________________
(૧.૩) વિભાવ એટલે વિરુદ્ધભાવ ?
૨૯
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આપતા? ક્યાં સુધી આપે ? જ્યાં સુધી ભરેલો માલ છે, પૂરણ કર્યું છે તે ગલન થતાં સુધી એ પાવર ફળ આપે. ગલન થઈ રહે એટલે કાઢી નાખવાનું. જે ગલન થાય છે, તે પૂરણ થઈ ગયેલું છે. ગલન એ ડિસ્ચાર્જ છે અને પૂરણ એ ચાર્જ છે. પૂરણમાંથી ગલન થાય છે અને ગલનમાંથી “પોતે' અહંકારે કરીને પાછો પુદ્ગલ ઊભું કરે છે, પુરણ કરે છે. એટલે ટાંકી ખલાસ થતી નથી. ખાલી થાય તે પહેલાં પાણી રેડ રેડ કરે છે અને પછી કહે છે, મારે મુક્તિમાં જવું છે. અલ્યા મૂઆ, જવાતું હશે ? આ ધંધો જ બંધનનો તે માંડ્યો છે !
એટલે આ ચેતન સમજણ પડે એવું નથી. અમારું આત્મજ્ઞાન એ બહુ મોટી વસ્તુ છે. કેવળજ્ઞાનમાં ને એમાં ફેર જ નથી, ચાર ડીગ્રીનો જ ફેર છે. અને તે આત્મજ્ઞાન કેવું? અનુભવેલું હોવું જોઈએ. આત્મા છુટાપણે વર્તવો જોઈએ, તદન છૂટો અને તે નિરાલંબ આત્મા હોવો જોઈએ. આવો આત્મા ના ચાલે. આ તો પાવર આત્મા (પાવર ચેતન)ની બધાએ વાત કરી છે. હવે એ પાવર આત્મા કહ્યો તો લોકોને સમજણ પડે, નહીં તો એમ ને એમ ચેતન કહીએ તો શી રીતે સમજણ પડે ? સેલમાં જેમ પાવર ભર્યો છે, તેમાં બેટરી અને પાવર ભરનારી વસ્તુ જુદી હોય છે. અને સેલ છે તે એનું કામ કર્યા કરે છે. આ સેલ જ છે, મન-વચન-કાયાના ત્રણ સેલ છે. તે જ્યાં સુધી પાવર ભરેલો છે એ પાવર ખલાસ થશે ત્યાં સુધી આ સેલ ચાલશે, પછી પડી જશે. એને ડિસ્ચાર્જ કહીએ છીએ આપણે. તમારે કશું કરવું ના પડે, એની મેળે જ ડિસ્ચાર્જ થયા કરે. તમારે જોયા જ કરવાનું કે આ શી રીતે થાય છે, એટલું જ અને ડહાપણ કરવા જશો તો આંગળી દઝાશે.
કારણ કે આ તીર્થકરોનું વિજ્ઞાન છે, આ અક્રમ વિજ્ઞાન છે.
અને આ તો પાવર ભરેલો છે, બીજું કશું જ છે નહીં. આમાં ચેતન છે જ નહીં. એટલે અમે એને પાવર નથી કહેતા પણ નિશ્ચેતન ચેતન કહીએ છીએ.
પ્રેરણા ઈશ્વરની નથી, આત્માની નથી. પ્રેરણા કરનાર હોય તે જ ગુનેગાર કહેવાય. પ્રેરક એ મોટામાં મોટો ગુનેગાર, કર્મ અને જ લાગુ થાય. અને આત્મા તો ચોખ્ખો, શુદ્ધ સ્વરૂપી છે અને એને કર્મ અડે એવો છે નહીં. ‘કર્મ સ્થળ વસ્તુ છે અને ‘આત્મા’ સૂક્ષ્મતમ છે, જે “મેં જોયેલો છે, અનુભવ્યો છે, તેમાં જ વર્તુ . નિરાલંબ આત્મા જોયેલો છે.
રાગાદિ ભાવ નથી આત્માતા ! પ્રશ્નકર્તા : “આત્માના આંતરિક રાગાદિ ભાવ નિશ્ચય દૃષ્ટિએ બંધના કારણ છે. અને બંધને સંસારનો હેતુ કહ્યો છે.” એ જરા સમજાવો.
દાદાશ્રી : હવે રાગાદિ ભાવ આત્માના પોતાના નથી. અહીં જરા આ લોકોમાં સ્પષ્ટતા લખાઈ નથી. પોતાના રાગાદિ ભાવ નથી, એ પરઉપાધિ છે. ઉપાધિની પેઠે છે. જેમ કોઇ માણસ ઉપાધિમાં આવ્યો હોય અને તેથી ઉપાધિ ગૃહિત લાગે, તે ઉપાધિને લઇને છે. ઉપાધિ ના હોય તો કશું છે જ નહીં. એટલે રાગાદિ ગુણ પોતાના ગુણ નથી. બે વસ્તુ ભેગી થવાથી ત્રીજી વસ્તુ ઊભી થાય છે. જુદા જ ગુણધર્મ, એ રાગ-દ્વેષ એ વ્યતિરેક ગુણો છે. એટલે અહીં આગળ એ લોકોના ક્રમિક માર્ગમાં આ સિસ્ટમ છે. અને તો જ એમને ચાલે એવું છે. નહીં તો ચાલે નહીં ને ! અને “અક્રમ” આપણું ચોખ્ખું કહે છે.
પ્રશ્નકર્તા : હવે રાગ પરિણામ પોતાના પર્યાયમાં છે, માટે આત્મા તેનો કર્તા છે. હવે રાગ પરિણામ શું આત્માનો પર્યાય છે ?
દાદાશ્રી : ના, એવું નથી. આપણે જે સમજયાને એ આખો
આ તો બહુ ઊંડી કરામત છે, આ બધું રહસ્યવાળું વિજ્ઞાન છે, ચોવીસ તીર્થકરોનું ભેગું વિજ્ઞાન છે. નહીં તો એક કલાકમાં ભેદજ્ઞાન થાય, એવું તો ક્યારેય પણ બનેલું નહીં અને તે સંસારમાં રહેવા સાથે. ત્યાગીઓનુંય નહોતું થતું. પણ આ સંસારમાં રહેવા સાથે, છોકરા રમાડે, બધું રમાડે, ખાય-પીએ, મોજ કરે તોય કશું હરકત ના આવે.