________________
(૧.૩) વિભાવ એટલે વિરુદ્ધભાવ ?
૩૩
૩૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આત્મા ઊભો થયેલો છે. જેવી રીતે આપણે અરીસા સામા જઈએ ત્યારે બે ‘ચંદુભાઈ” દેખાય કે ના દેખાય ?
પ્રશ્નકર્તા: હા, બે દેખાય.
દાદાશ્રી : એવું આ વ્યવહાર આત્મા ઊભો થયેલો છે. એને અમે ‘પ્રતિષ્ઠિત આત્મા’ કહ્યો. એમાં પોતાની પ્રતિષ્ઠા કરેલી છે. માટે જો હજુ ‘તમે’ પ્રતિષ્ઠા કરશો, ‘હું ચંદુભાઈ છું, હું ચંદુભાઈ છું' કરશો તો ફરી આવતા ભવ માટેનો પ્રતિષ્ઠિત આત્મા ઊભો થશે. આ વ્યવહારને સત્ય માનશો તો ફરી વ્યવહાર આત્મા ઊભો થશે. નિશ્ચય આત્મા તો તેવો ને તેવો જ છે. જો એનો સ્પર્શ થઈ જાય ને, તો કલ્યાણ થઈ ગયું ! અત્યારે તો વ્યવહાર આત્માનો જ સ્પર્શ છે.
એક માણસ ખારેકનો મોટો એજન્ટ છે, સહુ લોક એને કહે કે આ ખારેકવાળા શેઠ છે.” પણ કોર્ટમાં એ વકીલ ગણાતા હોય. એ વકીલાત કરતા હોય તો વકીલ ગણાય ને ? એવી રીતે ‘તમે” વ્યવહારિક કાર્યમાં જો મસ્ત છો તો ‘તમે’ ‘વ્યવહારિક આત્મા” છો અને નિશ્ચયમાં મસ્ત છો તો ‘તમે’ ‘નિશ્ચય આત્મા’ છો. મૂળ ‘તમે' ને ‘તમે જ છો પણ ક્યા કાર્યમાં છો, એના ઉપર આધાર છે.
વ્યવહાર આત્મા એ જ અહંકાર ! પ્રશ્નકર્તા: હવે વિભાવ અવસ્થામાં પોતે ઉપયોગ મૂકે છે એટલે આત્માને કર્મ બંધાય છે. એટલે આ આત્માનો જ ઉપયોગ વિભાવ દશામાં જાય છે. જો એ સ્વભાવમાં રહે તો એને કર્મ બંધાતું નથી, એ બરોબર છે ?
દાદાશ્રી : ના, ખોટી વાત છે. આત્મા નિરંતર સ્વભાવમાં જ રહે છે, એ જ મૂળ આત્મા. અને જે સ્વભાવ ને વિભાવ થયા કરે છે એ વ્યવહાર આત્મા છે. મૂળ આત્મા તો નિરંતર મુક્ત જ છે, અનાદિ મુક્ત છે. અંદર બેઠેલો છે પાછો. વ્યવહાર એટલે અત્યારે જે માનેલો ‘આત્મા’ છે એ વિભાવિક છે અને વ્યવહાર આત્મામાં આટલું એક સેન્ટ પણ ચેતન નથી.
પ્રશ્નકર્તા : આ વ્યવહાર આત્મા છે એ જ અહંકાર છે ?
દાદાશ્રી : હા, એ જ અહંકાર છે. અને એમાં સેન્ટ પણ ચેતન નથી. જુઓ, ચેતન વગર કેવું જગત ચાલ્યા કરે છે ! આ વર્લ્ડમાં પહેલી વખત બહાર પાડું છું કે આમાં ચેતન નથી.
પ્રશ્નકર્તા : આપે અમને જ્ઞાન આપ્યું એ પહેલાં તો અમારો આત્મા, વ્યવહાર આત્મા હતો ?
દાદાશ્રી : હા, બીજું શું હતું ત્યારે ? આ વ્યવહાર આત્મામાં રહી અને તમે મૂળ આત્માને જોયો. એને જોયો ત્યાંથી ચંભિત થઈ ગયા કે ઓહોહો ! આટલો આનંદ છે ! એટલે પછી એમાં જ રમણતા ચાલી. પહેલાં રમણતા સંસારમાં, ભૌતિકમાં ચાલતી હતી.
સંસાર અઉપચાકિ, વ્યવહારથી... આ દુનિયામાં કોઈ પુરાવો નથી આત્માનો. પણ અન્ઉપચારિક (અનુપચરિત) વ્યવહારનો પુરાવો તો છે જ ને કે કંઈ પણ ઉપચાર કર્યા વગર આ શરીર બન્યું, કોઈ બનાવનાર ન હોવા છતાંય. તેને બદલે લોકોએ ઠોકી બેસાડ્યું કે ભગવાન છે અને ભગવાને આ બધા પૂતળાં બનાવ્યાં એમના કારખાનામાં. એટલે આગળ વિચાર કરવાનું બારણુ જ બંધ થઈ ગયું ને ! પણ આપણે શું કહીએ છીએ, ભગવાને બનાવ્યું નથી. અને આ અન્ઉપચારિક વ્યવહાર તો જો ! આ વ્યવહાર ઉપચારિક વ્યવહાર નથી. ઉપચારિક વ્યવહાર તો આપણે આમ, મહીં ચા બનાવીએ ખરેખર તે. ‘ચા મેં બનાવી’ કહેવું એય ભ્રાંતિ છે. એય અન્ઉપચારિક વ્યવહાર જ છે આ જગત. પણ એટલું એને એમ લાગે છે કે “આ હું કરું છું એ, એટલે સંસાર ઊભો થઈ ગયો છે. એય અન્ઉપચારિક વ્યવહાર જ છે પાછો. જો એમ અન્ઉપચારિક વ્યવહાર ના હોય તો મરે જ નહીંને કોઈ ! એ ઉપચારિક વ્યવહાર હોત તો કોઈ મરે નહીં ને ! એય અન્ઉપચારિક વ્યવહાર જ છે. એ રાત્રે કામ હોય તો ઊંઘી જ ના જાય ને ! એ અનુઉપચારિક વ્યવહાર છે તે ! પણ આટલા બધાની બુદ્ધિ કેવી સતેજ થઈ જાય છે ને એટલે આ બધું