________________
(૧.૪) પ્રથમ ફસામણ આત્માની !
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : એનાં કારણમાં બીજું કંઈ નથી વસ્તુમાં. એ આ જીવો નિરંતર પ્રવાહ કરી અને સ્વભાવિક થવા ફરે છે, સ્વભાવિક ! વિશેષભાવી થયેલા છે, તે સ્વભાવિક થવા ફરે છે. આ વિશેષભાવ કેમ થયું ? ત્યારે કહે, ઉપાધિ સ્વભાવથી. કારણ કે આપણને આ બધા એવિડન્સ ભેગા થયા, એટલે આપણને એવિડન્સના આધારે દબાણ થાય છે, ને ઉપાધિભાવ થાય છે.
આમાંથી જે ચેતન છે, તે એકલું જ મોક્ષ તરફ વહી રહ્યું છે. બીજું કશું આમાં થઇ રહ્યું નથી, બીજું તો એમ ને એમ જ છે, નિરંતર. પણ બુદ્ધિ કેવું ખોળી કાઢે છે કે શરૂઆત વગર તો કેવી રીતે થાય ? અલ્યા, શરૂઆત કરીશ તો એન્ડ આવશે. તું જ મૂરખ બનીશ. રાઉન્ડને શરૂઆત હોય ? કો'ક કહેશે કે ભઇ, આ સૂર્યનારાયણ ઊગે છે, તે સૂર્યનારાયણની શરૂઆત ક્યાં આગળથી ?
અને જો ભગવાને બનાવ્યું કહેને, તો તો પછી એનો સાંધો જ નહીં જડે. ત્યારે વિજ્ઞાનથી હું કહું છું તો જ એનો સાંધો જડે.
તીરછી નજર, તે પડ્યું ચોંટી ! આત્મા, એનામાં સ્વભાવિક જ્ઞાન-દર્શન અને વિભાવિક જ્ઞાનદર્શન હોય છે. એટલે આમ તીરછું જોયું તેથી કંઈ મૂઆ ચોંટી પડ્યું ? ત્યારે કહે, ‘હા, તેથી જ ચોંટી જ પડ્યું આ જગત આખુંય.” “તીરછું કેમ જોયું ?” કહે છે.
હા, તે આવું આ જગત ચોંટી પડ્યું છે. સંયોગોનો બધો જથ્થો છે તે પાર વગરનો અને જથ્થામાં તીરછું જોયું એટલે આવી બન્યું અને પછી ચાલ્યું એકમાંથી એક, એકમાંથી એક, પછી અનંત બધું વધતું જ ચાલ્યું. હવે એ ચેતન છે ને, તેને મહીં છૂટવું છે તોય નહીં છૂટાતું. ત્યારે મૂઆ, પુદ્ગલનું જોર વધારે કે ચેતનનું જોર વધારે ? તો અત્યારે તો પુદ્ગલમાં જ “હું ફસાયો છું' કહે છે, નહીં ? જો બાજી બધી લોખંડની હોય ને, તો તો ક્યારનુંય વેલ્ડીંગ કરીને કાપી નાખે, પણ આ કંઈ મહીં લોખંડનું છે બધું ? કાંગરી પણ ના તૂટે. માયાજાળ !
એટલે આ તો જે મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર છે ને, એ “કરું છું, હું કરું છું કહે છે, એ તો બધાં હથિયાર છે. આ હથિયાર ચાલું કેમ થઈ ગયાં ? મિથ્યાત્વ દર્શનથી. સમ્યક્ દર્શન થાય તો આ હથિયાર પાછા સીધા થઈ જાય.
એવું છે, હંમેશાં આ દૃષ્ટિ તો કેવી છે ? આમ બેઠાં હોય તો આપણને એક જ લાઈટને બદલે બે લાઈટ દેખાય. આંખ જરા (દબાણ આવે તો) આમ થઈ જાય તો બે દેખાય કે ના દેખાય ? હવે ખરેખર તો એક જ છે, છતાં બે દેખાય છે. આપણે રકાબીમાં ચા પીતાં હોઈએ તોય ઘણી વખત રકાબીની અંદર એ સર્કલ હોય ને, તે બન્ને દેખાય. એનું શું કારણ ? કે બે આંખો છે, એટલે બધું ડબલ દેખાય છે. આ આંખો ય જુએ છે અને પેલી મહીંલી આંખોય જુએ છે, પણ તે મિથ્યાષ્ટિ છે. એટલે આ બધું ઊંધું દેખાડે છે. જો છતું દેખાડે તો બધી ઉપાધિ રહિત થાય, સર્વ ઉપાધિ રહિત થાય.
આત્માએ કર્મ ભોગવ્યું નથી. અહંકારે કર્મ ભોગવ્યું નથી. અહંકારે વિષય ભોગવ્યો જ નથી, છતાં અહંકાર ફક્ત માને જ છે કે મેં ભોગવ્યું. કૃષ્ણ ભગવાન કહે છે, વિષયો વિષયોમાં વર્તે છે, એ બધું સ્વભાવિક છે. એમાં અહંકાર કહે છે, “હું કરું છું’ એટલે ભોગવવું પડે છે પછી. ખોટો આરોપિતભાવ છે અહંકાર, તેથી કર્મ બંધાય છે. ‘હું કરું છું બોલ્યો તેથી કર્મ બંધાય. ‘હું કરું છું” એવું ભાન જતું રહે, એટલે કર્મ છૂટ્યા. પછી સંવરપૂર્વક નિર્જરા થાય.
પ્રશ્નકર્તા : કર્તાપણાની માન્યતા કેવી રીતે ઊભી થઈ ?
દાદાશ્રી : રોંગ બિલીફ થઈ, અહંકાર ઊભો થયો કે “હું કરું છું'. આમાં અહંકાર કોઈ વસ્તુ જ નથી, છતાંય શરીરમાં અહંકારનો ફોટો પડે એવો છે પાછો. પૌગલિક રૂપે શરીરમાં ફોટો પડે એવો છે. અહંકાર વસ્તુ સ્થિતિમાં કશું કરતો જ નથી, છતાં એ અહંકાર ‘હું કરું છું’ એમ માને છે, એટલું જ. ખાલી બિલીફ રોંગ છે. બિલીફ સુધારે કે બધો ફેરફાર થઈ ગયો. (વ્યવહાર) આત્મા બગડ્યો નથી, કશું