________________
(૧.૫) અન્વય ગુણો-વ્યતિરેક ગુણો !
દાદાશ્રી : એ પોતાની માલિકીનું. જ્ઞાન-દર્શન એ બધું પોતાની માલિકીનું, એકલું જ પોતાનું. બીજું બધું આ પૂરણ-ગલન થાય એ અન્વય સંબંધ નથી. એ તો જતાં રહે થોડીવાર પછી. આખું જગત આમાં ફસાયું છે.
૫૩
હવે વ્યતિરેક ઉપર શાસ્ત્રમાં કહ્યું છે, તે લોકોને દેખાતું હશે ? પ્રશ્નકર્તા : આત્માના ગુણ આટલા અને વ્યતિરેક ગુણ આટલા તે ગોખી ગોખીને મુખપાઠે કરેલા, પણ કશું સમજ જ ના પડે ને !
દાદાશ્રી : ચાલે નહીં ને ! ગોખીને મોઢે કરેલું શું દહાડો વળે ? અન્વય ગુણ, અન્વય ગુણ, પણ મૂઆ ! અન્વય ગુણ એટલે શું ? એનો વિરોધી કયો ગુણ કહેવાય ? તો કહે, વ્યતિરેક. તો વ્યતિરેક એટલે શું ? ખાલી શબ્દોને જ ગા ગા કર્યાથી દહાડો વળે ? બોલતાંની સાથે જ સમજવું જોઈએ કે કયું ? બોલતાંની સાથે વ્યુ પોઈન્ટ તો પહોંચે, દૃષ્ટિ પહોંચે.
પ્રશ્નકર્તા : ભાવ અને ગુણમાં ફરક શું ? આત્માના આ ભાવ અને આત્માના આ ગુણ, એ બન્નેનું ફરક શું ?
દાદાશ્રી : ભાવ બે પ્રકારના હોય; એક સ્વભાવ હોય ને બીજો, વિભાવ. સ્વભાવના ગુણો કહેવાય બધા, આત્માના ગુણ કહેવાય ને બીજો, વિશેષભાવ હોય તે વ્યતિરેક ગુણ એટલે આત્માના નહીં.
પ્રશ્નકર્તા : આત્માના બીજા પદાર્થ જોડે મિક્ષ્ચરથી ઊભા થયેલા ?
દાદાશ્રી : હા, કાલે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી બધાં ભેગાં થયાં તો બીજા કેટલી જાતના ભાવો ઊભા થયા હશે ? તે ત્રણ ભેગાં થવાથી, કેટલી જાતના ગ્રહણ જેવા ફેરફાર થઈ ગયા છે ! તે વિશેષભાવ કહેવાય. તો સૂર્યનો ગુણધર્મ હોય તો એવું ને એવું જ ગ્રહણ રોજ થાય. તે ચંદ્રનો ગુણધર્મ હોય તો એવું રોજ ગ્રહણ થાય. પણ આ ભેગાં થયા ત્યાં નવી જ જાતનું, બસ. એવી રીતે આ જડ-ચેતન બે ભેગાં થતાં જ નવી જાતનું ઉત્પન્ન થાય છે.
૫૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
સદ્ગુણોતી તથી કીંમત ત્યાં !
આપણે આપણા ટટ્ટુને રેસમાં ઉતારવું નથી. આપણે તો આપણા ટટ્ટુ પાસે મોક્ષે જવાનું કામ લેવાનું છે. તો તેને આ જગતના
રેસકોર્સમાં ઉતારશો નહીં.
મોક્ષમાર્ગમાં લોક સદ્ગુણો ખોળે છે, પણ એ ગુણો વ્યતિરેક છે. એ આત્માના ગુણો નથી, એ પૌદ્ગલિક ગુણો છે. લોકો સદ્ગુણોને આત્માના ગુણો માને છે. ક્રોધ-માન-માયા-લોભને પણ આત્માના ગુણો માને છે.
એ તો દૃઢપ્રહારી હતોને ! દૃઢપ્રહારી કહેતા હતા ને ? પેલો ગાયને મારી નાખે, તે હવે એ તો ભયંકર નિર્દયી હતો. બ્રાહ્મણને મારી નાખે છે. પછી ગર્ભવતી બ્રાહ્મણીને મારી નાખે છે. તેની સાથે જ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થાય છે. દયા એટલી બધી જબરજસ્ત દયા, બચ્ચું તરફડતા જોયું, તે જોતાં જ દયા આવી. એ વ્યતિરેક ગુણ કહેવાય. બે ભેગું થવાથી, તે વ્યતિરેક ગુણ કોઈ શીખવાડવા જ ગયું નથી. નહીં તો ભયંકર નિર્દયી માણસ હતો. કોઈ જગ્યાએ દયા જ ના આવે.
પ્રશ્નકર્તા : તો પછી વ્યતિરેક ગુણ ઊભો થવાથી આટલા બધા લોકો દુઃખી થઈ ગયા ?
દાદાશ્રી : થયા જ છે ને ! સ્વભાવમાં કંઈ દુઃખ છે જ નહીં, વિભાવમાં જ નર્યાં દુ:ખો છે.
જેમ સ્ટીમ કોલ જો બૂમો પાડે, ‘જો મને ટાઢ વાય છે, જો ટાઢ વાય છે !’ ત્યારે આપણે શું કહીએ ? ‘મૂઆ, તારે લીધે તો બધાની ટાઢ ઊડે છે ઊલટી ! તને શી રીતે ટાઢ વાતી હશે ?' આ સૂર્યનારાયણ બૂમ પાડે, ‘મને ટાઢ વાય છે, ટાઢ વાય છે !' ત્યારે એ તો એક સૂર્યનારાયણ છે પણ આ આત્મા પોતે તો હજારો સૂર્યનારાયણ છે, ત્યાં એ પોતે કહે છે, “મને ટાઢ વાય છે ! ઓઢાડો, ઓઢાડો.' શાસ્ત્રમાં દાખલો છે.