________________
(૧.૨) ક્રોધ-માન-માયા-લોભ, કોના ગુણ ?
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : ઓહો ! ત્યાં સુધી કોનો આપણે કહેવો ? હા, તે ત્યાં સુધી કહેવાનો હોય તો આ છેવટે પુદ્ગલનો જ કહેવો પડશે. હા, પણ તે કોણ કહી શકે ? બધાં માણસો ના કહી શકે. અજ્ઞાનીએ તો મારો જ ગુણ છે, એવું કહેવું પડે. એક જ્ઞાની હોય એ જ એમ કહે કે આ પુદ્ગલનો ગુણ છે, મારો હોય આ.
પ્રશ્નકર્તા : એટલે ‘હું ક્રોધી છું, હું લોભી છું’ એમ કહેવું પડે ?
દાદાશ્રી : હા, ‘હું જ લોભી છું ને હું જ ક્રોધી છું’ એવું બોલવું પડે. અને જ્ઞાની બોલે છે કે આ પુદ્ગલનો સ્વભાવ છે. બન્નેના ગુણધર્મ જુદા છે. જ્ઞાની એનાથી મુક્ત થયેલા છે, એ માન્યતાથી રોંગ બિલીફથી અને અજ્ઞાનીને રોંગ બિલીફ ગઈ નથી. ‘હું ચંદુભાઈ ઈઝ ધી ફર્સ્ટ રોંગ બિલીફ. ‘હું વકીલ છું’ સેકન્ડ રોંગ બિલીફ, ‘આનો ભઈ થઉં, આનો કાકો થઉં, આનો ફૂઓ થઉં', બધી કેટલી રોંગ બિલીફો બેઠી છે !
ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ એ બધા વિશેષ ગુણો ઉત્પન્ન થયા છે. બાકી, આત્માનો મૂળ સ્વભાવ વીતરાગ છે. જડને રાગ-દ્વેષ છે જ નહીં, એય વીતરાગ જ છે. તો આ રાગ-દ્વેષ ક્યાંથી ઉત્પન્ન થયા ? ત્યારે કહે, વિશેષ ગુણો ઉત્પન્ન થવાથી. ક્રોધ-માન-માયા-લોભ, ગુરુલઘુ સ્વભાવના છે. આત્મા અગુરૂ-લઘુ સ્વભાવનો છે. જડ પણ અગુરુલઘુ સ્વભાવનું છે. બેના ગુણધર્મમાં ફેર છે ને ! આત્મા પોતાના ગુણધર્મમાંથી બહાર કોઈ દા'ડો ખસ્યો નથી. એ પોતાના ગુણધર્મમાં જ રહે છે, એના સ્વભાવિક ગુણો છે.
સ્ટેઈનલેસને જેમ કાટ નથી ચઢતો, વરસાદ, કાદવની અસર નથી થતી, તેમ આપણે કાદવમાં (સંસારરૂપી કાદવ) રહેવા છતાં કાટ આપણને નથી ચઢતો.
આ આત્મા વિભાવિક (વિરુદ્ધ ભાવી) નથી થયો, પણ આ વિશેષ પરિણામ છે. આ કશું જ નથી, માત્ર ભૂતાનાં વળગણ છે ને તે પાછાં મુદતી છે. તે જેની મુદત પૂરી થવા આવે તેને હું છોડાવી આપું. થોડો ટાઈમ આઘોપાછો કરી આપીએ. પણ ફોરેનર્સ કહે તો તેમને ના છોડાવી શકાય.
તેથી આ પઝલ કહેવાય છે ને ! અને તે કેવી રીતે પઝલ થયું છે, એ હું જોઈને બોલું છું. આ ગમ્યું નથી, એક્ઝક્ટ છે, જેમ છે તેમ, ભ્રાંતિ કે નથી આ. આ તો લોકોએ ભ્રાંતિ એ નામ આપેલું છે. કશું સમજણ ના પડી ત્યારે ભ્રાંતિ કહી.
કહેવામાં ફેર, જ્ઞાતી-અજ્ઞાતીને ! આ વિશેષ ગુણ એને વ્યતિરેક ગુણ કહેવામાં આવે છે. જે આ (જડ)માંય નથી, આ(ચેતન)માંય નથી. જે માને એનો પછી. ‘આ મને થાય છે', માલિકી માને તેનો.
પ્રશ્નકર્તા : આ વ્યતિરેક ગુણ આત્માનો નથી કે પુદ્ગલનો નથી, તો પછી આ બન્ને આત્મા ને પુદ્ગલ સાથે છે, તો ત્યાં સુધી આ કોને લાગે છે ? આ વ્યતિરેક ગુણ કોનો કહેવાય ?
આ વિજ્ઞાનથી ઊભું થયેલું છે જગત, કણ ભગવાને કહ્યું છે એ રીતે ! આ તો નૈમિત્તિક થઈ ગયેલું છે. આ તો આત્માનું વિશેષ સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ નથી આ. એ વિશેષ સ્વરૂપ તે આ વિજ્ઞાનથી ઊભું થયું છે, એ જ્યારે સમજવામાં આવે ત્યારે પોતાને પોતાની શક્તિ પ્રગટ થાય. અને પછી પેલો વિશેષભાવ ઊડી જાય. આને (હું) પોતાનો વિશેષભાવ અને સ્વભાવ, બેઉ ખ્યાલમાં હોય, પછી પોતાનું સ્વરૂપ અનુભવમાં આવી જાય.