________________
આત્માની અવસ્થા એની બાઉન્ડ્રીમાં રહીને બદલાય છે, ત્યારે પુદ્ગલ સામીપ્યભાવ હોવાને કારણે, એના ચાળા પાડે છે. પુદ્ગલની અવસ્થા પણ સ્વભાવિકપણે બદલાયા કરે છે, તેને ‘હું બદલાઉ છું' એવી માન્યતા ખડી થાય છે. સામીપ્યભાવથી જે વ્યતિરેક ગુણો ઉત્પન્ન થાય છે, જેના નિમિત્તે પુગલની અવસ્થા બદલાયા કરે છે.
જડના દબાણથી ચેતન વિભાગ દશા પામે છે ત્યાં જ ઊભું થયું ‘હું', એને જ બ્રાંતભાવનો અહંકાર કહ્યો. પછી આગળ વધીને ‘હું'ને “હું ચંદુ છું' એવી માન્યતા ઊભી થતાં એને પૌગલિક ભાવનો અહંકાર કહ્યો.
પુદ્ગલ પરિણામો એટલે કે પૌદ્ગલિક પર્યાયો કોને કહેવા ?
પુદ્ગલમાંથી પુદ્ગલ પરિણામ જ ઊભાં થાય ને ચેતનમાંથી ચેતન પરિણામ જ ઊભાં થાય. આખું જગત અચેતન પર્યાયથી જ ચાલે છે. જ્ઞાનીને એ અડે નહીં ને અજ્ઞાનીને અસર કરે.
બધાના સાર રૂપે અંતે પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, પર્યાય નહીં સમજાય તો મોક્ષે નહીં જવાય ? જવાશે. કરાણ કે, જ્ઞાનીની પાંચ આજ્ઞા પાળવાથી મોક્ષ થશે.
આ પર્યાય બહુ ઝીણી વસ્તુ છે. એમાં બહુ ઊંડા ઊતરવું નહીં. આપણે સ્પિનિંગ (જાડું કાંતવું) કરવું, વીવિંગ(વણવું)માં જોઈ લેવાશે પછી.
આપણે દ્રવ્ય-ગુણ-પર્યાયથી હું સંપૂર્ણ શુદ્ધ છું એવું બોલવું. બાકી એમાંથી એકુય સમજાય નહીં અને સમજાય તે કેવળજ્ઞાન સ્વરૂપમાં આવી ગયો !!!
[3] અવસ્થાતા ઉદયાસ્ત ! આત્માના પર્યાયો પોતાના પ્રદેશમાં રહીને બદલાય છે. સ્વભાવિક આત્મા તો તેનો તે જ છે, ટંકોત્કીર્ણ છે.
પુદ્ગલની અવસ્થા છે ને (વિભાવિક) આત્માનીય અવસ્થા છે. તે બે ભેગી કરીને “પોતે માથાકૂટ કરે છે.
કર્મરાજ વાસ્તવિકતામાં કોને ને કેવી રીતે ચોંટે છે ? વાસ્તવિકતામાં કર્મજ આત્માના દ્રવ્યને, ગુણને કે પર્યાયને ચોંટતા નથી. જો ચોંટે તો પછી ઉખડે જ નહીં ને ! એટલે ખરેખર તો ભ્રાંતિરસથી પોતે આ છે
બોલે છે કે “મેં આ કર્યું” ને “આ મારું'. એટલે પુદ્ગલ અને આત્માની વચ્ચે ભ્રાંતિરસ પડે છે. એનાથી જ ચોંટેલું છે, બસ. જ્ઞાની ભ્રાંતિરસ ઓગાળી આપે પછી “મેં નથી કર્યું અને મારું હોય’ એ થાય છે ને પછી દ્રવ્ય છૂટું થાય છે.
અવસ્થા ઉદયાસ્તવાળી હોય. મનુષ્ય, સ્ત્રી, પુરુષ, ગધેડો, ગાય, ભેંસ એ બધા આત્માના ફેઝીઝ છે, જેમ બીજ, ત્રીજ. ચંદ્રના ફેઝ છે ! મનુષ્યપણામાં જે ગુણ વિશેષ પ્રમાણમાં ડેવલપ થયો તે મુજબ ગતિ થાય.
આમાં આત્મા તો તેનો તે જ છે.
હિન્દુમાં પંચ મહાભૂત અને છઠું તત્ત્વ આત્મા એમ વર્ણન છે અને મહાવીર ભગવાને છ તત્ત્વો જુદાં કહ્યાં છે. (૧) હિન્દુ ધર્મ :- પંચ મહાભૂતમાં પૃથ્વી, વાયુ, આકાશ,
જલ, અગ્નિ (આમાં આત્મા નથી.) (૨) મહાવીર ભગવાન :- છ સનાતન તત્ત્વો જેમાં ચેતન, જડ,
ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ,
કાળ. પંચ મહાભૂતમાં પૃથ્વી, વાયુ, અગ્નિ, જલ, આ ચાર મૂળ તત્ત્વ જ નથી, એ તો એક જ સનાતન, મૂળ જડ તત્ત્વ અણુની અવસ્થાઓ જ છે. જ્યારે આકાશ અલગ, જુદું જ સનાતન ગણાય છે.
પંચ મહાભૂતોથી જ શરીર બંધાયું છે, તો પછી આમાં હલનચલન કેવી રીતે થાય છે ? એ કયા તત્ત્વોથી છે ? માટે કંઈક સમજણ ફેર છે. દેહમાં શું શું છે ? પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, આકાશ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને નવમું ચેતન પોતે.
દેહ, મન, અહંકાર એ બધામાં આકાશ અને બીજા ચાર પંચ મહાભૂતમાંના (જે જડ તત્ત્વની અવસ્થાઓ છે) તેમ જ કાળ, ગતિ સહાયક ને સ્થિતિ સહાયક આ બધાથી બનેલા છે. અહંકારનો વિનાશ થાય છે. અહંકારમાં ચેતન ભળેલું નથી પણ તેનો પ્રભાવ છે એની પર.
મનુષ્યમાં પાંચ મહાભૂતોનું ઈમ્બેલેન્સ થઈ ગયું છે. કર્મના ઉદય પ્રમાણે ઓછા-વત્તો ખોરાક લેવાય તેથી ઈમ્બેલેન્સ થાય છે !
50