________________
(૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ !
૧૦
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આત્મા બદલાયો નથી. આત્મા તેનો તે જ રહ્યો છે. વસ્તુ પોતાના સ્વભાવમાં જ છે.
બ્રાહ્મણ હોય, અને મહીં એને બિલીફ બેઠી હોય કે માંસાહાર ખાવામાં વાંધો નથી, તો એને બ્રાહ્મણપણું જતું રહ્યું નથી. પણ ખાલી બિલીફ બદલાયેલી છે. આમાં. પણ જો જ્ઞાન બદલાયું હોત ને, તો ફરી ના ઠેકાણે આવત. બિલીફ બદલાઈ છે, તેથી ફરી મૂળ સ્થાન પામે છે, નહીં તો મૂળસ્થાન ના પામત.
એવું છે ને, મૂળ અસલ આત્માને કશું થયું નથી. આ તો લોકોએ અજ્ઞાનનું પ્રદાન કર્યું એટલે સંસ્કાર બધા ઊભા થઈ ગયા છે. તે જન્મતાં જ લોકો ‘એને’ ‘ચંદુ, ચંદુ’ કરે. હવે પેલા બાબાને તો ખબર જ ના હોય કે આ શું કરે છે તે ? પણ એને આ લોક સંસ્કાર પાડ પાડ કરે છે. પછી “એ” માની બેસે છે કે “હું ચંદુ છું.’ પછી મોટો થાય ત્યારે કહે છે, “આ મારા મામા થાય ને આ મારા કાકા થાય.' એવું આ બધું અજ્ઞાન પ્રદાન કરવામાં આવે છે. તે ભ્રાંતિ ઊભી થઈ જાય છે. આમાં થાય છે. શું કે આત્માની એક શક્તિ આવરાય છે, દર્શન નામની શક્તિ આવરાય છે. એ દર્શન નામની શક્તિ આવરાવાથી આ બધું ઊભું થઈ ગયેલું છે. એ દર્શન જ્યારે ફરી સમું થાય, સમ્યક્ થાય, ત્યારે પાછા ‘પોતેપોતાનાં “મૂળ સ્વરૂપમાં બેસી જાય. આ દર્શન મિથ્યા થઈ ગયું છે અને એટલે આ ભૌતિકમાં જ સુખ છે એવું માની બેઠો છે. તે દર્શન સમું થાય તો આ ભૌતિક સુખની માન્યતા પણ ઊડી જાય. બીજું કશું બહુ લાંબુ બગડ્યું જ નથી. દૃષ્ટિ જ બગડી છે. એ દૃષ્ટિ અમે ફેરવી આપીએ છીએ.
પહેલું પૈણ પરમાત્માને ! આત્મા ને પુદ્ગલ પરમાણુના સામીપ્યભાવથી ‘વિશેષ પરિણામ’ ઊભું થયું, તેમાં અહંકાર ઊભો થયો. મૂળ જે સ્વભાવિક પુદ્ગલ હતું, તે ના રહ્યું.
પ્રશ્નકર્તા : એમ કરીને ઈગોઈઝમની ઉત્પત્તિ થઈ છે ? દાદાશ્રી : તેમાંથી ઈગોઈઝમની ઉત્પત્તિ થઈ. તેથી કરીને
પ્રશ્નકર્તા દેહની બાબતમાં સમજાઈ ગયું પણ આ જગત ઊભું થયું એમાં કયું જડ ને કયું ચેતન ?
દાદાશ્રી : ચેતન આનું આ જ, અત્યારે છે તે જ. જડ આ નહીં. અત્યારે જે જડ છે ને, એ તો વિકૃત જડ છે. વિકૃત એટલે મૂળ જે હોવું જોઇએ તે નહીં. અને મૂળ અણુ-પરમાણુ રૂપે છે. તે પરમાણુ ભેગા થઈને અણુ થાય છે. અણુ ભેગા થઇને સ્કંધ થાય છે. પણ એ ચોખ્ખું જડ કહેવાય અને આ વિકૃત કહેવાય. આમાંથી લોહી નીકળે, પરુ નીકળે, ગંધાઇ ઉઠે. પેલામાં પરુ- બરુ, લોહી-બોહી કશું ના નીકળે. હવે એવા બે આ, આત્મા તો આનો આ છે રિયલ છે તે અને જડ પરમાણુ બે ભેગા થવાથી, વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. પોતાના ગુણ ધર્મને બન્ને વસ્તુ છોડતા નથી. વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. એને વ્યતિરેક ગુણો કહેવાય. એ ક્રોધ-માન-માયા-લોભ થાય છે. અને ત્યાંથી અહંકારની શરૂઆત થાય છે, બીગિનિંગ થાય છે.
હવે, આત્મા કશું કરતો નહીં હોવા છતાં એક ફક્ત વિભાવ ઊભો થયો છે. પોતાનો સ્વભાવ એટલે જે પોતાના ભાવો છે અને વિભાવને બહીરભાવ કહેવાય છે. તે બહીરભાવ એટલે એક ખાલી આમ દૃષ્ટિ જ કરવાથી આ મૂર્તિઓ ઊભી થયેલી છે. દૃષ્ટિ આમ કરવાથી જ, બીજું કશું જ નથી કર્યું. જો કર્યું હોત તો તે જોખમદાર બનત. પણ એ અક્રિય સ્વભાવનો છે.
વિભાવ પછી વ્યતિરેક ! પ્રશ્નકર્તા : પહેલા વિશેષભાવો કરેલા છે, એટલે પછી આ ક્રોધમાન-માયા-લોભ ઊભાં થયા કરે છે કે પોતાની મેળે ? એટલે કેવી રીતે ઊભાં થાય છે ?
દાદાશ્રી : આત્મા અને પુદ્ગલ, એ બે વસ્તુ ભેગી થઈ ત્યારથી