________________
(૧.૬) વિશેષ ભાવ - વિશેષ જ્ઞાન - અજ્ઞાન !
૬૯
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
હું જ છું. હું જ કરું છું.’ ત્યારથી ભ્રાંતિ ચાલુ થઈ છે, તે તેનું અંતિમ સ્થાન કયું ? પોતાને મૂળ જે ભ્રાંતિ પડી ગઈ ને આંટી પડી ગઈ, તે ભાનમાં આવે ત્યારે છેલ્લે છૂટી જાય !
કેવળજ્ઞાન શું છે ? મહીં બેઠા છે એ શુદ્ધાત્મા આ પ્રકૃતિ જોયા જ કરે છે. પોતાનું જ્ઞાતા-દ્રષ્ટાપણું એક સમય પણ ચૂક્યા નથી. જ્યારથી સંસાર આરંભ કાળ છે, ત્યારથી જોયા-જાણ્યા કરે છે. પણ આ એક ભ્રાંતિ ઉત્પન્ન થઈ છે કે આ હું કે તે હું ? ત્યાંથી જગત ખડું થયું. આપણે કોઈની ભ્રાંતિ સમજાવીને દૂર કરીએ, પણ પાછી ભ્રાંતિ ઊભી રહે જ કારણ કે પાછળનું ચાર્જ કરેલું છે, તે એને પાછું કુંડાળામાં ઘાલી દે. તેથી ભગવાને કહ્યું છે કે સમકિત થઈ ગયું તો કામ થઈ ગયું, નહીં તો એ જ કુંડાળામાં...
પ્રગ્નકર્તા : આત્મજ્ઞાનનો અફાટ પીંડ છે, છતાં ભ્રાંતિમાં કેમ પડ્યો હશે ?
આ ગાડી આવે, તે સ્ટેશન પર ઊભા હોય તો ગાડી નજીકથી જાય તો ચકરી ચઢી જાય (ચક્કર ચઢે, તમ્મર આવી જાય). તે પછી થોડીવારે ચકરી ઉતરી જાય. પણ તને અનુભવ થશે પછી ચકરી નહીં ચઢે. એમ આ જો ચકરી ચઢી ગઈ છે, તે કશુંય બન્યું જ નથી. પેલી તો ભ્રાંતિની ચકરી ચઢી છે ને આ સાચી ચકરી ચઢી ગઈ છે. એટલે જ્ઞાની પુરુષની જરૂર. પેલી ચકરીમાં તો ડુંગળી સુંઘાડે તે ઉતરે, તેમ જ્ઞાની કંઈક સુંઘાડે (આત્મજ્ઞાન આપે) એટલે ચકરી ઉતરી જાય. આ તો આત્મા ને સંજોગો બે જ છે. તે સંજોગો આત્માને ગાડીની પાસે ઊભો કરે છે, તે ચકરી ચઢે છે. તેમ સંજોગો ગાડી જેવા છે. તે આ તો લોકો ગાય કે એ અમારા કર્મોએ અમને બાંધ્યા છે. ના, અલ્યા, કશુંય બન્યું નથી. માત્ર જરા ચકરી ચઢી છે (અજ્ઞાનતા ઊભી થઈ છે), તે ઉતરે એટલે કશું બન્યું જ નથી. આ તો ચકડોળમાં બેઠા બોલે, બધું ફરે છે. ના અલ્યા, બહાર કશું ફરતું જ નથી, તું જ ફરું છું. આવું છે ! જ્ઞાની પુરુષ બધું જોઈને બેઠા
દાદાશ્રી : અફાટ પીંડ એટલે શું ? એનો અર્થ શું ? અનંતજ્ઞાન. છતાં ભ્રાંતિમાં કેમ પડ્યો હશે ? ત્યારે કહે છે કે આ જગતને કહેવા માટે ભ્રાંતિ કહેવી પડે, ખરેખર આ ભ્રાંતિ નથી. આ આત્માનું વિભાવિકજ્ઞાન છે. આ પણ એક જ્ઞાન છે, આ ભ્રાંતિ નથી. પણ ભ્રાંતિ એટલે શું, તે તમને ફોડ પાડવા માટે સમજાવું. આ વિભાવમાં પડેલો આત્મા છે. એને જગતના લોકોને રિલેટિવ ભાષામાં, ભ્રાંતભાષામાં ભ્રાંતિ કહેવાય છે. ખરેખર ક્રાંતિ એટલે મહીં જે દુઃખ ઉત્પન્ન થાય છેને, ત્યારે મનમાં થાય છે કે ‘આટલું બધું જાણવા છતાં મહીં આ શું છે તે ? માટે કંઈક જુદું છે. આ મારું સ્વરૂપ જોય’, એનું નામ ભ્રાંતિ, આંટી પડી છે કંઈક, ‘આ મારું સ્વરૂપ હોય, આ હું ન્હોય.’ એટલે ભ્રાંતિ પડી ગઈ છે.
આત્મા બગડ્યો નથી. જો બ્રાંતિ પડી હોત તો ફરી સમો યે ના થાત. પણ જગતમાં એમ કહેવું પડે કે ભ્રાંતિ છે. જગતની ભાષા છે, લોકભાષા.
ફેર, વિશેષભાવ તે વિશેષજ્ઞાતમાં ! સ્થિર ભાવોને જ્ઞાનગુણ, દર્શનગુણ કહ્યું. અસ્થિર ભાવોને પર્યાય કહ્યા. કેરી આવે તો કેરીને જોયા-જાણ્યા કરે, પોતાના પર્યાયથી. બીજું શેય આવે તો બીજું જોયા કરે.
પ્રશ્નકર્તા : વિશેષભાવ પર્યાય રૂપે જ થયા ને ? એ સ્થિર ભાવો નથી એટલે પર્યાય રૂપે થયા ને ?
દાદાશ્રી : ના, વિશેષભાવ એ પર્યાય નથી. વિશેષભાવ એ બીજાની અસરથી ઉત્પન્ન થતા ભાવ છે. બીજી વસ્તુની અસરથી, બીજી વસ્તુના સામીપ્યભાવને લઈને ઉત્પન્ન થતા ભાવ એ વિશેષભાવ કહેવાય. એ સામીપ્ય ના હોય તો કશુંય નથી.
વિશેષભાવને હજુ આપણા મહાત્માઓ સમજતા નથી. ઘણા ફેરે બોલેલો ખરો પણ સમજતા નથી, વિશેષભાવ શું હશે તે ?