________________
અંતરદાહ બળ્યા જ કરે. અવસ્થાઓનું તો નિરંતર સમસરણ થયા જ કરે છે, એમાં મુકામ કરનારને સુખ-શાંતિ ક્યાંથી ? પાછલી ગુનેગારીના ફળ સ્વરૂપે આજે ભેગી થાય છે અવસ્થાઓ !
અવસ્થાની ભજના મૂકી ‘સ્વ’ની ભજનામાં હે જીવ રાચ !
આંખના પલકારાય અવસ્થા, પાછા ઑટોમેટિક થાય ! જાતે કરવાના હોય તો તેની રીધમ કે કાઉન્ટના ઠેકાણાં રહે ?
ઈન્સિડન્ટમાં અવસ્થા સમાય, કારણ કે અવસ્થા એક સંયોગ છે. પણ અવસ્થામાં ઈન્સિડન્ટ ના સમાય.
જે જે અવસ્થા ગમી તે સંયોગ ભેગો થવાનો.
તત્ત્વો ભેગાં થવાથી ‘અહં’ ઊભો થાય છે, તે શું બદલાય ? અહંનો નાશ તો કેવળજ્ઞાન થાય ત્યારે જ થાય. બીજી બધી અવસ્થાઓનો તરત
નાશ થાય.
કોઈ પણ અવસ્થા કુદરતી નિયમથી ૪૮ મિનિટથી વધારે ના ટકે. દાદાશ્રી કહે છે કે ‘અમે દુનિયાની કોઈ પણ અવસ્થા ચાખવામાં બાકી નથી રાખી.’
ગમતીમાં તન્મયાકાર તો ગમતું બાંધે ને ના ગમતીમાં ના તન્મયાકાર થાય તોય ના ગમતું જ બંધાય.
અવસ્થામાં લક્ષ ગયું તો ત્યાં ઘા પડે ને ના ગયું તો અવસ્થા સ્વાહા થાય, જાગૃતિ યજ્ઞમાં !
પૂર્વે જે પર્યાયોનું વેદન વિશેષ કર્યું હોય તે અત્યારે વધુ આવે અને કલાકોના કલાકો ચિત્ત ત્યાં ચોંટી રહે. એને ડખો કહ્યો. અવસ્થાને ‘ન્હોય મારી’ કરે તો જ એ છૂટે. જ્ઞાની કોઈ પણ અવસ્થામાં ક્ષણવારેય ના ચોંટે !
વર્તમાનમાં વર્ત. અવસ્થા ડિસ્ચાર્જ છે તે પાછી ક્યારેય ના આવે.
અવસ્થાઓ સ્વાહા ક્યારે થાય ? અવસ્થાને જ્ઞેય તરીકે જ્ઞાતા જુદું ‘જાણે’, મન બગડે તો અનેક વાર પ્રતિક્રમણ કરી ભૂંસી નાખે. તો આત્મા ચોંટેલા પર્યાયોથી મુક્ત થાય !
56
અવસ્થાને ના પકડે તોય જતી રહેવાની ને પકડી રાખો તોય જતી રહેવાની. માટે એને આવજો કરીએ.
અજ્ઞાની અવસ્થાને પોતાપણું માને છે, ‘હું જ છું’ માને છે. જ્ઞાની તેને માત્ર ‘જુએ’ ને ‘જાણે’ !
જે દવાથી રોગ મટે તે દવા સાચી. જે જ્ઞાનથી સંસાર છૂટે તે સાચું આત્મજ્ઞાન. જ્ઞાન વપરાય તેને પ્રજ્ઞા કહેવાય.
જે પદ શ્રી સર્વશે દીઠું શાનમાં, કહી શક્યા નહીં તે પદ શ્રી વીતરાગ જો.
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવ ગોચર માત્ર રહ્યું એ જ્ઞાન જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? - શ્રીમદ્ રાજચંદ્ર દાદાશ્રી ઠોકી ઠોકીને કહે છે, કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો, આ પરપોટો ફૂટે તે પહેલાં !!!
- ડૉ. તીરુબહેત અમીત
57