________________
૩૧
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૩) વિભાવ એટલે વિરુદ્ધભાવ ? ક્રમિક માર્ગ જાણતો જ નથી.
પ્રશ્નકર્તા : તો સાવ ઊલટું જ છે ? દાદાશ્રી : જ્યાં આત્મા નથી, ત્યાં જ આત્મા માને છે.
પ્રશ્નકર્તા: હં. જ્યાં નથી ત્યાં માને છે. એટલે આ મુશ્કેલી ઊભી થાય.
દાદાશ્રી : ત્યાં બિલકુલ આત્મા નથી હોતો, વગર ચેતને ચાલે છે, મેં કહ્યું કે, એવું માન્યામાં શી રીતે આવે ?
પ્રશ્નકર્તા : વાંચવામાં આવ્યું છે કે, પુદ્ગલ અને આત્મા અવગાહનરૂપે રહેલા છે અને એને લીધે આ વિભાવિક ભાવ ઉત્પન્ન થાય છે. ખરેખર આત્મા કર્તા નથી અને પુદ્ગલ કર્તા નથી, એવું કુંદકુંદાચાર્ય કહે છે. તમે જે સહેલી ભાષામાં કહ્યું, તો શાસ્ત્ર એમ કર્તા કેવી રીતે કહી શકે ?
દાદાશ્રી : આમાં કોઈનું ખોટું કહેતા નથી. પાછું એવું ચોખ્ખું લખે છે કે જ્ઞાન દશાએ પોતાના સ્વભાવનો જ કર્તા છે. અજ્ઞાન દશાએ આનો (વિભાવનો) કર્તા છે. પણ વાત એકાંતિક રહી ગઈ. તે કર્તાપણું છૂટતું નથી. ને એ સાયન્ટિફિક વાત સમજાતી નથી. બીજા ધર્મોમાંય એમ કહે છે કે ભગવાનની ઈચ્છા વગર આ થાય નહીં. એટલે ભગવાનને મહીં લપોટ્યા. એટલે શી રીતે જ્ઞાન થાય એને ? વિરોધાભાસ કરે. આ તો આપણા અક્રમ વિજ્ઞાને બધા સાંધા તોડી નાખ્યા.
કર્તાપણે માંડચો સંસાર ! હવે આ લોકોએ શું કહ્યું કે આત્મા કર્તા છે. અરે, એટલે સુધી લોકોએ કહ્યું કે આત્મા ભાવકર્મનો કર્તા છે. એટલે ભાવકર્મનો કર્તા ઠરાવી દીધો. જો વિભાવનો કર્તા હોય તો ત્યાં મોક્ષમાંય કર્તા જ રહે. ત્યાં કેમ નથી રહ્યો ? એટલે આ તો જ્ઞાની પુરુષ આવે ત્યારે બધું ખુલ્લું કરી આપે.
આ ભાવકર્મ ‘મને’ થાય છે એ જ બંધન છે, એ પરભાવ છે. પરભાવને સ્વભાવ માને એ જ બંધન. પરભાવ કેમ ? પરસત્તાને આધીન છે. શાસ્ત્રોમાં શું લખ્યું છે, કે સ્વભાવથી અકર્તા છે. આ વિભાવથી, વિશેષભાવથી કર્તા છે અને માટે ભોક્તા છે. હવે તે આખું અહીં એમ ને એમ રહી ગયું અને વ્યવહારમાં જ ચાલ્યું. વ્યવહારને જ આત્મા માનવામાં આવ્યો.
પ્રશ્નકર્તા : એ અપેક્ષાએ છે ને ?
દાદાશ્રી : હા. વ્યવહારની અપેક્ષાએ જો કર્તા સમજોને, તો કામ થાય. નહીં તો અપેક્ષા ભૂલી જાય છે ને ! ને કામ થયેલું દેખાતું નથીને તમને ? એનું શું કારણ છે ? મૂળમાં બહુ ભૂલો છે, ઘણી ભૂલો છે. આ તો ઊલટું દેખાતું નથી ને ઊલટી ઉપાધિઓ બહુ છે, કષાયો પાર વગરનાં છે. હંમેશાં કષાયની પોષણા હોય ત્યાં આગળ વીતરાગ ધર્મ ના હોય. એવું તમને લાગે છે ?
બોલો હવે, લાખ અવતાર સુધી આવા સ્વચ્છેદ વિહારે ચાલે તો દહાડો વળે ? પોતાના સ્વચ્છંદ વિહાર છે, ને લોકોને શું કહે કે “આ બધા મૂર્ખ લોકો છે.’ લોકોને પાછા મૂર્ખ કહે.
વિશેષભાવ એટલે આત્મા આ બધું કેવળજ્ઞાનથી જાણી શકે છે અને બીજું આ વિશેષભાવેય જાણી શકે છે, એમ કહે છે. એવા સંજોગો હોય તો વિશેષભાવનેય પોતે જાણી શકે છે. એટલે વિશેષભાવ એ સંયોગ, કાળને લઈને છે. તે સંયોગ છૂટા કરીએ તો વિશેષભાવ ઊડી જાય. એટલે આત્મા ને પુદ્ગલ બે ભેગાં થયેલાં છે તે છૂટા કરી આપું એટલે એનો વિશેષભાવ ઊડી ગયો.
પ્રતિષ્ઠા પૂરી સર્યો... તમને મૂળ હકીકત કહી દઉં. બે પ્રકારના આત્મા છે, એક મૂળ આત્મા છે ને એ મૂળ આત્માને લઈને બીજો ઊભો થયેલો આ વ્યવહાર આત્મા છે. મૂળ આત્મા નિશ્ચય આત્મા છે, તેમાં કશો ફેરફાર થયો જ નથી. એ જેવો છે તેવો જ છે અને તેનાં અંગે વ્યવહાર