________________
(૧.૩) વિભાવ એટલે વિરુદ્ધભાવ ?
૨૭
૨૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
વિશેષભાવથી શું થાય છે કે આ આઠ દ્રવ્યકર્મ બંધાય છે, આંખે પાટા હોવાથી. અને આઠ દ્રવ્યકર્મ હોવાથી બીજા પાછા ભાવકર્મ ઉત્પન્ન થાય છે. ભાવકર્મ કોણ કરાવે છે ? આ આંખે પાટા છે તે આ ભાવકર્મ કરાવે છે.
પ્રશ્નકર્તા : પણ એ કર્મ તો પછી થયાં, પણ શરૂઆતમાં જ્યારે વિશેષભાવ ઊભો થયો, ત્યારે આ પાટા ક્યાંથી આવ્યા પછી ?
પ્રશ્નકર્તા : તો આ ભાવકર્મ એ કોનું કામ તો પછી ?
દાદાશ્રી : જ્ઞાનાવરણ, દર્શનાવરણ એ જેવાં જે ચશ્માં (દ્રવ્યકર્મ) ‘એને’ પ્રાપ્ત થયાં છે, તેના આધારે ભાવ થાય છે.
પ્રશ્નકર્તા : આત્માને આધારે નહીં ?
દાદાશ્રી : આત્મા આમ કરે જ નહીં. આ વિશેષભાવ છે, એ આત્માનો સ્વભાવભાવ નથી.
અત્યારે તો જાણે કે અહંકારના જ બધા ભાવ છે, પણ મૂળ શરૂઆત ક્યાંથી થયેલી ? વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે અને તેથી ભાવ ઉત્પન્ન થાય છે, ભાવકર્મ ચાલુ થાય છે. અને આત્માનો પોતાનો સ્વભાવ જુદી વસ્તુ છે. આ વિશેષભાવ બેની હયાતીમાં થયેલો છે અને આ અમારી સાયન્ટિફિક શોધખોળ છે અને ચોવીસ તીર્થંકરોની આ જ માન્યતા હતી. પણ આ ફેરફાર થઈ ગયું તેથી તેનું ફળ નહીં મળતું. ફળ મળતું નથી, એનું કારણ જ એ છે કે આવી થોડી ભૂલ ચાલતી આવે છે ને !
પ્રશ્નકર્તા : જડ ને ચેતનના સામીપ્યભાવને લીધે આ પ્રમાણે થાય છે એમ કહો છો આપ ?
દાદાશ્રી : હા, બસ. એનાથી વિશેષભાવ ઉત્પન્ન થયો છે. આત્મા પોતાના સ્વભાવમાં છે, પુદ્ગલ છે તે વિકૃત થયેલું છે. કારણ કે બેના વિશેષ ગુણધર્મને લઈને વિકૃત થયું પુદ્ગલ અને એ વિકૃતિને લઈને આ ધમપછાડા ચાલ્યા કરે છે, એક્શન એન્ડ રિએક્શન, એક્શન એન્ડ રિએક્શન, ચાર્જ ને ડિસ્ચાર્જ, ચાર્જ ને ડિસ્ચાર્જ ચાલ્યા જ કરે છે.
આ વિશેષભાવ ઉત્પન્ન થયેલો છે અને આ જાતે જોઈને કહું છું, તેથી જ છૂટાય, નહીં તો છૂટાય નહીં આ કાળમાં. દુષમકાળમાં છૂટાતું હશે ? એક દહાડો ચિંતારહિત ના જાય. દુષમકાળમાં આર્તધ્યાનરૌદ્રધ્યાન બંધ ના થાય. આ તો અક્રમ વિજ્ઞાન છે, તેથી આ છૂટે છે.
દાદાશ્રી : સંજોગોના દબાણથી વિશેષભાવ ઊભો થયો અને વિશેષભાવથી જ આ પાટા બંધાયા અને પાટા બંધાયા એટલે ઊંધું દેખાયું, એટલે ઊંધા ભાવ ઉત્પન્ન થયા. તે પાટાના આધીન છે, આત્માને આધીન નથી એ.
આ જે આઠ દ્રવ્યકર્મ છે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ.. એમાં આત્માની હાજરીથી પાવર પૂરાયેલો છે, આત્મા એમાં નથી પૂરાયો. અને એ પાવર કામ કરી રહ્યો છે આ. અને પાવર એય પાછો જડ છે. એટલે આ જડ ક્રિયા છે બધી. આત્માની કોઈ ક્રિયા નથી.
પ્રશ્નકર્તા : સામીપ્યભાવને હિસાબે ઊભા થયેલા પાવરની જ એ પ્રેરણા છે ?
દાદાશ્રી : હા, બરાબર છે.
ચેતન પોતાના અન્વય ગુણોથી બંધાયેલું છે, પોતાના સ્વ ગુણોથી. બીજા ગુણો અને ઉત્પન્ન થતા નથી. ફક્ત ભાનમાં બિલીફમાં જ ફેર છે. ‘પોતાને' (‘હુંને) એમ ભાન થાય છે કે આ હું કરું છું. એ ભાનમાં ફેર થાય છે તે કોને થાય છે ? પાવર ચેતનને (એટલે ‘હું'ને). હવે એ ભાન તૂટે ક્યારે ? ત્યારે કહે, જ્ઞાની પુરુષ પ્રકૃતિ ને પુરુષ બે છૂટું પાડી આપે ત્યારે એ ભાન તૂટે, નહીં તો ભાન તૂટે નહીં ને !
એટલે આ પાવર ભરેલો છે. જેમ બેટરીમાં સેલ હોય છે ને, તે સેલમાં પાવર ભર્યા પછી એ ફળ આપે છે, કામ આપે છે. નથી