________________
(૧.૩) વિભાવ એટલે વિરુદ્ધભાવ ?
ધર્મોમાં આપણા સાધુ-આચાર્યો શું કહે છે ? આ વિભાવ એ આત્માના ગુણધર્મ છે, તો એથી મહાન દોષ બેસે છે, ભયંકર અંતરાય બેસે છે. એનામાં આવો ગુણ નથી.
૨૫
શું મારો આત્મા પાપી ?
આ તો લોક કહે છે, ‘આત્મા આવો વિભાવિક થઈ ગયો છે, એટલે હવે એને પાંસરો કરો.' અલ્યા, પાંસરો કરનાર કોણ ? વિભાવ થઈ ગયો છે, એ કહેનાર કોણ ? કહેનાર કોણ હશે ? અને ‘મારો આત્મા પાપી છે', એવું કહેનાર કોણ હશે તે ? એનું પૃથક્કરણ કરો. બોલનાર કોણ હશે ?
એ પોતે, પાપી ના હોય એ જ બોલેને એવું ? કોણ બોલે ? ‘મારો આત્મા પાપી છે, પણ હું પાપી નથી' કહે છે. વકીલ તો એવું જ પૂછેને, કે ‘ત્યારે તમે ?” ત્યારે કહે, “મારો આત્મા પાપી છે, હું નથી.’ લ્યો, એનો અર્થ એ જ થયો, આ વકીલ આવું ખોળી કાઢે ! ત્યારે કહે, હા. હવે આત્માને પાપી સુધી લઈ ગયા લોક. શું સ્વાદ કાઢે એમાંથી ? કેટલાક ધર્મોમાં કેમ આવું બોલતા હશે ?
પ્રશ્નકર્તા : એમને હજુ મિથ્યાત્વ ભાન છે.
દાદાશ્રી : ના, કશું ભાન જ નથી. મિથ્યાત્વ ભાન હોય તોયે બહુ સારું કહેવાય. તોયે ખબર પડે કે, આત્મા શી રીતે પાપી ? પાપી તો હું છું, આત્માને કેમ કહેવાય આપણાથી ? મિથ્યાત્વ ભાન હોય તે એટલું બોલે ને ? પાપી તો હું છું, આત્મા કેમ ? હવે એ ભૂલ શાથી થઈ હશે ?
આગળ સદ્ગુરુઓએ કહેલું, ભગવાને કહેલું, કે પ્રતિષ્ઠિત આત્મા પાપી છે, એવું કહેજો. તે ‘પ્રતિષ્ઠિત’ ઊડી ગયું અને મૂળ આત્માની ઉપર આવી ગયું. તેથી તો કૃપાળુદેવે કહ્યું, કે સચોડો આત્મા જ વોસરાવી દીધો. (વોસરાવવું-અર્પણ કરી દેવું) પુદ્ગલ વોસરાવવાનું હતું, તેને બદલે શું વોસરાવ્યું ? આત્મા વોસરાવી દીધો. પુદ્ગલ રહેવા દીધું પોતાની પાસે.
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
હવે કેટલાક સાધુ એવું માની બેઠા છે કે આત્મા અશુદ્ધ થઈ ગયો છે. અલ્યા મૂઆ, શી રીતે તું શુદ્ધ કરીશ એ પછી ? અશુદ્ધ થઈ ગયેલો શુદ્ધ શી રીતે થાય ?
૨૬
આત્મા ક્યારેય પણ અશુદ્ધ થયો નથી, કોઈ સેકન્ડમાં આત્મા અશુદ્ધ થયો નથી. અને થયો હોત તો શુદ્ધ કોઈ કરી શકત જ નહીં આ જગતમાં. કારણ કે એ સ્વભાવિક વસ્તુ છે, સ્વભાવિક વસ્તુને પ્લાસ્ટર-બ્લાસ્ટર (બગાડ ચોંટે નહીં) કશું અડે નહીં.
કોઈક શાસ્ત્રોએ એવું લખ્યું છે કે આત્મા મૂર્છિત થઈ જાય છે. આત્મા મૂર્છિત થાય તો આત્મા જ ન્હોય. અને મૂર્છિતને કોણ મટાડનાર ? તેનાથી કોઈ મોટો છે નહીં.
પ્રશ્નકર્તા : આમાં આત્માની પ્રેરણા તો છેને ?
દાદાશ્રી : પ્રેરણા હોય ત્યારે તો ભિખારો થઈ ગયો આત્મા.
પ્રેરણા કરનાર માણસ ગુનેગાર છે. અને તે ફરી છૂટકારો જ ના થાય પ્રેરણા કરનારનો. આત્માએ પ્રેરણા-પ્રેરણા કરી નથી. એ ભગવાન સ્વરૂપ છે. કોઈ દહાડો અશુદ્ધતા ઉત્પન્ન જ નથી થઈ.
બાકી, આ વિજ્ઞાનથી ઊભું થયેલું છે. એ જો પ્રેરણા કરે, તો પછી કાયમનો એનો સ્વભાવ બંધાઈ જાય અને જોખમદારી આવે એની, પ્રેરકની જોખમદારી છે. એટલે આ પ્રેરકેય, પોતાના જ કર્મોનું
ફળ એ પ્રેરક છે. અને તે વ્યવસ્થિત શક્તિથી થાય છે.
આ બે વસ્તુ જોડે હોવાથી ત્રીજો વિશેષ ગુણ ઉત્પન્ન થયો છે અને એ જ કર્મ ગ્રહણ કર્યા કરે છે. આ બેઉ એમની મેળે પોતાની સ્થિતિમાં જ હોય છે. મૂળ આત્મા તેની તે જ સ્થિતિમાં હોય છે, ફક્ત વિભાવિક પુદ્ગલ વિકારી બને છે. એટલે આ પ્રેરણા હોય તો કોઈ દહાડો છૂટે જ નહીં. આત્મા સંકલ્પ-વિકલ્પ કરતો જ નથી. સંકલ્પવિકલ્પ કરે તો જ એ પ્રેરણા કહેવાય. એટલે એ ભાવકર્મ કરતો નથી કે કર્મને પણ એ ગ્રહણ કરતો નથી, એ ‘હું’ જ બધું કરે છે. ભાવકર્મ આત્મા કરે તો એનો કાયમનો સ્વભાવ બંધાઈ જાય.