________________
(૧.૬) વિશેષ ભાવ - વિશેષ જ્ઞાન - અજ્ઞાન !
ક્ષયોપશમ અજવાળું છે. પૂર્ણ અજવાળું નહીં ને ક્ષયોપશમ ! એટલે આ વિશેષભાવ છે. અહીંથી હવે ક્યારે છૂટે ? ત્યારે કહે, પોતાના નિજ સ્વરૂપનું ભાન થાય તો પાછા મૂળ ગુણમાં આવી જાય, તો બધું પાછું ઊડી જાય.
૬૭
જો પરિણમન ન થતું હોય સ્વભાવમાં, તો તે વસ્તુ જ નથી. પરભાવમાં કાયમને માટે રહેતો નથી. પરભાવ આત્મા એકલાને માટે થાય છે અને તે અજ્ઞાન પરિણામ છે. એને વિશેષ પરિણામ કહીએ છીએ અમે. એક માણસને જતાં જતાં આંખ્યો તો બહુ સરસ છે, આંધળો મૂઓ તો નથી અને એકદમ ધુમ્મસ પડેને તો પાંચ ફૂટ આગે ભઇ જતા હોય તો ના દેખાય. બને કે ના બને ? એવાં પરિણામ છે બધાં. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. અમે જગત જેમ છે તેમ જોઇને કહ્યું છે.
આ બધા સંયોગોનું દબાણ છે. તેમાં આત્માને જરાક દબાણ થાયને ત્યારે એની અસર થાય, ઇફેક્ટ થાય. અન્ઇફેક્ટિવ હોવા છતાં ઇફેક્ટ થાય. ત્યારે આત્મા તો સ્વભાવિકજ્ઞાનની બહાર કોઈ દહાડો ગયો જ નથી, ક્રિયામાં તો ગયો જ નથી કોઇ દહાડોય. પણ પોતાનો સ્વભાવ જ્ઞાન-દર્શન છે, તે દર્શન વિભાવિક થયું.
આપણે ઘણા ફેરા નથી થતું, કે ચક્કર ચઢે ને પછી બેભાન થઇ જઇએ ? આંખો ઉઘાડી હોયને આપણને પૂછે, કે ‘તમારું નામ શું ? તમારું નામ શું ?' તો કશી ખબર ના પડે. ત્યારે લોક કહે છેને, ‘ભાન-બાન નથી.’ તો આ એની અસરો આટલી બધી કરે છે, આ તો કેવડી મોટી અસર થયેલી છે ! આત્મા ઉપર કેવું દબાણ આવ્યું છે, ભયંકર બધાં આવરણ લાવી નાખે એવું સંજોગોનું દબાણ. અને તે બધા સંયોગો પાછા કેવા છે ? જેવું ભગવાનનું (વિભાવિક) જ્ઞાન થાય તેવું ત્યાં આકાર થઇ જાય.
માત્ર દૃષ્ટિ જ ફરવાથી આટલું મોટું જગત ઊભું થઈ ગયું તો બીજી કેટલી બધી શક્તિઓ છે !
૬૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આ સંસારનું જ્ઞાન છે પણ વિશેષજ્ઞાન છે. એ વિશેષજ્ઞાન એ
જ બુદ્ધિ.
આ કંઇ અજ્ઞાન નથી આરાધતો. આ એક પ્રકારનું વિશેષજ્ઞાન છે. આ સંસારમાં આ જ્ઞાન છે, તે સાવ અજ્ઞાન છે. આપણે લોકોને પૂછીએ, તમે બધા અજ્ઞાન કરો છો ?' તે કઇ દૃષ્ટિએ અજ્ઞાન છે, કે ભઇ, અધ્યાત્મની દૃષ્ટિએ અજ્ઞાન છે, બાકી નહીં તો જ્ઞાન છે કે અજ્ઞાન ?
પ્રશ્નકર્તા : જ્ઞાન છે.
દાદાશ્રી : હવે અધ્યાત્મવાળા આને ‘અજ્ઞાન’ કહે. હું ના કહું કે મૂઆ, શું કરવા અમથો કર્મો બાંધે છે ? આ અજ્ઞાન જ કહેવાય. આ જ્ઞાન ને આ અજ્ઞાન. હવે મૂઆ, આને આખી દુનિયા ઉઘાડું જ્ઞાન કહે ને, તું એને અજ્ઞાન કહું છું ? આ વિશેષજ્ઞાન છે. આત્માનું જ જ્ઞાન છે પણ વિશેષજ્ઞાન છે. એટલે સંજોગોને આધીન નવો વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. તે આગળ બધુ આવે, આ સંસાર દેખાવા માંડ્યો આપણને. આ સંસારનું જ્ઞાન એ જ્ઞાન છે, અજ્ઞાન નથી. પણ મોક્ષે જવું હોય તો આ અજ્ઞાન છે. અને આ જ્ઞાન સમજવું જોઈએ.
પ્રશ્નકર્તા : એટલે અપેક્ષાએ આવ્યું ?
દાદાશ્રી : હા, અપેક્ષા એ જ તો ને આ તો ઊભું થયેલું છે
વિશેષજ્ઞાન.
વાસ્તવિકતામાં નથી એ ભ્રાંતિ !
હવે જીવનું સ્વરૂપ અજ્ઞાનતાથી ઊભું થયું છે. જેમ રાત્રે આપણે સૂઈ ગયા હોઇએ અને એકલા હોય અને અંદર બીજી રૂમમાં પ્યાલો ખખડે અને એકદમ મનમાં એમ ભ્રાંતિ થાય કે આ ભૂત જેવું આપણે સાંભળેલું તે આવ્યું કે શું ? તે ભડક પેસી જાય. ન પેસી જાય ? તે જ્યારથી પેઠી ત્યારથી આખી રાત ભડક રહે. એવી જ રીતે આ જીવનું ઉદ્ગમસ્થાન થયેલું છે. તે ભ્રાંતિથી આંટી પડી ગઈ છે, કે ‘આ