________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૫) અન્વય ગુણો-વ્યતિરેક ગુણો !
૫૯ પીધો એટલે મોહનીય ઉત્પન્ન થઈ. એટલે જે અહંકાર હતો તે મોહનીયને લઈને ‘હું રાજા છું' ને એવું તેવું બોલે. પહેલાં ‘હું નગીનદાસ શેઠ છું’ હતા ને હવે આ ઊંધુંછતું બોલે છે, એણે દારૂ પીધો છે એટલે. એવો આ પુદ્ગલનો દારૂ છે.
પ્રશ્નકર્તા : દારૂનો અમલ ચઢ્યો એવા સંજોગો ઊભા થયા, તો જન્મ-મરણ માટે એ સંજોગો કેવા ? એનો જરા વિશેષ ફોડ પાડી આપો.
દાદાશ્રી : આત્માને ફરવું જ પડતું નથી. આત્મા તો તેના સ્વભાવમાં જ છે. તો ઘનચક્કર (અહંકાર) ફરે છે. કોણ ફરે છે ? સાહેબ, મને પાપ લાગ્યું. મને પુણ્ય બંધાયું.’ એ ફર્યા કરે છે. ‘મેં કર્યું, મેં ભોગવ્યું.’ એ કોણ છે ઓળખો છો તમે ?
ખાલી ઈગોઇઝમ જ છે. ઈગોઇઝમ જેનો નાશ થઈ ગયો કે આત્મા પ્રાપ્ત થઈ ગયો. આ ઈગોઇઝમ ઊભું થયેલું લફરું છે.
તથી આત્માની વંશાવળી કોઈ ! પ્રશ્નકર્તા : તમે કહો છો કે તમે ચંદુભાઇ, આમના હસબન્ડ થયા, આમના ફાધર થયા, માસા થયા, આ બધી એક શુદ્ધાત્માની જ વંશાવળી છે ને ? બહુ આત્માઓ ભેગા થઇ ગૂંચવાડામાં નાખી દીધા. આમ તો એક જ શુદ્ધાત્મા, પછી આ અંતર આત્મા ને બહિર આત્મા ને પ્રતિષ્ઠિત આત્મા ને ફલાણા એમ કન્ફયુઝન વધતું જાય છે.
દાદાશ્રી : આ તો ઓળખાણ પાડી કે ભઇ, આ આત્મા કોણ ? ત્યારે કહે, બહિરમુખી જે હોય તે મુઢાત્મા. જ્યાં સુધી એને આ સંસારના સુખો જોઇએ છે, ત્યાં સુધી મૂઢાત્મા, જીવાત્મા.
પ્રશ્નકર્તા : પણ મૂળ આત્માની જ વંશાવળી છે. આ બધી ?
દાદાશ્રી : વંશાવળી છે જ નહીં. ત્યાં તો કોઇ કોઇના લડકા નથી.
પ્રશ્નકર્તા : શુદ્ધાત્માને તો કશું અડે જ નહીં ? દાદાશ્રી : ના.
પ્રશ્નકર્તા : આ બધું ભંગજાળ જેવું મને લાગે છે. આ મૂઢાત્મા ને ફલાણો આત્મા, ઢીંકણો આત્મા, એક જ વસ્તુ મૂળ, કે શુદ્ધાત્મા.
દાદાશ્રી : હા, પણ જ્યારથી એ જાણે કે શુદ્ધાત્માને (મૂળ આત્માને) અડે નહીં, ત્યારથી “એ” (“હું') “શુદ્ધાત્મા’ થવા માંડે. પણ શુદ્ધાત્માને અડે છે, એવું જાણે છે ત્યાં સુધી જીવાત્મા રહે. હવે શુદ્ધાત્મા થયા પછી શુદ્ધાત્મા તો નિરંતર શુદ્ધ જ રહે છે, કાયમને માટે. એ પદ આપણે આજુબાજુના એના આધારે જોઇ શકીએ કે ઓહોહો ! આ કોઈને દુઃખ થતું નથી, કોઇને એ થતું નથી. માટે આપણે શુદ્ધ થયા છીએ. જેટલી અશુદ્ધિ એટલી સામાને અડચણ અને પોતાને અડચણ. પોતાની અડચણ મટી જાય ક્યારે ? ‘આ’ જ્ઞાન મળે ત્યારે. અને પોતાનાથી સામાની અડચણ મટી જાય ત્યારે આપણે પૂર્ણ થયા.
અજ્ઞાત તો ઊભું થયું ! વસ્તુઓનો સ્વભાવ એવો છે, કે પોત પોતાનાં પરિણામ જુદાં અને બે વસ્તુ નજીક લાવો ત્યારે તીસરું જ પરિણામ ઊભું થાય.
પ્રશ્નકર્તા : દાદા, એનો અર્થ એમ થયો ને કે જ્ઞાન હતું, અજ્ઞાન હતું, એ બન્ને બાજુબાજુમાં આવ્યા એટલે...
દાદાશ્રી : (મૂળ આત્માને) અજ્ઞાન તો હતું જ નહીં. અજ્ઞાન જેવી વસ્તુ જ નહોતી. અજ્ઞાન તો ઊભું થયું છે આ. જેમ પેલા શેઠને દારૂ પીવેને, દારૂ પીતાં પહેલાં કશું હતું ?
પ્રશ્નકર્તા : જોતું.
દાદાશ્રી : એવું, એની અસર થઇ છે. ‘એને’ સંયોગોની અસર થઇ છે.
પ્રશ્નકર્તા : કારણ વગર તો કંઇ થાય નહીં ને ?