________________
(૧.૫) અન્વય ગુણો-વ્યતિરેક ગુણો !
શેઠની વાત જુદી છે. બધાને હેલ્પ કરે, બધી જાતનું કરે પણ રાત્રે સાડા આઠ થાય એટલે આટલું જરા પીતા હોય, પણ એનાથી વાંધો ના આવે, નુકસાન ના થાય, પીવે ખરા. પણ એક દહાડો એમનો ફ્રેન્ડ આવી ગયો. તે કહે, બીજી પ્યાલી લેવી પડશે, તે બીજી લીધી તે ચડ્યું પછી. તે ચડે કે ના ચડે ? તે નગીનદાસ રહે કે પછી કંઈ ફેરફાર થઇ જાય ?
પ્રશ્નકર્તા : એ ઉપાધિ.
૫૭
દાદાશ્રી : પછી એ શું કહે, ‘હું તો વડોપ્રધાન છું.' ત્યારે આપણે ના સમજીએ કે આમને કશી અસર થઇ. આમને કશુંક થયું છે. શેની અસર છે ? ખાલીની. એવું આ પુદ્ગલના દબાણની અસર થયેલી છે બધી. તેમાંથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા. જે આત્માનાય નહીં અને જડનાય નહીં. ક્રોધ-માન-માયા-લોભ અને એને ટૂંકાક્ષરી કરવા જઇએ તો હું અને મારાપણું ઊભું થયું. આ બધું ગાડું ચાલે છે તેનોય જ્ઞાતા-દ્રષ્ટા છે આત્મા. અત્યારેય છે પણ આપણી માન્યતા બદલાય નહીંને ! માન્યતા જ્યારે બદલાય, આ જે ઉપાધિ છે તે ઉપાધિ છૂટે, જેમ દારૂ ઉતરી જાય ને ત્યાર પછી નગીનદાસ હતા તેના તે જ થઇ જાય. ઉતરે એટલે થઇ જાય કે ના થઇ જાય ? ત્યાં સુધી વડોપ્રધાન ને બધું બોલ બોલ કરે. આ ઉપાધિ છે, પરઉપાધિ આ.
જોયેલી કે આવી ઉપાધિ ?
પ્રશ્નકર્તા : જોયેલી, અનુભવેલી.
દાદાશ્રી : એમ ?
અમલ ઉતરવાના સંજોગ મળશે ત્યારે અમલ ઉતરે. આય અમલ જ છે ને ! પેલો દારૂનો અમલ ચઢ્યો છે અને આ ખાય છે, પીએ છે, એનો દારૂ રોજ થયા કરે છેને, અમલમાં જ ફર્યા કરે. એનો એ જ અમલ છે આ, પણ ભ્રાંતિ છે આ, પેલીય ભ્રાંતિ કહેવાય. શેઠ અવળું બોલે ને ?
પ્રશ્નકર્તા : અવળું જ બોલે.
પર
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : અને પછી ઉતરી ગયા પછી ?
પ્રશ્નકર્તા : સવળું બોલે.
દાદાશ્રી : આપણે કહીએ, આવું બોલ્યા'તા સાહેબ ? ‘સાલું આ પીધો તેથી, નહીં તો મારે એવું હોતું હશે ! મારાથી ના બોલાય' કહેશે. એ જ દશા છે આત્માની. આત્માનું કશું બગડ્યું નથી. આત્મા તો એમ જ છે. શેઠનુંય કશું બગડ્યું નહોતું. શેઠેય તે તેમ જ હતા. આ જ્ઞાન બગડ્યું એમનું. આમાં જ્ઞાન બગડે છે ને પેલામાં દર્શન બગડે છે. તે ઊંધું જ દેખાડે છે. જેવું દેખાય એવું બોલેને પછી.
પ્રશ્નકર્તા : એટલે પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થયો ને ?
દાદાશ્રી : છે પુરુષ પોતે, આત્મારૂપ છે, ભગવાન જ છે પોતે, પણ આ દબાણથી પ્રકૃતિ ઊભી થઈ. જેમ પેલા શેઠ ‘હું વડોપ્રધાન છું' એવું બોલે છે, બધા આજુબાજુ ચોંકી જાય કે આવું શેઠ બોલે છે ! એવી રીતે (વ્યવહાર) આત્મા બહુ દબાણથી વિશેષભાવને પામે છે. વિશેષભાવ એટલે ‘આ બધું કોણે કર્યું ? હું જ કરનાર.' એ બધું આ ભાન ઉત્પન્ન થાય છે અને તેથી જ પ્રકૃતિ એની મેળે જ ઊભી થાય છે. કોઈને કરવાની જરૂર નથી. પ્રકૃતિ એની મેળે કેવી રીતે ઊભી થાય છે, એ મેં જોયેલી છે. હું જોઈને કહું છું આ પ્રકૃતિ. એટલે જ આ વિજ્ઞાન ખુલ્લું થાય ને, નહીં તો ખુલ્લું થાય જ નહીં ને ? કશું કોઈ ચીજનો કોઈ કર્તા નથી.
પ્રશ્નકર્તા : આ જે ભ્રાંતિ ઊભી થઈ ગઈ છે, એ માયા જે ઊભી થઈ છે, એ જ આ વિશેષભાવ છે ?
દાદાશ્રી : માયા એટલે એક અજ્ઞાનતા, પોતે કોણ છું' તેની અજ્ઞાનતા. તે વિશેષભાવથી ઉત્પન્ન થયું ‘હું’ અને ‘હું કરું છું.’
પ્રશ્નકર્તા ઃ અહંકાર અને મોહનીય કર્મ આ બન્નેનું જરા વિશ્લેષણ કરીને સમજાવો.
દાદાશ્રી : મોહનીય કર્મ અને અહંકાર બે જુદા છે. એ જે દારૂ