________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
[3] વિભાવ એટલે વિરુદ્ધભાવ ?
વ્યાખ્યા, વિભાવ તણી ! પ્રશ્નકર્તા : વિભાવના કારણે આ કષાયો ઉત્પન્ન થાય છે ? સ્વરૂપમાં નહીં રહેતાં, સ્વરૂપથી શ્રુત થતાં એ બધા વિભાવ ભાવો, કષાયના ભાવો બધા ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : વિભાવ ભાવ કોના છે ? વિભાવ એટલે શું ? પ્રશ્નકર્તા : સ્વભાવથી વિપરીત જવું તે.
દાદાશ્રી : ના, એ તો લોકોએ અર્થ આવો કર્યો છે, વિભાવનો અર્થ, સ્વભાવથી વિપરીત જવાનો. એને જો ટેવ કુટેવ પડી હોય ને, તો તો મોક્ષમાંય ના બેસી રહેવાય. ત્યાંથી પાછો દોડીને અહીં આવે. વિભાવનો અર્થ આવો નથી. આત્મા વિભાવી હોય ને, તો તો કોઈ દા'ડો કોઈ આત્મા મોક્ષે ત્યાં રહે જ નહીં. આવી આવી નાની ભૂલો એટલી બધી થઈ છે કે આખું જગત બધું બફાઈને મરી ગયું છે ! વિભાવ સમજવો જોઈએ કે ના સમજવો જોઈએ ?
પ્રશ્નકર્તા : આત્માએ વિભાવ કર્યો છે, શાસ્ત્રો કહે છે. દાદાશ્રી : વિભાવ કર્યો એટલે તમે શું સમજ્યા ? પ્રશ્નકર્તા : એ વિભાવની ભાવના એણે કરી એવી.
દાદાશ્રી : હવે એ જો વિભાવની ભાવના આત્મા કરતો હોયને તો તો એનો પોતાનો સ્વભાવ થઈ ગયો.
પ્રશ્નકર્તા : તો પછી વિભાવ કેવી રીતે થયો ?
દાદાશ્રી : વિભાવનો હું તમને બતાવું છું રસ્તો. પણ આ જે વિભાવનો અર્થ આવી રીતે ચાલે છે, વિદ્ધભાવ સમજ્યા છે કે “જે કરવાનું છે તેનાથી અવળું જ કરે છે આ. આ વિરુદ્ધભાવ આપણે કાઢવો જ પડશે.’ પણ આ જોય વિરુદ્ધભાવ, આ વિશેષભાવ છે. વિરુદ્ધભાવ હોય તો કાઢવો પડે. જો સ્વભાવની વિરુદ્ધ જાય તો એનો સ્વભાવ થઈ પડ્યો, વિરુદ્ધભાવ હોય તો તો એ કાયમનો ગુણ થયો, માટે મોક્ષમાંય એની જોડે જાય એ તો. એટલે વિરુદ્ધભાવ સમજ્યા છે. ને, તે આખું બધું ખોટું છે તદન, ૧૦૦ ટકા. આત્મામાં વિભાવ કરવાની શક્તિ જ નથી. આત્મા સ્વભાવિક જ છે અને સ્વભાવની વિરુદ્ધ જતો જ નથી કોઈ દહાડોય. તમને પોતાને સમજાય તો બોલજો, ‘હા’ પાડજો.
પ્રશ્નકર્તા : આત્માના પુદ્ગલ સાથેના જે સંયોગો ઊભા થયા ત્યારે જ આ વિભાવ ઉત્પન્ન થયોને ?
દાદાશ્રી : વિશેષભાવ થયો.
પ્રશ્નકર્તા : હા, તે ઊભો થયો એ સ્વભાવમાં ન ગણાય. એટલે વિભાવ એ આત્માનું જ પરિણામ ને ?
દાદાશ્રી : મારી વાત સાંભળોને, આત્માનું પરિણામ કહીએ તો તો પછી આપણે કો'કને વગર કામનું બોલીએ તો કેટલો બધો દોષ બેસે ?
પ્રશ્નકર્તા : આત્માના સ્વભાવમાં નથી પણ આત્મા એ જ પરિણામમાં પરિણમે છે માટે જ જકડાયેલો છે ને ?
દાદાશ્રી : ના, તે જ સમજવાનું છે. મારું કહેવાનું કે જો એને આત્માનાં પરિણામ કહો, તો ભયંકર દોષ બેસી જાય. જો પુદ્ગલનાં કહો તો પુદ્ગલનો હોય નહીં. એટલે શું છે એ ? પુદ્ગલ કહે છે, મારા હોય આ ગુણધર્મ. આત્મા કહે છે, મારા હોય આ. ત્યારે