________________
(૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ !
૧૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
તે મૂળ આત્મા તો આરોપ નથી કરતો પાછો. અજ્ઞાનથી વિશેષ પરિણામ ઊભાં થયાં છે.
પ્રશ્નકર્તા : એટલે આત્મા પોતે કરે છે આવું ? આત્મા એમ આરોપ કરે છે ?
દાદાશ્રી : મૂળ આત્મા તો આરોપ નથી કરતો. આ તો મૂળ આત્માનો જે એક દર્શન નામનો ગુણ છે, તે આ સંજોગોના દબાણને લઈને દર્શન એનું વિશેષભાવને પામે છે. અને વિશેષભાવને પામે ને તેનાથી આ બધું ઊભું થયું છે. સ્વભાવિકભાવને પામે તો વાંધો નથી પણ વિશેષભાવે પામે છે.
વ્યતિરેકમાં મુખ્ય, અહમ્ ! પ્રશ્નકર્તા : એટલે વ્યતિરેક ગુણોમાં અહમ્ભાવ ઉત્પન્ન થવો એવું નથી ?
દાદાશ્રી : ના, અહમ્ભાવ એ પોતે જ વ્યતિરેક ગુણ (મૂળ ફર્સ્ટ લેવલનો) છે, જ્યાં સુધી બે વસ્તુનો સામીપ્યભાવ છે અને અહમ્ભાવ ઊભો રહ્યો છે, ત્યાં સુધી વ્યતિરેક ગુણો બધાય રહે છે. મૂળ અહમ્ભાવ જ વ્યતિરેક ગુણનો મુખ્ય થાંભલો છે. એ ના હોય તો કશુંય નહીં. વ્યતિરેક નાસી જાય બધા, બિચારા !
પ્રશ્નકર્તા : રોંગ બિલીફ આપણે કહીએ છીએ, એ ને અહમ્ એક ?
દાદાશ્રી : એ અહંકાર જ છેને ! રોંગ બિલીફ એ જ અહંકાર અને રાઈટ બિલીફ એ શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : કષાય જે છે, એ કયા ગુણના પર્યાય છે ? દાદાશ્રી : પુદ્ગલ પર્યાય છે.
પ્રશ્નકર્તા : આપણે જે ભાવ કરીએ છીએ, એ પુદ્ગલનું પરિણામ છે ?
દાદાશ્રી : ભાવ (વિશેષભાવ) એ ચેતનની અજ્ઞાનતા છે અને ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલ પર્યાય છે.
ભાવ જે કરે છે તે અજ્ઞાન છે ત્યાં સુધી. અજ્ઞાન જાય તો ભાવ કરતો જ નથી.
પ્રશ્નકર્તા : જ્ઞાની હોય એ ભાવ નથી કરતા ?
દાદાશ્રી : નહીં. ભાવ નહીં. પછી સ્વભાવિકભાવ. તારા વિશેષભાવથી આ જગત ઊભું થયું છે. સ્વભાવિકભાવ એટલે તારો
મો.