________________
(૧.૫) અન્વય ગુણો-વ્યતિરેક ગુણો !
નથી કહેતા શિયાળાની ટાઢમાં ? પાછું કહેશે કે એ હિમ પડ્યું ! અલ્યા મૂઆ, હિમ તારી ઉપર શી રીતે પડે છે ? હિમ તો ગરમ ચીજ ઉપર પડે કે ટાઢી ચીજ ઉપર પડે ? તું નથી ગરમ, તું નથી ટાઢો, તારી ઉપર હિમ શી રીતે પડે ? પણ જો માની બેઠા છે, જો માની બેઠા છે ! એટલી બધી રોંગ બિલીફ ભરી છે કે આનો પાર જ ના આવે !
૫૫
આ વિભાવિક એ તો વ્યવહાર જ છે. ઉદય ક્ષણે ક્ષણે બદલાયા કરે. હવે એમાં વિરોધાભાસ હોય પાછો. સ્વભાવમાં વિરોધાભાસ નથી, અવિરોધાભાસ. એને કોઈ દુઃખ અડે નહીં. એટમબોમ્બ પડે ને અડે નહીં, એવો એ સ્વભાવિક નિશ્ચય. અગર તો એટમબોમ્બને એ નુકસાન કરે નહીં કોઈ.
અંતે જીતવાતું નહીં, છૂટું પાડવાનું !
પ્રશ્નકર્તા : દાદા, અહીંયાં (આ પુસ્તકમાં) શબ્દ ‘જીત સંગદોષા’ આ કીધું, જીતવાનું કીધું ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : તમે જે કહો છો, એ છૂટું પાડવાનું ?
દાદાશ્રી : હા, જીતવાનું તો નીચેની અપેક્ષામાં, નીચેના સ્ટેજમાં હોય ત્યાં સુધી જીતવાનું. નીચેના સ્ટાન્ડર્ડોમાં પણ છેવટે તો છૂટું જ થવું પડશે. આ સંગદોષ થયો એ કોના આધીન ? સંગદોષ છૂટે તે કોના આધીન ? ઘણા કાળ પછી સંગદોષ છૂટે. સંગદોષ થયા પછી તો ચોર્યાસી લાખ યોનિઓમાં અવતાર તો થાય પણ કેટલીય વખત મહીં યોનિઓમાં ફર્યા કરે, તો તે શેના આધીન ? ત્યારે કહે, તે નિયતિના આધીન.
‘વ્યતિરેકી ગુણ ટાઢા, નિજ સત્સંગ મેં.'
જે વ્યતિરેક ગુણ છે, ક્રોધ-માન-માયા-લોભ, તે નિજ સત્સંગ
૫૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
એટલે આત્માના સત્સંગમાં બધા ટાઢા ટપ થઈ જાય.
અહીં એ વ્યતિરેક ગુણો ક્યારે છૂટે, કે પોતાની દૃષ્ટિ પોતાના સ્વભાવ ભણી થઈ ત્યારથી છૂટે. અત્યારે દૃષ્ટિ જે છે, એ વિશેષ પરિણામમાં છે, એટલે ક્રોધ-માન-માયા-લોભ ઊભાં થાય છે. જ્ઞાની એ દૃષ્ટિ ફેરવી આપે ને સ્વભાવિક દૃષ્ટિ થઈ કે ત્યારથી છૂટ્યો !
હવે વ્યતિરેક દોષ ઊભો થયો એટલે આ ધોકડું (દેહ) રચાઇ જાય. એમને પોતાને મહીં રહેવું પડે, છૂટકો જ નહીં ને ! અને વ્યતિરેક દોષ કેમ બંધ થાય ? તે આપણે જ્ઞાન આપીએ ત્યારે બે છૂટા પડે, તો વ્યતિરેક દોષ ઊડી જાય. પછી ધોકડું ઊભું ના થાય.
પ્રશ્નકર્તા : આ જે જડ અને ચેતનથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય, તે વ્યવસ્થિત શક્તિને લઈને જ ને ?
દાદાશ્રી : વ્યવસ્થિત શક્તિ, એ તો પછી ઉત્પન્ન થયેલી વસ્તુ છે. આપણે તો એની ડિઝાઈનને કહીએ કે આ વ્યવસ્થિત છે, બાકી તો બેની હાજરી થઈ એટલે એની મેળે ઉત્પન્ન થાય જ, નિયમથી
જ થાય.
પ્રશ્નકર્તા : જડ અને ચેતનના સંયોગથી જે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે, એ વ્યતિરેક ગુણો ઉત્પન્ન ના થાય, બન્ને છૂટા રહે, એ માટે આપણે શું કંટ્રોલ કરવો ? કઇ રીતે કરવો ?
દાદાશ્રી : એ કશું કરવાનું રહ્યું નથી. છૂટા થયા, બે ખસી ગયા, જેનો સંજોગ છૂટો થઈ ગયો એટલે છૂટું થઈ ગયું. એ છૂટું થઈ શકે નહીં જાતે, એટલે મુક્ત પુરુષ છોડી આપે. જે એનાથી મુક્ત થયેલા છે એ છોડી આપે, આ નિયમ એનો.
અમલ એ જ મોહતીય !
જેમ અત્યારે એક માણસ હોય નગીનદાસ કરીને, તે આખા ગામના શેઠ હોય અને આખું ગામ વખાણ વખાણ કરે કે નગીનદાસ