________________
(૧.૫) અન્વય ગુણો-વ્યતિરેક ગુણો !
૬૫
દાદાશ્રી : અત્યારેય શુદ્ધ છે. તે દહાડેય શુદ્ધ હતો, આજેય શુદ્ધ છે અને જ્યારે જુઓ ત્યારે શુદ્ધ જ હશે.
પ્રશ્નકર્તા : પણ અજ્ઞાનથી મુક્ત હતો, શરૂઆતની સ્થિતિમાં
દાદાશ્રી : એ અત્યારેય અજ્ઞાનથી મુક્ત છે. ક્યારેય પણ એ અજ્ઞાનવાળો થયો જ નથી.
પ્રશ્નકર્તા : એટલે આ વિભાવ છે તે વૈજ્ઞાનિક છે. હવે ક્લિયર થઈ ગયું બધું.
દાદાશ્રી : એ ક્લિયર વગર તો મને સમાધાન પામે નહીં ને ! સેટ થવું જોઈએ ને !
[૬]
વિશેષભાવ - વિશેષજ્ઞાત - અજ્ઞાત !
અજ્ઞાત એય છે જ્ઞાત જ ! વિભાવ એટલે મૂળ જ્ઞાન, પોતાનું જ્ઞાન તો છે જ, પણ આ વિશેષજ્ઞાન ઉત્પન્ન થયું છે.
પ્રશ્નકર્તા : તો એનો વાંધો કેમ લેવો, વિશેષજ્ઞાનનો ? દાદાશ્રી : વાંધો શેનો ? પ્રશ્નકર્તા : જ્ઞાન છે અને એમાં વૃદ્ધિ થઈ છે, વિશેષજ્ઞાન.
દાદાશ્રી : ના, ના, વૃદ્ધિ નહીં, વિશેષજ્ઞાન એટલે જે નથી જાણવાનું, તેવું જ્ઞાન ઊભું થયું. જેની જરૂર નથી તે જ્ઞાન ઊભું થયું.
અશુદ્ધ શાથી થયેલું ? ત્યારે કહે, વિશેષજ્ઞાનમાં સપડાયો એટલે અશુદ્ધ થતું ગયું અને સ્વભાવિકજ્ઞાનમાં આવ્યો ત્યાંથી શુદ્ધ થતું ચાલ્યું. વિશેષજ્ઞાનને વિભાવજ્ઞાન કહે છે.
પ્રશ્નકર્તા : વિશેષભાવે બની શકે ?
દાદાશ્રી : હા, વિશેષજ્ઞાન એટલે અજ્ઞાનને પણ જ્ઞાન કહેવામાં આવે. એટલે સંસારી ભાવ ઉત્પન્ન થઈ જાય. પૈણે કરે, સસરા થાય, સાસુ થાય, વડ સાસુ થાય, ફોઈ સાસુ થાય. અને એ તો આપણે જ ભેદ પાડવા માટે અજ્ઞાન કહીએ છીએ, બાકી વિશેષજ્ઞાન છે આ..
આપણે સમજીએ કે ભઈ, આ અજ્ઞાન ને આ જ્ઞાન. બાકી, અજ્ઞાન હંમેશાં અંધારું હોય, પણ આ અજ્ઞાન તો અજવાળું છે,