________________
(૧.૪) પ્રથમ ફસામણ આત્માની !
૪૩
૪૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આ જગત બદલાય છે પણ ભગવાન ભગવાનરૂપે જ રહેલા છે, એમનું રૂપ બદલાતું નથી !
આત્મા ક્યારેય પણ અશુદ્ધ થયો જ નથી. કારણ કે આત્મા સ્વભાવિક વસ્તુ છે. સ્વભાવિક વસ્તુને પ્લાસ્ટર-બ્લાસ્ટર કરી શકાય નહીં. એના ટુકડા કરી ના શકાય. આત્માના અંશ ના થાય. અંશ તો આવરણમાં જેટલા કાણા પડ્યા તેટલા અંશ પ્રગટ થાય.
પ્રવાસ, નિગોદમાંથી સિદ્ધ સુધીતો ! પ્રશ્નકર્તા : આ માનવ છે એ પણ આત્માનો વિશેષભાવ છે? દાદાશ્રી : વિશેષભાવ જ છે બધું ! પ્રશ્નકર્તા : એટલે આ બધું ચેતન અને જડ બેઉ એક જ છે?
દાદાશ્રી : ના, એક તો હોતું હશે ? આ તો જડની અસર ચેતન ઉપર પડી છે અને ચેતનની અસર જડ ઉપર પડી છે. તે જડ ચેતનવાળું થઈ ગયું અને ચેતન જડવાળું થઈ ગયું.
પ્રશ્નકર્તા : ચેતન જડવાળું થઈ શકે ?
દાદાશ્રી : જડવાળું એટલે એટલી અસર જ થયેલી છે ખાલી, ખરેખર તેમ થયું નથી. ખરેખર તો આ જડને થયું છે. ખરેખર અસર થઈ જડને, ચેતનને ખરેખર અસર થઈ નથી, પણ ચેતનની બિલીફમાં અસર રહી છે. ફક્ત બિલીફ જ બદલાયેલી, એ રોંગ બિલીફ બેઠી
એ તો પરમાનંદી છે ને આ તો બીજો કાટ વળ્યો છે.
પ્રશ્નકર્તા: જીવ કયા કર્મથી નિગોદમાં હોય ?
દાદાશ્રી : નિગોદમાં તો ભયંકર કર્મો, હજુ એમાંથી કોઈ કર્મ છૂટ્યું નથી અને એમાંથી એકેય ઇન્દ્રિય ઉત્પન્ન નથી થઈ, પ્રકાશ અજવાળું નથી બહાર પડ્યું ત્યાં સુધી નિગોદમાં જ હોય. નિગોદ એટલે સંપૂર્ણ કર્મથી આરોપિત.
પ્રશ્નકર્તા : પણ નિગોદમાં હોવાનું કારણ શું આમ ?
દાદાશ્રી : એ તો કુદરતી નિયમના આધારે નિગોદમાં જ છે. એમાંથી આ વ્યવહારમાં આવે છે. આવરણ ઓછાં થતાં જાય છે અને પછી છૂટો થાય છે ત્યાં આગળ એ. અને આ જે એનું કારણ છે એ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. આ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયા છે અને તેનાથી આ નિગોદ પણ ઉત્પન્ન થયું. નિગોદમાંથી પછી ધીમે ધીમે ધીમે એકેન્દ્રિય થાય, બે ઈન્દ્રિય થાય, ત્રણ ઈન્દ્રિય થાય, જેવા જેવા સંજોગ બદલાય તેમ ડેવલપ થયા કરે.
પ્રશ્નકર્તા : જ્યારે વ્યવહારમાં આવ્યો જીવ. ત્યારે કાળ મળ્યો અને પુદ્ગલના પરમાણુ પણ મળ્યા, તે સિવાય તો ઉત્પન્ન થાય જ નહીં ને વ્યતિરેક ગુણ ?
દાદાશ્રી : ના, વ્યતિરેક તો થઈ ગયેલો છે. પ્રશ્નકર્તા : કેવી રીતે થયો ? ત્યારે કાળ પ્રવાહમાં આવ્યો.... દાદાશ્રી : અવ્યવહારના જીવો છે, એ જ વ્યતિરેક ગુણવાળા.
પ્રશ્નકર્તા : અચ્છા દાદા, અવ્યવહાર જીવમાં પહેલેથી જ એ બધા ગુણો હશે ?
દાદાશ્રી : હા, બધે. જીવમાત્ર આ બાજુ વ્યતિરેક ગુણવાળા જ છે બધા અને આ સિદ્ધો, એ વ્યતિરેક ખલાસ થઈને સિદ્ધમાં ગયા.
પ્રશ્નકર્તા : એટલે દાદા, જે નવો (વ્યતિરેક) ગુણ ઉત્પન્ન
છે.
પ્રશ્નકર્તા : માનવ દેહને સર્વોતમ ગણવામાં આવ્યો છે, તો પછી આ આત્મા જો પશુ કે કીટાણુ કે જીવાણુઓનો દેહ ધારણ કરે તો એ દુઃખદ ઘટના ન કહેવાય, આત્મા માટે ?
દાદાશ્રી : આ અગ્નિને બરફ ઠંડો કરે ખરો ? યા તો કોઈ માણસ બરફને અડે તો દઝાય ખરો ? આ દેવતા બરફને અડાડીએ તો ? તો બરફ ના દઝાય ? આત્માને કોઈ દહાડો કશું થતું જ નથી.