________________
૪૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
[૪] પ્રથમ ફસામણ આત્માની !
વર્લ્ડ, ઈટ સેલ્ફ પઝલ ! આ સંસારના સ્પર્શથી આ વિશેષ ગુણ ઉત્પન્ન થયો છે. તે વિશેષ ગુણ એનો કાળ પાકશે, એટલે બંધ થઈ જશે. એનો અમલ ઉતરી જશે. આ સંસારનો અમલ એટલે ભ્રાંતિ. તે અમલ ઉતરી જશે, એટલે રાગે પડી જશે. પોતે છે એ જ થઈને ઊભો રહેશે. એટલે આવું કશું થયું જ નથી, ત્યાં આગળ પછી ઉત્પન્ન કરવાનું ક્યાં રહ્યું ? તે જગત ઉત્પન્ન જ થયું નથી, જગત સનાતન છે. ક્યારેય આની આદિ હતી જ નહીં, પછી એને ખોળવાનું ક્યાં રહ્યું ? પછી બનાવનારેય, કહેવાની જરૂર નહીં. ધ વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ, ઈટસેલ્ફ પઝલ થયેલું છે આ. ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ એલ. (આ દુનિયા સ્વયંભૂ કોયડો છે. સ્વયંભૂ કોયડામય થયેલું છે આ. ભગવાને આ દુનિયા બનાવી(રચી) જ નથી.
તથી આદિ અજ્ઞાતતાતી ! પ્રશ્નકર્તા : દાદા, તો આ અજ્ઞાનતા કેવી રીતે પહેલી પેદા થઈ છે, આખી દુનિયામાં ?
દાદાશ્રી : એ તો પહેલેથી હતી જ. શરૂઆત જ નથી થયેલી. (જ્ઞાની પાસેથી જ્ઞાન મળ્યા પછી) એનો એન્ડ આવે છે.
પ્રશ્નકર્તા: એન્ડ આવે તો બિગિનિંગ થઈ ક્યાંથી ? દાદાશ્રી : આ બધું હતું, હતું ને હતું જ. કારણ કે છ
અવિનાશી તત્ત્વો ભેગાં હતાં, અને છૂટાં પાડે કે તરત જુદું પડી જાય. એ બધાં તત્ત્વો તો મુક્ત જ છે. આ એકલું જ ચેતન છે તે બંધાયું છે. કારણ કે ‘એને એમ લાગ્યું કે “આ કોણ કરે છે ?” પણ એ તો અહંકાર ઊભો થઈ ગયો, આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સથી.
પ્રશ્નકર્તા : પણ શુદ્ધ આત્મામાં શા માટે વ્યતિરેક ગુણ પણ આવવો જોઈએ ?
દાદાશ્રી : આત્માનો નથી તે ગુણ. એ જુદો ઉત્પન્ન થયેલો છે આ.
પ્રશ્નકર્તા : એટલે આ ક્રિયાશક્તિ અનાદિથી આત્માની જોડે જ થઈ ને ?
દાદાશ્રી : ના, એવુંય કશું નથી.
પ્રશ્નકર્તા : એક વસ્તુ એ છે કે આત્માને અકર્તા તો આપણે માનીએ છીએ.
દાદાશ્રી : અકર્તા છે જ.
પ્રશ્નકર્તા : છે જ. કારણ કે ગરમ લોખંડ ઉપર મારેલો હથોડો જેમ અગ્નિને વાગતો નથી. એમ આત્માને કશું જ નથી થતું.
દાદાશ્રી : તે જ કહું છું, આત્માને કશું થતું નથી. આ તો બધું અહંકારને જ થાય છે. અહંકાર જતો રહે એટલે કશું જ નથી.
અહંકાર જ બધું કરે. અહંકાર આંધળો છે, દેખતો જ નથી બિચારો અને બુદ્ધિની આંખે ચાલે છે. હવે બુદ્ધિ કહેશે, ‘એ તો આપણા મામા સસરા થાય.” ત્યારે અહંકાર કહે, ‘સારું !
ભ્રમણાઓ બધી, બુદ્ધિતી ! પ્રશ્નકર્તા : એટલે આ બધા બુદ્ધિના જ વાંધા હશેને ?