________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૧) વિભાવની વૈજ્ઞાનિક સમજ ! ઉત્પન્ન થાય છે, એ બરાબર સમજાવો.
દાદાશ્રી : આ શરીરમાં પુદ્ગલ અને આત્મા બે એકદમ નજીક હોવાથી એટલે આના દબાણને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે કે હું આ હોઈશ કે તે હોઈશ ? આના દબાણથી એમ થાય છે. કોઈ ક્રિયા થાય તો કહે, “મેં કરી કે બીજા કોઈએ કરી ? બીજો કોણ કરનાર ?” એટલે આ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. પોતે કંઈ પણ કર્યું નથી. આત્મા કર્તા જ નથી પણ ‘એને’ એમ થાય છે કે, “આ બીજું કોણ કરનાર છે ? હું જ, મેં જ કર્યું.” એ નજીકમાં હોય છે, એટલે એ ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. અને બીજું કોઈ કરનાર છે નહીં અને પોતે કર્તા છે નહીં છતાં “મેં કર્યું બોલે છે એ ભ્રાંતિ. એ સમીકરણ બંધનનું, તે બન્નેને આપણે છેટા પાડીએ કે “આ તમે હોય.' એટલે છૂટું પડી
ગયું.
દાદાશ્રી : ના, ના, વિશેષભાવ એટલે જે ગુણ પોતાના નથી તે ગુણો ઉત્પન્ન થઈ જાય, બે વસ્તુ સાથે રાખવાથી.
પ્રશ્નકર્તા : હા, એ બરાબર છે, પણ મૂળભૂત તો, આત્મામાં જે ગુણ છે અને પુદ્ગલ પરમાણુ (જડ)માં જે ગુણ છે એના હિસાબે બીજો ગુણ ઊભો થાય છે ?
દાદાશ્રી : મૂળ ગુણો છે ને એમની પાસે, પુદ્ગલ પરમાણુનો ગુણ સક્રિયપણું છે. એટલે આ વિભાવિક પુદ્ગલ ઊભું થાય છે. અને આ ચેતનને પોતાને કશુંય નથી, પણ પરઉપાધિ છે. એટલે આવું (વિભાવ) ઊભું થયું છે. આત્માની ઇચ્છાપૂર્વકનું નથી. બે વસ્તુ જોડે મૂકી હોય તો બન્નેના વિશેષભાવ ઉત્પન્ન થાય. પછી જો બે વસ્તુ અસરવાળી હોય તો પકડે અને અસર વગરની હોય તો ના પકડે, પણ વિશેષભાવ તો ઉત્પન્ન થાય જ અને આનું (પુદ્ગલ પરમાણુનું) આ સક્રિયપણું એટલે પકડી લે છે તરત.
પ્રશ્નકર્તા : એ પુદ્ગલ પકડી લે છે, એટલે આ તોફાન પુદ્ગલનું છે, એમ દેખાય છે.
- દાદાશ્રી : પુદ્ગલનો તો વાંક દેખાય, પણ પુદ્ગલ એકલાનો કોઈ ગુનો નથી. આ બે છે જોડે, તો છે. નહીં તો આ બે જુદા પડી ગયા તો ત્યાં અસર જ નથી.
પ્રશ્નકર્તા : વિભાવ તો સ્વભાવથી જુદી વસ્તુ છે ને ?
દાદાશ્રી : ના, વિભાવ એ તો જડ અને ચેતન તત્ત્વના પાસે પાસે આવવાથી કે તિસરું વિશેષ પરિણામ ઉત્પન્ન થાય છે તેને કહ્યો
પ્રશ્નકર્તા: પુદ્ગલ પરમાણુઓની ચંચળતા છે, એના હિસાબે આત્મતત્ત્વને ભ્રાંતિ થતી હશે ?
દાદાશ્રી : ના, તો તો પછી એ સામાનો ગુનો લાગુ થયો. આપણને શું અડે ? આ તો બે વસ્તુ સાથે રહેવાથી વિશેષ ગુણ ઉત્પન્ન થાય.
પ્રશ્નકર્તા : એ તો બરાબર છે, પણ બે વસ્તુ સાથે કેમ આવે?
દાદાશ્રી : છ શાશ્વત વસ્તુઓ સાથે છે જ પહેલેથી. પણ આ બે વસ્તુ જડ અને ચેતન એવી છે કે વિશેષ ગુણ ઉત્પન્ન થાય. બીજી બધી વસ્તુઓ જોડે હોય તો વિશેષ ગુણ ઉત્પન્ન નથી થતો. જડ અને ચેતન બે ભેગું થવાથી પ્રથમ વિભાવમાં ‘હું ઉત્પન્ન થાય છે.
પ્રશ્નકર્તા : ફક્ત આમાં થાય છે ? દાદાશ્રી : આ બે એકલી જ વસ્તુ એવી છે.
પ્રશ્નકર્તા ઃ એ બન્ને તત્ત્વોનાં એવાં મૂળભૂત ગુણો જ હશે ને ? પરસ્પરના ગુણોના હિસાબે જ આવું થતું હશે ને ?
પ્રશ્નકર્તા : પણ આત્મામાં વિભાવ નથી હોતો, દ્રવ્ય દૃષ્ટિમાં વિભાવ નથી, પણ એ પર્યાય દૃષ્ટિમાં આવે છે ત્યારે વિભાવ ઉત્પન્ન થાય છે, એ વાત તો સાચી ને ?
દાદાશ્રી : વિભાવ વગર તો પર્યાયદૃષ્ટિ થાય નહીં. પર્યાયદૃષ્ટિ