________________
પ્રમાણે સાયકલ આખી રીપીટ થતી જાય. (માણસોનું પ્રમાણ તો આપણે માત્ર દૃષ્ટાંત સમજવા માટે જ અહીં મૂક્યું છે.)
આત્માને ‘પોતાને’ કશું કરવાનું રહેતું નથી. એના ધર્મ બદલાયા કરે. એની અંદર બધું ઝળકે. એમાં એને શું બોજો ? અરીસા સામે કોઈ ચાળા પાડે તે બેઉમાં કોને નુકસાન ?
[૪] અવસ્થાને જોતારો ‘પોતે' !
ખરેખર કોઈ અવસ્થા ‘પોતાને’ ગૂંચવતી નથી. અવસ્થાને સ્વભાવ મનાવતી ‘પોતાની’ માન્યતાથી જ ગૂંચવાડો છે. સ્વભાવ એટલે તત્ત્વ. અવસ્થાને ‘હું જ છું’ માને છે તેથી સંસાર વધે છે. આત્માનો સ્વભાવ ‘જોવું-જાણવું’. ‘તમે’ જોયા જ કરો અવસ્થાઓને.
અવસ્થાને નિત્ય માને તેનાં દુઃખો છે બધાં. ધુમ્મસ આવવાથી શું ગભરાવાય ? થોડીવારમાં એ વિખરાઈ જશે. વસ્તુ નિત્ય છે, અવસ્થા અનિત્ય છે. આ દેખાય છે તે તમામ મૂળ તત્ત્વોની અવસ્થાઓ જ દેખાય છે, મૂળ તત્ત્વ નહીં. એ દેખાય તો તો કામ જ થઈ જાય.
જગતમાં બધાને અવસ્થા દૃષ્ટિ હોય. ‘અહીં’ આત્માનું જ્ઞાન મળ્યા (જ્ઞાનવિધિ) પછી તત્ત્વદષ્ટિ ઉત્પન્ન થાય છે. રીયલ આત્મા રીયલ તત્ત્વોને જ જુએ અને સંસારી આત્મા છે તે અવસ્થાને જુએ.
જ્ઞાન મળ્યા પછી ક્યાંય શેયમાં ચોંટે તો તુર્ત જ તત્ત્વદૃષ્ટિથી સમજાઈ જાય કે આ ‘ચંદુભાઈ’નું છે, મારું ન્હોય.
તત્ત્વની અવસ્થાના એળિયા (હેરિયાં) પડે. જેમ સૂર્યનારાયણ વાદળની પાછળ હોય છતાંય તેની અવસ્થાના એળિયા પડે.
અવસ્થા દૃષ્ટિથી જુએ તો તેનો પ્રભાવ પડે, આકર્ષણ-વિકર્ષણ થાય, તત્ત્વદૃષ્ટિથી નહીં.
અવસ્થામાં ‘હું’પણું માને કે તુર્ત જ તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય. તત્ત્વદૃષ્ટિથી મોક્ષ થાય. તત્ત્વદૃષ્ટિથી જોનારને લાભ થાય. સામામાં આત્મા દેખાય. જ્યારે અવસ્થા દૃષ્ટિથી જોનાર તેમાં ખોવાઈ જશે. તત્ત્વદષ્ટિવાળાને દૂધમાં થી દેખાય, તલમાં તેલ દેખાય !
તત્ત્વદૃષ્ટિ થયા સિવાય ‘જ્ઞાનક્રિયાભ્યામ્ મોક્ષ’ ક્યારેય પણ ના
54
થાય. કારણ કે તત્ત્વદૃષ્ટિ વિના અવસ્થાને જ જ્ઞાનક્રિયા મનાય, પણ તે બધું તો અજ્ઞાનક્રિયા કહેવાય.
જે અવસ્થામાં પડ્યો તેવું તેનું નામ થાય. પગ તૂટ્યો તો લંગડો, ટાઈપ કરે તો ટાઈપીસ્ટ, ડ્રાઈવ કરે તે ડ્રાયવર. બધું રિલેટીવ છે, રીયલમાં તો દુનિયા પોલંપોલ છે.
જન્મે તે આદિ ને મરે તે અંત અને આત્મા અનાદિ અનંત. જીવે મરે તે જીવ. જન્મ-મરણ ભ્રાંતિ છે. હકીકતમાં અવસ્થાફેર છે.
જ્ઞાનીની ભાષા જગથી ન્યારી.
આત્મા જ્ઞાની નથી, જ્ઞાનીનો ફેઝ છે એને જોયા કરવાનું. કોઝિઝ-ઈફેક્ટ અવસ્થામાં હોય, તત્ત્વમાં નહીં.
બુદ્ધિ અવસ્થાને સ્વરૂપ મનાવડાવે, ત્યારે દાદાને યાદ કરીને કહે કે ‘હું વીતરાગ છું’ તો બુદ્ધિબેન બેસી જાય !
જ્ઞાન પછી શેય-જ્ઞાતા સંબંધને માત્ર જાણવાનો. આત્માનું ભ્રાંતિથી કંઈ પણ વિચારેલું, શાતા-શેયના સંબંધને જાણવાથી જ જાય. તે સિવાય ના જાય, કારણ કે આત્માની હાજરીમાં તન્મયાકાર થવાથી સ્ટેમ્પવાળા વિચારો થઈ જાય.
‘હું’માં પડું એટલે અવસ્થામાં અસ્વસ્થ અને ‘સ્વ’માં સ્વસ્થ થયો એટલે પરમાત્મા.
અરીસામાં હિમાલય દેખાય, તેથી કંઈ અરીસાને ભાર લાગે ? જ્ઞાનીને સંસાર અવસ્થા અડે જ નહીં તો ભાર ક્યાંથી ?
બધા જ પર્યાયો, બધા જ સૂક્ષ્મ સંયોગો શુદ્ધ થતાં જ અનંત જ્ઞાની
થાય.
ટૂંકમાં સમજી જાવ કે ‘હું આત્મા છું’ ને બીજું બધું જ પર્યાય છે. તો ટૂંકામાં પાર આવે.
આત્માની વિભાવિક અવસ્થાથી રાગ-દ્વેષ ને સ્વભાવિક અવસ્થાથી વીતરાગ !
મન-વચન-કાયાની અવસ્થામાં મુકામ કરે ત્યાં અસ્વસ્થ, નિરંતર
55