________________
(૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ |
છે. આ (જડ)યે મૂળ ભાવને ચૂકી જાય છે. વિશેષભાવ બેઉના ભેગા થવાથી જ થાય છે. કોઈ કરતું નથી એટલે મૂળ ભાવને ચૂકી જાય છે બેઉ જણા અને સંસાર ચાલુ થઈ જાય છે. પછી જ્યારે આત્મા મૂળ ભાવમાં આવે, પોતે જાણે કે ‘હું કોણ છું’ ત્યારે એ છૂટે. ત્યાર પછી પુદ્ગલ પણ છૂટે.
જ્ઞાત તહિ, માત્ર બદલાઈ બિલીફ !
આત્માના વિમુખપણામાંથી સન્મુખ થતાં સુધીની આ બધી ક્રિયાઓ ચાલ્યા કરે છે. તે કેટલીક બાબતમાં તમારી (મહાત્માઓ માટે) આ માન્યતા તૂટી ગયેલી હોય ને કેટલીક બાબતમાં હજુ માન્યતા રહેલી હોય, ને સંસારીઓને અમુક અમુક અનુભવ થાય ને, તેમ તેમ થોડી થોડી માન્યતાઓ તૂટી ગયેલી હોય. આ અમને બધી માન્યતા સંપૂર્ણ છૂટી ગયેલી હોય. એટલે આ માન્યતાઓ છૂટને એટલે છૂટો જ છે. આ જ્ઞાન બદલાયું નથી, માન્યતા બદલાયેલી છે.
આ ચક્લીને જો એનું જ્ઞાન બદલાયું હોય ને, તો એ ચાંચો મારીને મરી જ જાત. પણ જ્ઞાન બદલાયું નથી, એની બિલીફ બદલાયેલી છે. પછી ઊડી ગયા પછી કશુંય નહીં. પાછી આવે તો બિલીફ પાછી ઊભી થઈ જાય કે સાલું, એ જ છે આ. પણ પાછું ઊડી ગઈ એટલે કશુંય નહીં. અને પેલું તો ઊડી ગયા પછી એ જ્ઞાન બદલાયું એટલે ખલાસ થઈ ગયું. પણ જ્ઞાન બદલાતું નથી.
એટલે દર્શનની ભ્રાંતિ છે, જ્ઞાનની ભ્રાંતિ નથી. દર્શનની ભ્રાંતિ એટલે કે ‘હું છું’ તેનું ભાન છે, પણ બીજું ‘હું’ શું છે તે ખબર નથી. જેમ કે ચગડોળમાં બેસતા પહેલાં જાણે છે કે પોતે બરાબર છે, તબિયત સારી છે. પણ ચગડોળમાં બેઠા પછી ઉતરે ત્યારે ઊલટી થાય, ચક્કર આવે અને બધું ફરતું દેખાય છે. ત્યારે આપણને શું કહે, એય ! આ બધું ફરે છે, આ બધું ફરે છે.' ત્યારે આપણે ઝાલી લેવા પડે. ‘આ બધું ફરે છે' કહે છે, એનું નામ ભ્રાંતિ. ત્યાર પછી ખબર પડે કે હું પહેલાં તો સારો હતો. પણ આ ફરતું દેખાય છે તે હું નથી ફરતો
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
તેટલું બ્રાંતિનું ભાન થાય. પણ આ બધાને તો એમ જ લાગે છે કે હું જ કરું છું.' એટલે ભ્રાંતિની પણ ખબર નથી. હિન્દુસ્તાનમાં હજુ એવા લોકો છે કે જેમને ભ્રાંતિની ખબર છે.
८
પ્રશ્નકર્તા ઃ આ જગતમાં માન્યતાઓને કારણે જ આ બધી તકરાર છે ને ? હૃદ ઊભાં થયાં છે ને ?
દાદાશ્રી : હા, આ બિલીફ જ બગડી છે. તેથી સંસાર ઊભો થયો છે. આખો સંસાર બિલીફ બગડવાથી ઊભો છે. હવે બે વસ્તુ સાથે મૂકવાથી વિશેષભાવ ઉત્પન્ન થયો, પછી બિલીફ બગડી. જેમ ચકલી ચાંચો મારે ને, તે ઘડીએ અહંકાર કામ કરી રહ્યો છે. એ ચાંચો મારનાર પોતે છે અને એ ચાંચો કોને મારે છે ? એ મારાથી જુદી વસ્તુ છે એવું માને છે. એટલે બિલીફ બદલાયેલી છે.
પ્રશ્નકર્તા : આ બિલીફ બંધાતા પહેલાં એને ઘણી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે ?
દાદાશ્રી : હા, એ તો પ્રક્રિયા ઉત્પન્ન થાય ત્યાર પછી જ બિલીફ બદલાય ને ! બિલીફ બંધાય. પ્રક્રિયા તો બધે અંદરખાને રહસ્યમય (ગુપ્તપણે) હોય જ. પ્રક્રિયા તો વચ્ચે હોય જ, પણ શું બંધાય છે એ આપણે જાણવું જોઈએ.
એટલે મૂળમાં અત્યારે આપણું બીજું કશું બગડ્યું નથી, ફક્ત આપણી બિલીફ જ બગડી છે. ફક્ત બિલીફ રાઈટ થઈ ગઈ તો રાઈટ આવી ગયું, બીજું કશું નથી.
રોંગ બિલીફ બેઠી છે એવું તો ‘આપણ’ને અનુભવમાં આવે ને કે આમ કેમ દુઃખ પડે છે ? એ રોંગ બિલીફ કાઢી નાખીએ તો રાઈટ બિલીફ છે જ. બીજું કશું બગડ્યું જ નથી. ‘આત્મા' તેવો ને તેવો જ છે. અને તે જ ભગવાન મહાવીર છે ને તે જ તીર્થંકરો છે, જે કહો તે, તે જ છે.
બિલીફમાં બદલાય છે, બીજું દ્રવ્ય, વસ્તુમાં નથી બદલાતું. કોઈ