________________
(૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ !
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : બન્નેનો સંયોગ આજુબાજુ હોવાથી ?
દાદાશ્રી : બન્નેનો સંયોગ થયો કે તરત વિશેષભાવ ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : માત્ર સંયોગને કારણે છે કે શેને કારણે છે ?
દાદાશ્રી : સંયોગના કારણથી છે ને બીજું કારણ છે અજ્ઞાનતાનું, એ વાત તો આપણે મહીં માની જ લેવાની. કારણ કે આપણે જે વાત કરીએ છીએને, તે અજ્ઞાનતાની અંદરની વાત કરીએ છીએ એ બાઉન્ડ્રી, જ્ઞાનની બાઉન્ડ્રીની વાત નથી કરતા આપણે. એટલે ત્યાં અજ્ઞાન દશામાં (વ્યવહાર) આત્માને આ વિશેષભાવ ઉત્પન્ન થાય
પછી થાય છે, વિભાવ થયા પછી. એટલે મૂળ કારણ વિભાવ છે. એને વિભાવિક પર્યાય કહ્યાં. મૂળ તત્ત્વના સ્વભાવિક પર્યાય તો જુદાં જ છે આનાથી. (પર્યાય એ સ્વભાવિક છે, પર્યાય દૃષ્ટિ એ રોંગ બિલીફ છે.)*
એ વિશેષભાવને વીતરાગોએ વિભાવ કહ્યો છે. ત્યારે આપણા લોકો શું સમજયા કે આત્માને સંસારની દૃષ્ટિ જ પલટાઈ ગઈ. અરે મૂઆ, નથી આ પલટાઈ. એવું હોય જ નહીં.
પોતાના દ્રવ્ય, ગુણ, પર્યાય એ તો શુદ્ધ જ છે. જેવા ભગવાન મહાવીરના હતા એવા જ શુદ્ધ છે. એ જ્ઞાનીએ જોયા પછી તમને આ જ્ઞાન આપ્યું હોય.
આત્માનો સ્વભાવ છે, પોતાનો સ્વભાવ એટલે પોતાના ગુણધર્મો અને પોતાની બાઉન્ડ્રીમાં જ હોય છે. આત્મા ગુણધર્મ અને બાઉન્ડ્રીની બહાર જતો નથી. અને એ એનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહીને પાછો આ વિશેષભાવ છે.
પ્રશ્નકર્તા : દાદા, સ્વભાવ અને વિભાવ બે વિરુદ્ધ છે ?
દાદાશ્રી : ના, વિભાવ એ વિશેષભાવ કહેવાય. વિશેષભાવ ‘હું' તરીકે ઉત્પન્ન થયો. ‘હું કંઈક છું ને આ મેં જ કર્યું, મારા સિવાય બીજું કોણ કરનાર ?” એ વિશેષભાવ. આ વિરુદ્ધભાવ નથી. આત્મામાં સ્વભાવિક ને વિરુદ્ધભાવ દશા બન્ને સાથે હોય તો આત્મા કહેવાય જ નહીં ને !
પ્રશ્નકર્તા : બેઉમાં વિશેષભાવ ઉત્પન્ન થાય છે ?
દાદાશ્રી : બન્નેમાં. પુદ્ગલ પરમાણુ (જડ)માંય વિશેષભાવ થાય છે ને આત્મામાંય વિશેષભાવ થાય છે.
આ એવું છે ને, પુદ્ગલ એ જીવંત વસ્તુ નથી. ત્યાં ભાવ હોતો નથી, પણ એ વિશેષભાવને ગ્રહણ કરે એવું તૈયાર થઈ જાય છે. એટલે એનામાંય ફેરફાર થાય છે અને આત્મામાં ફેરફાર થાય છે. હવે આત્મા કશું કરતો નથી આમાં, પુદ્ગલ કશું કરતું નથી, વિશેષભાવ " વિભાવ થયા પછીની પર્યાય સંબંધે વધુ વિગત ખંડ-૨ માં.
પછી પુદ્ગલના હાથમાં (બાજી) આવી જાય છે. આત્મા પછી પૂરાયો જેલમાં. પછી પુદ્ગલ સત્તા બધી. તોયે પણ જો કૉઝિઝ બંધ કરવામાં આવે તો પછી પુદ્ગલ સત્તા બંધ થઈ જાય. આપણે જ્ઞાન આપીએ છીએ ત્યારે કૉઝિઝ બંધ થાય છે. વિશેષભાવ થવાનો બંધ થાય છે, જે રૂટ કૉઝ છે. કૉઝ બંધ થયા કે થઈ ગયું, ખલાસ થઈ ગયું. પોતે પોતાને જાગૃતિ આવે. અજાગૃતિથી ઊભું થયેલું છે આ. શુદ્ધ ગુજરાતીમાં બોલવું હોય તો અજાગૃતિને બેભાનપણું કહે છે.
પ્રશ્નકર્તા : વિશેષભાવ બેઉનો અલગ અલગ ઉત્પન્ન થાય છે. કે બેઉને મળીને એક થાય છે ?
દાદાશ્રી : મૂળ આત્મા પહેલો વિશેષભાવી થયો. કારણ કે એને ચેતન ખરું ને ! પેલા બધામાં ચેતન નહીં એટલે પહેલો વિશેષભાવ ઉત્પન્ન થાય નહીં. પોતાનું સ્વરૂપ જેવું છે એવું રાખીને વિશેષભાવી થયો છે. પોતાના સ્વરૂપમાં ફેરફાર નથી થયો એટલે જ વિશેષભાવ કહે ને ! સ્વરૂપમાં ફેરફાર થયો હોત તો વિરુદ્ધભાવ થયો કહેવાય. આ તો વિશેષભાવ ઉત્પન્ન થયો એટલે આત્મા મૂળ ભાવને ચૂકી જાય