________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૧
ખંડ - ૧ વિભાવ - વિશેષભાવ - વ્યતિરેક ગુણ
[૧]. વિભાવતી વૈજ્ઞાનિક સમજ !
વિશ્વની ઉત્પતિનું મૂળ કારણ ! પ્રશ્નકર્તા : પરમાત્માને વિશ્વની ઉત્પત્તિનું મૂળ કારણ પણ કહે છે ને ?
દાદાશ્રી : પરમાત્માને મૂળ કારણ કહે છે. મૂળ કારણ તો છે જ ને ! પણ મૂળ કારણ એ સંયોગી સંબંધથી છે, સ્વતંત્ર સંબંધથી નથી.
પ્રશ્નકર્તા : એ સમજાવો.
દાદાશ્રી : ભગવાન એ સ્વતંત્ર કારણ નથી. કહેવું હોય તો, શોધખોળ કરીએ તો કારણ તો જડે ખરું પણ મહીં પોતે સ્વતંત્ર કારણ થયા નથી. હવે સ્વતંત્ર જો થયા હોય તો મૂળ કારણ કહેવાય. અને કોકના દબાણથી થયા હોય તો ?
કારણ બીજું કશું નથી પણ કહેવું તો પડે ને ! અત્યારે કો'ક પૂછે કે ભઇ, આનું મૂળ કારણ કશું આમાં છે ? તો આ છે. એટલે મૂળ કારણ તરીકે કારણ કહેવું પડે.
એટલે જગતનું મૂળ કારણ તો વાસ્તવિકતામાં આ પણ વિશેષભાવ થયેલો છે. આજના સાયન્ટિસ્ટો આ સમજી શકે છે. બે વસ્તુની જડ અને ચેતનની હાજરીથી ત્રીજો વિશેષભાવ-વિશેષ ગુણ ઉત્પન્ન થાય છે. તેથી આ જગત ઊભું થયું.
આ જગત વિજ્ઞાનથી ઊભું થયું છે અને વિજ્ઞાન જ આનું કર્તા છે. આ સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ એટલા માટે કહું છું. અને આ જોઈને બોલું છું, આ પુસ્તકની વાત નથી, આ ગમ્યું નથી, તદન ન્યુ (નવી) અને ઊઘાડી વાત છે.
પ્રશ્નકર્તા : પહેલું કોઝ કર્યું ? સૌથી મોટું કારણ કયું ?
દાદાશ્રી : બે તત્ત્વો સાથે રહ્યાંને તે જ કોઝ. આ બધાં તત્ત્વો જોડે રહી અને પરિવર્તન કરે છે, પરિવર્તન સ્વભાવનાં છે. એટલે એ જ કોઝ છે, બીજું કોઈ કોઝ નથી એમાં.
બાકી આત્મા તો તેવો ને તેવો જ છે. એને કશું અડે એવું નથી. વસ્તુ નિર્લેપ જ છે, અસંગ જ છે. ફક્ત આ બે વસ્તુ સાથે રહેવાથી આ વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો. ત્યાંથી પછી એનામાંથી કોઝીઝ એન્ડ ઈફેક્ટ, કોઝીઝ એન્ડ ઇફેક્ટ ચાલ્યા જ કરે છે.
આ જગતની છ ઈટર્નલ (શાશ્વત) વસ્તુ છે. છ તત્ત્વો છે, તે સનાતન તત્ત્વો છે. તે બધાં તત્ત્વો સમસરણ કરે છે. સમસરણ એટલે એક તત્ત્વ બીજા તત્ત્વની સાથે થાય છે, તેમાં જડ અને ચેતન તત્ત્વ સામીપ્યમાં આવવાથી વ્યતિરેક ગુણ (વિશેષ ગુણ) ઉત્પન્ન થાય છે, એમાં ‘હું પણું મનાય છે કે, ‘હું છું, હું કરું છું.'
આ જગતમાં બે વસ્તુ છે; ‘તમે’ અને ‘સંયોગો’. ‘આત્મા’ બંધાયેલો નથી પણ સંયોગોથી ઘેરાયેલો છે, પણ નિકટ સંયોગ છે એટલે ‘તમને' બ્રાંતિ થાય છે.
ભ્રાંતિતી ભવાઈ, સામીપ્યભાવથી ! પ્રશ્નકર્તા : હવે દાદાજી, આ સામીપ્યભાવને લઈને ભ્રાંતિ