________________
(૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
જ આવા ભાવો એની મેળે જ ઊભા થયા કરે છે, ક્રોધ-માન-માયાલોભ ઊભાં થયા કરે છે અને તેમાંથી પછી પરંપરા ચાલુ થાય છે. પછી બીજ નાખે ને પાછું એમાંથી ફળ આવે. એ ફળ પાછું બીજ નાખે ને બીજમાંથી પાછું ફળ આવે, એમ ચાલુ જ રહ્યું પછી.
ક્રોધ-માન-માયા-લોભ આત્માના વ્યતિરેક ગુણ છે, પોતાના નથી. બીજા છે માટે આ ઊભા થાય છે. આ જડનાય નથી અને ચેતનનાય નથી, વ્યતિરેક ગુણ છે. અને જ્ઞાન, દર્શન, શક્તિ, આનંદ અને અક્રિયતા એ બધા આત્માના અન્વય ગુણો છે.
સ્વભાવિક તે વિભાવિક પગલ ! પ્રશ્નકર્તા : એક સત્સંગમાં એવી રીતે નીકળેલું કે ‘વિશેષભાવથી શું થયું ?” ત્યારે કહે, ‘મિકેનિકલ ચેતન ઊભું થયું, પુદ્ગલ ઊભું થયું, પૂરણ-ગલનવાળું. એ સ્વરૂપ જ્યાં સુધી આપણું છે ત્યાં સુધી છૂટાય નહીં.’ તો આમાં મિકેનિકલ ચેતન, પુદ્ગલ અને પૂરણ-ગલન, વિશેષભાવ પછી આ ત્રણ વસ્તુ ઊભી થઈ છે ?
દાદાશ્રી : ત્રણેય એક જ છે. બધું મિકેનિકલ છે. પુદ્ગલ એનો અર્થ જ મિકેનિકલ છે. મિકેનિકલનો અર્થ શું ? એની મેળે ચાલ્યા કરે, ચંચળ જ રહે, એનું નામ મિકેનિકલ, નિરંતર ચંચળ રહે, એનું નામ પુદ્ગલ.
પ્રશ્નકર્તા : પણ મૂળ સ્વરૂપે પુદ્ગલ વિશ્રા છે ? દાદાશ્રી : હા, મૂળ સ્વરૂપે વિશ્રસા છે.
પ્રશ્નકર્તા : તો આ બાજુ આત્મામાં વિશેષભાવ થવાથી, પેલામાં આ પુદ્ગલ ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : આત્માનો વિશેષભાવ અહમ્ભાવ છે અને પુદ્ગલનો વિશેષભાવ પૂરણ-ગલન છે. અહમ્ ગયો એટલે પૂરણ-ગલન ગયું. મૂળ શુદ્ધ પરમાણુ થયાં તે પણ સ્વભાવિક પૂરણ-ગલનનો સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : એટલે પોતાનો જ્યાં સુધી અહમૂકાર છે, એ વિલય પામે એટલે પછી પેલામાં જે પુદ્ગલ છે, એ પુદ્ગલના બંધ, એની પણ નિર્જરા થતી જાય પછી ?
દાદાશ્રી : આ વિશેષભાવ જેટલો ઓછો થતો જાય એટલું પુદ્ગલ ઓછું થતું જાય, બધું ઓછું જ થઈ જાય. અહંકાર ઓછો થાય ને વિલય પામે એટલે પેલા બધા વિલય થવા માંડે. મૂળ પહેલો આત્માનો વિશેષભાવ ઉત્પન્ન થાય છે ને પછી પુદ્ગલનો વિશેષભાવ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : એટલે આનો અર્થ એમ કે જે શુદ્ધ પરમાણુઓ છે, વિશ્રસા સ્વરૂપે છે, એને આવું પુદ્ગલ નથી, પૂરણ-ચલન નથી ?
દાદાશ્રી : તેમાં આવું કશું હોય નહીં ને ! છતાં એ સ્વભાવથી જ ક્રિયાકારી છે.
પ્રશ્નકર્તા : એટલે સક્રિય છે ?
દાદાશ્રી : હા, સક્રિય છે, પણ એને પૂરણ-ગલન જ કહેવાય છે. પુદ્ગલ તો શેને કહેવાય ? મિશ્રચેતન એને જ પુદ્ગલ કહેવાય. બીજા બધાને પુદ્ગલ ના કહેવાય. બીજુ બધું તો પૂરણ-ગલન કહેવાય.
પ્રશ્નકર્તા : તો પછી પરમાણુ અને પુગલ એ બેમાં ફેર થયો ?
દાદાશ્રી : હા, પરમાણુ અને પુદ્ગલમાં ફેર છે. એક તો શુદ્ધ પુદ્ગલ હોય છે, અને બીજું વિશેષભાવી પુદ્ગલ છે. શુદ્ધ પુદ્ગલ પરમાણુ સ્વરૂપે છે, છતાં એ પરમાણુ સ્વભાવથી ક્રિયાકારી છે. એટલે શું કે અહીં બરફ પડતો હોય તો એમાંથી મોટું મહાવીરના પૂતળા જેવું થઈ ગયું હોય. એ પાછું ઓગળી જાય એટલે પૂરણ થાય, પાછું ગલન થાય. એ શુદ્ધ પુદ્ગલ કહેવાય. અને બીજું આત્મા અને પુદ્ગલના પરમાણુ ભેગા થવાથી ઉત્પન્ન થયેલું છે, એ વિશેષભાવી પુદ્ગલ છે, એમાં લોહી, હાડકાં, માંસ, એ બધું વિશેષભાવી પુદ્ગલ