________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ !
૧૩ પ્રશ્નકર્તા : એમાં મન-વચન-કાયા બધું આવી જાય ?
દાદાશ્રી : હા, મન-વચન-કાયા અને બીજું બધુંય માયા-બાયા બધુંય આવી જાય. અહંકાર સિવાય બધુંય પુદ્ગલના વિશેષભાવ છે. અહંકાર ગયો કે બધુંય ગયું. એટલે મૂળ બધુંય અહંકાર ઉપર છે.
આત્માના વિશેષ પરિણામમાં અહંકાર ઊભો થયો અને પુદ્ગલના વિશેષ પરિણામમાં, મૂળ જે સ્વભાવિક પુદ્ગલ હતું ને, તે ના રહ્યું.
પ્રશ્નકર્તા : સ્વભાવિક પુદ્ગલ કેવું હતું ?
દાદાશ્રી : સ્વભાવિક પુદ્ગલમાં છે તે ચોખ્ખું હોય હંમેશાં, લોહી-પરુ, ગંદવાડો કશોય ના હોય.
પ્રશ્નકર્તા : સ્વભાવિક પુદ્ગલનું અસ્તિત્વ શાનાથી થયું હોય ? દાદાશ્રી : એ તો મૂળ છે જ, સ્વભાવે અસ્તિત્વવાળું જ છે.
અહંકાર ચિંતવે તે પુદ્ગલ ધરે રૂપ.. વિશ્રા એ શુદ્ધ પરમાણુ જ છે અને પરમાણુ રૂપે કહેવાય છે. પણ એનો સ્વભાવ, પૌગલિક સ્વભાવ છે, ક્રિયાકારી સ્વભાવ છે, પૂરણ-ગલન સ્વભાવ છે એટલે આ બે અણુ ભેગા થયા, ત્રણ અણુ ભેગા થયા, પછી જોઈન્ટ થઈ જાય બધા. મોટું એ (પૂતળા જેવું) થઈ જાય, પાછું ખરવા માંડે. ભેગા થાય ને મોટું એ થઈ જાય, પાછો ટાઈમ થાય, પાછાં જુદા પડવા માંડે, પૂરણ-ગલન, પૂરણ ગલન. એટલે આ જેમાં લોહી-પરુ એવું તેવું ના નીકળે એ પૂરણ-ગલન છે, તે એ બધું સ્વભાવિક પૂરણ-ગલન, ચોખું એ છે તે વિશ્રસા. અને આ છે તે, કયું કહીએ છીએ આપણે ?
પ્રશ્નકર્તા : મિશ્રસા ? દાદાશ્રી : મિશ્રસા ને પ્રયોગસા. એટલે બે ભેગા થઈને. બે
જોઈન્ટ થયાં, પેલાનો અહમ્ થયો, એટલે અહીં આગળ પ્રયોગસા ઊભું થઈ જાય. પ્રયોગસા એટલે આમ પરમાણુ, જોઈન્ટ રૂપે ના થાય. પછી મિશ્રા થાય ત્યારે જોઈન્ટ રૂપે થાય. પ્રયોગસા તો પરમાણુ ભેગા થવાની બધી તૈયારીઓ. પછી મિશ્રસા થયા. મિશ્રણા થયા એ આ મનુષ્યના, બધાં જીવમાત્રના બોડી બધા. અને પછી વિશ્રસા, પછી ઊડવા માંડે પાછા. રસ ભોગવઈ જઈ, અહંકાર રસ ભોગવે. પછી આ (પુદ્ગલ) ફેરફાર થયા કરે.
પ્રશ્નકર્તા : જેવો જેવો અહંકાર રસ ભોગવતો હોય તેવો તેવો ફેરફાર થાય ?
દાદાશ્રી : હા, ફેરફાર. જેવું પેલો અહંકાર ચિંતવે ને, તેવું આ પુદ્ગલ થઈ જાય. પોતાને કશું કરવાનું નહીં. ચિંતવે કે આ થઈ જાય, એવું ક્રિયાકારી છે આ. પુદ્ગલ સ્વભાવથી જ ક્રિયાકારી અને તેમાંથી છે તે બેનો સાંધો મળ્યો. તે બેઉ વિશેષ પરિણામ પામ્યા. હવે વિશેષ પરિણામ કેમ બંધ થાય ? ત્યારે કહે છે, કે આ અહંકાર ખલાસ થાય એટલે આત્માનું વિશેષ પરિણામ ખલાસ થઈ ગયું. અને એટલે પછી પુદ્ગલનું વિશેષ પરિણામ એની મેળે જ ખલાસ થઈ જાય. અહંકાર છે ત્યાં સુધી પુદ્ગલનું વિશેષ પરિણામ એટલે અહંકાર ચિંતવે તો તેવું પુદ્ગલ થઈ જાય. એટલે પોતાના સ્વરૂપનું જ ચિંતવન થયું, પુદ્ગલનું ચિંતવન છૂટ્યું, એટલે બધું છૂટયું.
પ્રશ્નકર્તા : એટલે અહંકાર પુદ્ગલનું ચિંતવન કરે છે, એટલે પુદ્ગલ રૂપે થાય છે, અહંકાર જો સ્વભાવનું, પોતાનું આત્માનું...
દાદાશ્રી : સ્વભાવનું ચિંતવન, એને અહંકાર ગણાતો નથી. હંમેશાં અહંકાર હોય ને ત્યાં સુધી પુદ્ગલનું જ ચિંતવન કર્યા કરે છે. કેટલોક અહંકાર એવો હોય છે, શુદ્ધ અહંકાર, તે છે તે પોતાનું જ ચિંતવન કર્યા કરે છે, સ્વભાવિક રીતે. એટલે પછી સ્વભાવમય થઈ ગયો. પોતાના સ્વભાવને ઓળખ્યો એટલે ત્યારથી અહંકાર રહેતો જ
નથી.