________________
(૧.૪) પ્રથમ ફસામણ આત્માની !
૪૫
૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(ચાર્જ) ના થાય એ જ સિદ્ધ થઈ જાય ?
દાદાશ્રી : જૂનો (વ્યતિરેક) ગુણ હોય, તે ઉખડી (ખલાસ થઈ (ડિસ્ચાર્જ થઈ જાય એટલે સિદ્ધ થઈ જાય. વ્યતિરેક ગુણો ઉત્પન્ન થવાના બંધ થઈ જાય એટલે સિદ્ધ થઈ જાય.
પ્રશ્નકર્તા : એકેન્દ્રિય જીવમાં એ કેવી રીતે રહેલા હોય ? ક્રોધમાન-માયા-લોભ....
દાદાશ્રી : એ મૂળ ભાવે રહેલા છે. ક્રોધ-માન-માયા-લોભનાં મૂળ ભાવ શું છે ? રાગ-દ્વેષ. એ રાગ-દ્વેષમાંથી આ જુદા થયા, રાગમાંથી લોભ અને કપટ અને શ્રેષમાંથી માન અને ક્રોધ. એવી રીતે મૂળ એનું રાગ-દ્વેષ અને રાગ-દ્વેષનું મૂળ શું ? રુચિ-અરુચિ. એ ઝાડનેય રુચિ-અરુચિ ખરી બધાને. એકેન્દ્રિય જીવમાત્રને રુચિ-અરુચિ ખરી. ના ગમે, શું કરે, છૂટકો જ નહીંને ! ના ગમવાની તો લાગણી ખરીને ? દુઃખ થાય છે એ ભાન થયુંને ? દુઃખ થાય ત્યાં અરુચિ, પાછું સુખેયે થાય. સારો પવન હોય, વરસાદ પડ્યો હોય, ત્યારે ઝાડેય ખુશમાં આવી જાય. છોડવાયે ખુશમાં આવી જાય. બહુ તાપ પડતો હોય કે હિમ પડતું હોય ત્યારે છોડવા બધા દુ:ખી દુ:ખી થઈ જાય. એટલે બધું જ્યાં જુઓ ત્યાં આનું આ, ક્રોધ-માન-માયા-લોભ.
પ્રશ્નકર્તા : આ પ્રાણી સૃષ્ટિ, તે ચોર્યાસી લાખ યોનિ છે, આ જે મનુષ્યો બન્યા, તે બધી આ વ્યતિરેક ગુણોથી જ ઊભી થયેલી છે
આવડો થાય, એવું આ બધું. એમાં કંઈ ભગવાન ત્યાં આવ્યા અને કરવા બેઠા છે ? એવું આ પરપોટા ઊભા થાય ને ફૂટી જાય, ઊભા થાય ને ફૂટી જાય.
પ્રશ્નકર્તા : પણ સાથે દરેક પ્રાણીઓના જુદા જુદા ગુણો, સ્વભાવ આવે છે ને ?
દાદાશ્રી : હા, એ તો દરેકને જુદી જુદી સ્પેસ હોય, તે જુદા જુદા, એમાંય સ્વભાવ જુદા જુદા હોય. જેવા એવિડન્સ મળે એવું થઈ આવે. બીજા સંજોગો જેવા મળે એવું થઈ જાય. એ સંજોગોની બહાર તમારું સ્વરૂપ છે.
સંયોગોતા દબાણે સજર્યો સંસાર ! પ્રશ્નકર્તા : આપણે એમ માનીએ કે કોઈ અલૌકિક શક્તિ છે, બીજી બાજુ આપણે છીએ. આપણે એના ભાગ છીએને..
દાદાશ્રી : ભાગ કોઈના નથી, તમે ભાગ નથી. પ્રશ્નકર્તા : એક જ છીએ ?
દાદાશ્રી : નહીં, નહીં, એકેય નથી. તમે તમારે સ્વતંત્ર છો. તમારો કોઈ ઉપરી નથી. આપણે એના જો ભાગ હોયને તો તો મારી મારીને તેલ કાઢી નાખે આપણું. એવું નથી, આ તો બિલકુલ સ્વતંત્ર
દાદાશ્રી : હા, બધું વ્યતિરેક ગુણોથી જ બન્યું. પ્રશ્નકર્તા : તો આ આકાર, જાત જાતના આકાર, આ બધું...
દાદાશ્રી : હા, આપણે અહીં ધોધ પડે છે ત્યારે પરપોટા થાય છે ને, તે એક જ જાતના હોય છે ?
પ્રશ્નકર્તા : ના, જુદા જુદા હોય. નાના-મોટા હોય. દાદાશ્રી : કોઈ આવડો થાય, કોઈ આવડો થાય, આવડો થાય,
પ્રશ્નકર્તા : આ બધા સ્વતંત્ર છે તો આ જે દરેક એકમો બધા જુદા જુદા છે, તે એ સંજોગો કઈ રીતે ગોઠવાયેલા છે ?
દાદાશ્રી : બિલકુલ રેગ્યુલેટર (વ્યવસ્થિત, સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ)થી ગોઠવાયેલું છે આ.
પ્રશ્નકર્તા : આપે તારણ તો કહી દીધું કે આવી રીતે આ ગોઠવાયેલા છે, પણ એનું કારણ શું ?