________________
(૧.૨) ક્રોધ-માન-માયા-લોભ, કોના ગુણ ?
૧૯
૨૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : ચેતન ચેતનભાવ જ કરે છે. ચેતનના સ્વભાવ અને વિશેષભાવ બેઉ છે. તે વિશેષભાવથી આ ઊભું થાય છે. વિશેષભાવ પોતે જાણીજોઈને કરતો નથી. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ, સંજોગોના આધારે આ થાય છે. ખાલી વિશેષભાવ કરવાથી આ પુદ્ગલ ઊભું થાય છે.
ગુનો કોઇનો છે જ નહીં. ‘આ છું', એટલે ‘પુદ્ગલ હું છું” એવું ભાન થવું એ જ દુઃખદાયી છે. બીજું કશું દુઃખદાયી નથી. ચેતન ચેતનભાવ કરે છે. પુગલ પુદ્ગલભાવ કરે છે. બેઉ પોતપોતાના ભાવ
આત્મા નથી ભાવ કરતો. અહંકાર ભાવ કરે જ કે મારે આને મારવો છે. એટલે એને એવા જ પુદ્ગલો બધા ભેગા થાય. એ મારવાનો ભાવ કર્યો ને, એટલે એને આવતે ભવ મારવું જ પડે પેલાને. અને ત્યાર પછી એનું આવે રિએક્શન, તે પછી પેલો આને મારે. સંસાર ચાલ્યા જ કરશે, આમ કરતાં કરતાં..
આમાં ભૂલ કોની ? ભોગવે તેની. શું ભૂલ ? ત્યારે કહે છે, ‘હું ચંદુભાઈ છું' એ માન્યતા તારી ભૂલ. કારણ કે દોષિત જ કોઈ નથી. એટલે કોઈ ગુનેગાર નથી એમ સાબિત થાય. ગુનેગાર નથી એટલે કોઈ ગુનો કરતો નથી એવું સાબિત થાય છેને ? ત્યારે કહે છે, શું છે આની પાછળ ? ત્યારે કહે છે, ચેતન ગુનો કરે તો વાંધો આવે. ચેતન તો ગુનો કરતું નથી. ચેતન, ચેતનભાવ કર્યા કરે અને તેમાંથી આ પુદ્ગલ ઊભું થાય છે. એ પુદ્ગલ ઊભું થાય છે તેમાંથી આ ભાંજગડ ઊભી થાય છે. પણ તેયે દુઃખદાયી નથી. એ તો ખાલી આમ સંગ્રહસ્થાનમાં ગયા હોય એવું છે. સામસામી મિલન થાય, આમ થાય. ‘હું છું આ’ તે જ દુ:ખદાયી છે. ‘હું ચંદુભાઇ છું” એ જ દુ:ખદાયી છે, એ માન્યતા ખસી કે ખલાસ. કોઈ ગુનેગાર જેવું છે જ નહીં જગતમાં.
ગુનેગાર દેખાય છે, તે જે તમારી જોડે ક્રોધ-માન-માયા-લોભ જે વ્યતિરેક ગુણો છેને તે દેખાડે. પોતાની દૃષ્ટિથી ગુનેગાર નથી દેખતો. ક્રોધ-માન-માયા-લોભ દેખાડે છે. જેને ક્રોધ-માન-માયા-લોભ નથી, એને કોઈ દેખાડનાર છે નહીં ને દેખાતુંય નથી. ખરી રીતે એવું છે જ નહીં. ક્રોધ-માન-માયા-લોભ પેસી ગયાં છે ને હું ચંદુભાઈ છું’ એ માનવાથી પેસી ગયાં છે. એ “ચંદુભાઇ' માન્યતા તૂટી ગઈ એટલે જતાં રહેશે. ઘર ખાલી કરતાં જરા વાર લાગે, બહુ દહાડાનાં પેસી ગયેલાંને ?
પ્રશ્નકર્તા : ચેતન, ચેતનભાવ કરે છે, એનાથી આ પુદ્ગલ ઊભું થાય છે કે ચેતન વિભાવ કરે છે તેનાથી પુદ્ગલ ઊભું થાય
પ્રશ્નકર્તા : ચેતન ચેતનભાવ કર્યા કરે અને તેમાંથી આ પુદ્ગલ ઊભું થાય છે ?
દાદાશ્રી : હા, પુદ્ગલ એના પ્રભાવથી ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : ચેતનના ? તો આ શબ્દ ખોટો છે તેમાંથી નહીં, તેનાથી.
દાદાશ્રી : હા, ચેતન ભાવ કરે છે ને જેવો ભાવ કરે છે તેવું રૂપ થતું જાય છે. સ્ત્રી ભાવ કરે તો સ્ત્રી રૂપ થતો જાય. પુજ્ય ભાવ કરે તો પુરુષ રૂપ થતો જાય. હવે સ્ત્રી ભાવ આમ નથી કરતો પણ કપટ અને મોહ વધારે કરે એટલે પછી સ્ત્રી ભાવના પરમાણુ ઊભા થઇ જાય.
તેમાંથી ને તેનાથી બે સરખું જ ગણાય, આશય તો મુખ્ય વાત શબ્દ શબ્દ સમજાય એટલો જ છે. પોતાને એક્ઝક્ટનેસ ના દેખાય એ. એ જેણે જોયું હોય તે જ જુએ અને એ શબ્દથી આપી શકાય એવું ના હોય. જેટલી જે રીતે સમજાવાય એવી રીતે સમજાવ્યું હોય, શબ્દોથી. પણ એક્કેક્ટનેસ ના આપી શકાય.
ભ્રાંતિ કહે એય ભ્રાંતિ ! હવે વિશેષ ગુણમાં કયા કયા ગુણો થયા, કે આમ હું, અહંકાર,