________________
(૧.૩) વિભાવ એટલે વિરુદ્ધભાવ ?
૩૭
૩૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
એટલે આ સૂર્યનારાયણની હાજરીથી આ ગરમ થયા છે. એટલે વિશેષ ગુણ ઉત્પન્ન થયો અને તે સૂર્યનારાયણ ખસી જશે એટલે વિશેષ ગુણ ઊડી જશે.
એ રીતે આ અહંકાર ઊભો થઈ ગયો છે. હવે આવો ફોડ શાસ્ત્રમાં પાડ્યો ના હોય ! અને આવા દાખલાય કોણ આપે ? દાખલો હોય તો સમજાય ને ! સમજાવી દીધુંને ? તે ત્રીજો ગુણ ઊભો થઈ ગયો છે.
પ્રશ્નકર્તા : તો તો પછી એમ થયુંને, પથ્થરે સૂર્યનો ગુણ ગ્રહણ કર્યો. ત્રીજો ગુણ ના થયોને ?
દાદાશ્રી : ના, પથ્થર સૂર્યનો ગુણ ગ્રહણ કરતો નથી. અસર થાય છે એને, સૂર્યની ઈફેક્ટ થાય છે. પોતાનો સ્વભાવ તો ઠંડો જ છે, પણ આ અસર થઈ જાય છે.
પ્રશ્નકર્તા ઃ તો આ ગરમી અને ઠંડી એ વાતાવરણની અસર
પ્રશ્નકર્તા : ના બેસે.
દાદાશ્રી : અને પ્રેરણા છે. પ્રેરણા કોની છે ? પાવરની પ્રેરણા છે, આ ચેતનની નથી આ. જો ચેતનની પ્રેરણા હોત તો ચેતન બંધાય.
એટલે આ સમજવું બહુ સહેલું નથી, બહુ અઘરું છે. તેથી તો બધું આ પાછું ને પાછું પડ્યા કરે છે. તેથી તો ત્યાગ કરવા પડે છે, નહીં તો ત્યાગ કરવાનું હોતું હશે ? જો આત્મા સમજ્યો તો ત્યાગ કરવાનું નથી અને નથી સમજ્યો તો ત્યાગ કર્યા જ કરને તારી મેળે, અનંત અવતાર સુધી ત્યાગ કર્યા કરને ! ત્યાગી ને આત્મા બે જુદા છે. ત્યાગી પુગલનો વ્યાપારી છે.
પ્રશ્નકર્તા : પાવર ને ચૈતન્ય બે જુદા જુદા છે ?
દાદાશ્રી : જેમ સૂર્ય અને અહીં આગળ ઉર્જા ઉત્પન્ન થાયને એટલું જુદું છે. સૂર્યને લઈને ઉર્જા ઉત્પન્ન થાય, એટલું જુદું છે. પાવર એમાં સૂર્યનું કંઈ કર્તાપણું નથી. એમાં બીજી વસ્તુ ભેગી થઈ એટલે ઉર્જા ઉત્પન્ન થાય. જો તમે અહીં મોટો જાડો કાચ મૂકી દો, તો એ કાચના આધારે બીજી વસ્તુ ભેગી થઈ એટલે મોટું એ થાય અને એનાથી બધું સળગે નીચે. એમાં સૂર્યને કંઈ લેવાદેવા નથી. આ વસ્તુ બીજી ભેગી છે તે એને લીધે છે, એ ખસેડી લો એટલે કશું નથી પાછું. હવે ખસે શી રીતે ?
પ્રશ્નકર્તા : ખસેડનારો મળે તો ખસેડી આપે.
દાદાશ્રી : ખસેડી આપે. તેથી કૃપાળુદેવે કહ્યું કે મોક્ષદાતા પુરુષ મળશે ત્યારે તમારો છૂટકો થશે. મોક્ષનું દાન આપવા આવ્યા હોય ! તે દાન આપનારા કેવા હશે ? કૃપાળુદેવે જ શબ્દ લખ્યો કે મોક્ષદાતા ! બાકી કોઈ જગ્યાએ મોક્ષદાતા નથી લખ્યું !
દાદાશ્રી : સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. સૂર્યના રેઝ (કિરણો) જમીનને ટચ થાય છે, તેની ગરમી ઊભી થઈ છે. થોડું ઘણું બુદ્ધિમાં ઉતરે કે ના ઉતરે ?
પ્રેરણા આમાં પાવરની ! સૂર્યની હાજરીમાં અહીં કોઈ વસ્તુ મૂકી હોય તો ઉર્જા ઉત્પન્ન થાય કે ના થાય ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : એટલે એ પોતે કર્તા નથી એમાં. આ બે વસ્તુ ભેગી થાય એટલે ઉર્જા ઉત્પન્ન થાય. એવી રીતે આ ઉત્પન્ન થયેલું છે. હવે આ શી રીતે ગેડ બેસે ? માણસને શી રીતે મેળ પડે આ ? કોઈના કર્યા વગર થાય કેવી રીતે ? કહેશે. આની ગેડ ના બેસે ?