________________
(જીવતા) અહંકાર સહિતની બુદ્ધિ છે તેને રાગ-દ્વેષ છે. અહંકાર ના ભળે તો એ બુદ્ધિ ‘આ રાગ છે’ એવું જુએ, ‘આ દ્વેષ છે’ એવું જુએ, પણ એને રાગ-દ્વેષ થાય નહીં.
એટલે અહીં બુદ્ધિ જે વિભાવિક (૧) અહંકાર રહિતની બુદ્ધિ :
પર્યાય છે તે બે પ્રકારની થઈ. ‘આ રાગ છે, આ દ્વેષ છે’ એવું જુએ-જાણે પણ રાગ-દ્વેષ થતાં
નથી.
(૨) અહંકાર સહિતની બુદ્ધિ :- ‘આ સારું છે, આ ખોટું છે' એવું જુએ-જાણે અને રાગ-દ્વેષ થાય છે.
જ્ઞેયથી શુદ્ધતા આવી જાય તો આખોય શુદ્ધ થઈ જાય, પર્યાય અને શેયથી. (જ્ઞેયોમાં તન્મયાકાર૫ણું છૂટે, જ્ઞેયોનો વીતરાગતાથી જ્ઞાતા રહે, એમ શેયોથી પોતાને શુદ્ધતા આવતી જાય છે.)
બુદ્ધિ ક્યાંથી ઉત્પન્ન થઈ ? એ વિભાવિક આત્માના પર્યાયથી નીકળે છે. જ્યારે પર્યાયમાં પણ ‘તમને’ શુદ્ધ દેખાય, ત્યારે મૂળ શુદ્ધાત્મા થયો કહેવાય.
દાદાશ્રી પોતાના પર્યાય માટે કહે છે કે “અમારી જેટલી કચાશ છે એટલા જ પર્યાય બગડેલા. એ બધા જો શુદ્ધ થઈ જાય તો જ્ઞાન એકદમ શુદ્ધ થઈ જાય. પછી પૂર્ણાહૂતિ આવે.'
પર્યાયમાં વીતરાગતા ક્યારે આવે ? સંપૂર્ણ ચોખ્ખા થવાય ત્યારે. બધાં કર્મોનો નિકાલ થાય ત્યારે. પહેલાં અંદર ચોખ્ખો થઈ જાય પછી ઘણા કાળે બહાર ચોખ્ખું થાય.
આત્મદ્રવ્યનું સ્વરૂપ, જ્ઞાન (ગુણ) અને પર્યાય હોય તે.
અવસ્થા સ્વરૂપને જુએ પર્યાય. જેટલામાં જ્ઞાન અંતરાઈ રહે એટલામાં પર્યાયથી જુએ. અને ‘પોતે’ જ્ઞાનમાં જુએ ત્યારે આખું કેવળજ્ઞાન સ્વરૂપ જ દેખાય.
કેવળજ્ઞાન કદી પર્યાય સ્વરૂપે હોતું નથી. જ્ઞાન ગુણ તો સંસાર અપેક્ષાએ કહ્યો. આત્માનો મૂળ ગુણ તો વિજ્ઞાન સુધી જઈ શકે.
48
શું બુદ્ધિને મતિજ્ઞાન કહેવાય ? ના. બુદ્ધિ જ્ઞાનમાં હોય જ નહીં ને ! બુદ્ધિ એટલે અહંકારી જ્ઞાન અને આત્માના વિભાવિક પર્યાય એટલે અહંકારી જ્ઞાન.
ટૂંકમાં વિભાવિક આત્મા (એટલે ‘પોતે’) પર્યાય સ્વરૂપે વિનાશી છે અને જ્ઞાન સ્વરૂપે અવિનાશી છે. કેવળજ્ઞાન પછી પોતે પર્યાય સ્વરૂપે નથી હોતો.
‘હું’ પર્યાયથી પણ સંપૂર્ણ શુદ્ધ ને સર્વાંગ શુદ્ધ છું. અહીં આત્માના સ્વભાવિક પર્યાયની વાત છે અને મૂળ આત્મામાં તો વિભાવિક પર્યાય હોય જ નહીં. વિભાવિક પર્યાય જ અશુદ્ધ છે, તેને શુદ્ધ કરવાના છે, કેવળ સુધી પહોંચવા માટે.
દાદાશ્રી કહે છે કે અમારીય ચાર ડિગ્રી બુદ્ધિ ખલાસ થવાની બાકી છે. એટલા પર્યાય અશુદ્ધ રહ્યા છે. એ પર્યાય શુદ્ધ થશે કે અમને
કેવળજ્ઞાન થશે.
કેવળજ્ઞાન થયા પછી દેહ-વાણી રહે, પણ એ પોતાના સ્વભાવમાં જ રહે છે. એટલે બહારનું એને ‘નો ટચ’, જ્યારે વિભાવ દશામાં સો ટકા ‘ટચ’.
કેવળજ્ઞાન બધું જ જુએ, પુદ્ગલના તમામ પર્યાયને જુએ, પણ તેને રાગ-દ્વેષ નહીં, વીતરાગતા.
સ્વરૂપજ્ઞાન મળ્યા પછી શુદ્ધાત્મા તો થયા, પણ પર્યાય શુદ્ધ થવાના બાકી રહે છે. ‘હું'ની માન્યતા અશુદ્ધ થઈ ત્યાંથી વ્યવહાર આત્મા થયો. કેવળજ્ઞાન થતાં સુધી એ પર્યાય સ્વરૂપ જ રહે છે. જ્ઞાનદર્શન પર્યાય સ્વરૂપે અને ત્યાં સુધી કષાય રહે છે. કેવળજ્ઞાન થતાં જ અકષાયી દશા થાય છે. પછી એ પર્યાય સ્વરૂપે ના રહે. પછી તો કેવળજ્ઞાન સ્વરૂપ હોય. કેવળજ્ઞાન થતાં સુધી કષાય-અકષાય પર્યાયો રહે છે. જેટલા પર્યાયો શુદ્ધ થાય, વીતરાગ થાય તેટલું તેનું ઉપાદાન ગણાય, એ જ પુરુષાર્થ.
સિદ્ધાત્માને પણ દ્રવ્ય-ગુણ-પર્યાય હોય. વિભાવિક જ્ઞાન પર્યાય ‘બહાર’ દેખે અને જ્ઞાન ગુણ, દ્રવ્યને ના છોડે. સિદ્ધાત્માના શુદ્ધ પર્યાયો ‘અંદર’ દેખે, ‘બહાર’ નહીં, પોતાના દ્રવ્યમાં બધું ઝળકે.
49