંય નહીં.
પ્રશ્નકર્તા : આ વિશેષજ્ઞાન ઉત્પન્ન થાય, તો પેલું વ્યતિરેક ઉત્પન્ન થાય એવું ખરું ?
દાદાશ્રી : વ્યતિરેક હોય તો જ વિશેષજ્ઞાન ઉત્પન્ન થાય. પણ વિશેષજ્ઞાન હોય તેથી વ્યતિરેક ના ઉત્પન્ન થાય. વ્યતિરેક બાપ (મૂળ મુખ્ય) છે. વિશેષભાવ તો ઉત્પન્ન થનારો વ્યતિરેક ગુણ છે અને આ તો વિશેષજ્ઞાન, તે જે જ્ઞાનની જરૂર ના હોય તેને વચ્ચે લાવો એનો અર્થ શો ? અમે વિશેષજ્ઞાનમાં ઉતરીકે નહીં કે આ લીમડો છે કે આંબો છે કે આ જામફળ છે ને એટલે પાર ક્યારે આવે ? અને બધાં ઝાડો છે, એમ કહ્યું એટલે એ જ્ઞાન, સામાન્ય જ્ઞાન સારું છે
એક ઘડીવાર, એક મિનિટેય ઉપયોગની બહાર ના હોઇએ. આત્માનો ઉપયોગ હોય જ. વિધિઓ કરતાં હોઇએ તે ઘડીએ અમારે આત્માનો ઉપયોગ હોય.
જ્ઞાન” એક જ છે, એના ભાગ બધા જુદા જુદા છે. આપણે આ ‘રૂમને જોઈએ તો ‘રૂમ’, ને ‘આકાશ’ને જોઈએ તો ‘આકાશ', પણ ‘જ્ઞાન’ તેનું તે જ ! જ્યાં સુધી આ વિશેષજ્ઞાન જુએ, સાંસારિક જ્ઞાન જુએ, ત્યાં સુધી આત્મા દેખાય જ નહીં. અને આત્મા જાણ્યા પછી બેઉ દેખાય. આત્માને જાણે નહીં તો કશું દેખાય નહીં, આંધળાભૂત બધાં !
પ્રશ્નકર્તા : આત્મા તો જ્ઞાનવાળો જ છે ને ?
દાદાશ્રી : એ પોતે જ જ્ઞાન છે. પોતે જ્ઞાનવાળો નહીં, જ્ઞાન જ પોતે છે ! જ્ઞાનવાળો એને કહીએ તો ‘જ્ઞાન’ અને ‘વાળો” એ બે જુદું થયું કહેવાય. એટલે આત્મા પોતે જ જ્ઞાન છે, એ પ્રકાશ જ છે. પોતે ! તે પ્રકાશના આધારે આ બધું જ દેખાય છે. એ પ્રકાશના આધારે આ બધું ‘એને' સમજણેય પડે છે અને ‘એને’ જણાય છે, ખરું. જાણવામાં આવે છે ને સમજણમાં આવે છે !
વિભાવ પછી પ્રકૃતિ તે પુરુષ ! જડ અને ચેતન, બે સાથે થવાથી આ વિશેષ ગુણધર્મો બેઉના ઉત્પન્ન થયા છે. તેમાંથી આ બધું ઊભું થઈ ગયું કારખાનું.
પ્રશ્નકર્તા : પ્રકૃતિ અને પુરુષ એને જ કહેવાય ને ?
દાદાશ્રી : ના, પ્રકૃતિ અને પુરુષ પછી થયાં એમાંથી. પ્રકૃતિ એ જડ છે પણ એ આનું પરિણામ આવ્યું પછી. વિશેષ પરિણામનું જે રિઝલ્ટ આવ્યું છે, તે પ્રકૃતિ થઈ ગઈ. વિશેષ પરિણામમાં પ્રથમ ‘હું થયું ને તેમાંથી પ્રકૃતિ થઈ.
જડ અને ચેતન, બન્નેને ફસામણ થઈ છે એટલે પ્રકૃતિ રૂપે
સામાન્ય જ્ઞાનને દર્શન કર્યું છે. એટલે દર્શનની જ કિંમત છે મોક્ષમાં. સામાન્ય ભાવે રહેવું જોઈએ. આ વિશેષજ્ઞાન જોવા જાય પુદ્ગલમાં, આ શું છે, આ શું છે ?
પ્રશ્નકર્તા : જ્યારે પોતે, જોનારની દૃષ્ટિમાં ભેદ હોય ત્યારે પક્ષપાત દેખાયને ?
દાદાશ્રી : જ્યારે પોતાને વિશેષજ્ઞાન જોવાની ઇચ્છા હોયને ત્યારે જ એને ભેદ દેખાય. વિશેષજ્ઞાન તો ક્યાં સુધી જાય કે આ તો કાળો છે, આ તો ગોરો છે, આ તો ઊંચો છે, આ તો નીચો છે, આ તો જાડો છે અને આ તો પાતળો છે. વિશેષજ્ઞાનનો તો પાર જ ના આવે ને ! એટલે દર્શનથી જોવું બધું. સામાન્ય ભાવે. એટલે અમને દર્શન સિવાય બીજો ઉપયોગ ના હોય, નિરંતર ઉપયોગ હોય. અમે
પ્રશ્નકર્તા : આ પાંચે તત્ત્વો પ્રકૃતિને આધીન છે ને ?