________________
શકે. જ્યારે આત્મા મનના બધા જ પર્યાયો, બુદ્ધિના તેમજ અહંકારના બધા પર્યાયોને જાણે. બુદ્ધિથી પરની વાત જાણે.
ચંદુભાઈને (મંગળદાસને) જુએ તે બુદ્ધિ અને બુદ્ધિને જુએ તે આત્મા. અને આત્માની આગળ પરમાત્મા પદ છે. પહેલું શુદ્ધાત્મા પદ થાય, તે આગળ પરમાત્મા પદ ભણી જાય. પરમાત્મા થયો તેને કેવળજ્ઞાન થઈ જાય. આની પ્રાપ્તિ માટે નિરંતર જોવા-જાણવાનો ઉપયોગ હોવો જોઈએ. (આપ્તવાણી-૧૩ (પૂ.), ચે-૭ જોનાર-જાણનાર અને તેને જાણનાર, પાનું ૪૭૯ વધુ વિગતે સત્સંગ માટે વાંચવું.)
દેહ ને આત્માને જુદો પડેલો જોનાર એ પ્રજ્ઞા. બે વસ્તુ જોનારી, એક, પ્રજ્ઞા અને બીજું, પ્રજ્ઞાનું કાર્ય પૂરું થઈ ગયા બાદ આત્મા ! પછી એ થઈ ગયો ‘જ્ઞાયક’ ! પછી એ બીજાં બધાં તત્ત્વોને, તેના ગુણધર્મ શું શું છે તે જાણે.
જે જ્ઞાન પોતાના દોષ દેખાડે છે તે જ્ઞાન નહીં, પણ જ્ઞાનનો પર્યાય છે.
પ્રજ્ઞા એ નથી આત્માનો પર્યાય.
આત્મા બહાર જુએ તે બધા પર્યાય છે. પર્યાય ટેમ્પરરી છે. આત્માના એક નહીં, અનેક નહીં, અસંખ્ય નહીં પણ અનંત પર્યાયો હોય છે.
બે પ્રકારના આત્માના પર્યાયો. (૧) આત્માના સ્વભાવના પર્યાય - શુદ્ધ હોય
- માન્યતાઓ ના હોય, - સંકલ્પ-વિકલ્પ ના હોય,
- વિનાશી હોય. (૨) આત્માના વિભાવના પર્યાય – અશુદ્ધ હોય
- રોંગ બિલીફ - સંકલ્પ-વિકલ્પ - બે તત્ત્વોના સંગદોષથી ઉત્પન્ન થયેલા આત્માના વ્યતિરેક ગુણોમાંથી (‘હું' માંથી) પર્યાયો ઉત્પન્ન થાય. -વિનાશી છે.
આત્માનો ગુણ એ જ્ઞાન છે અને જ્ઞાન થકી ‘જાણવું” એ આત્માનો પર્યાય કહેવાય. જેમ શેય બદલાય તેમ જ્ઞાનપર્યાય બદલાય. જ્ઞાનના પર્યાયથી જ જોય કે જે પૌગલિક છે તે ‘તમે' જાણી શકો. પછી પર્યાય નાશ થાય છે.
આત્માના સ્વતંત્ર એવાંય પર્યાય ખરા કે જે ક્યાંય પુદ્ગલ સંબંધમાં નથી આવતા ! સિદ્ધક્ષેત્રમાંય પર્યાય ખરા. જયાં આત્મા છે ત્યાં પર્યાય હોય જ. ગુણ, પર્યાય ને દ્રવ્ય બધું જ સાથે હોય.
બે ભાગ દ્રષ્ટા અને બે ભાગ દેશ્ય. એમ કુલ ચાર ભાગ. બે પ્રકારના દ્રષ્ટા :- (૧) પ્રજ્ઞા કે શુદ્ધાત્મા.
(૨) વિભાવિક આત્માના પર્યાય એટલે કે
વિભાવિક ‘હું'ના પર્યાય, તે બુદ્ધિ. બે પ્રકારના દેશ્યો :-(૧) પ્રતિષ્ઠિત આત્મા (ચં).
| (૨) પ્રતિષ્ઠિત આત્માના કાર્યો (ચંદુ શું
કરે છે તે). શેય અને દૃશ્ય એક જ વસ્તુ છે પણ જ્યારે “કંઈક છે' એવું લાગે છે ત્યારે દ્રષ્ટા છે ને ‘શું છે? તે જાણે છે ત્યારે જ્ઞાતાપદમાં છે. અને મૂળ આત્મા, ભગવાન પોતે તો વીતરાગ રહે, એ પ્રતિષ્ઠિત આત્માના પર્યાયને ના જુએ, એ તો અવિનાશી તત્ત્વને જ તેના ગુણ-પર્યાયને જ જુએ-જાણે.
આત્માના પર્યાયો પણ વીતરાગ ખરા. જે ‘આ રાગ છે’, આ દ્વેષ છે' એવું જાણે. એટલે માત્ર રાગ-દ્વેષને જાણે છે પણ એમાં સજીવ અહંકાર નથી હોતો, (આ જ્ઞાન મળ્યા પછી સજીવ અહંકાર ખલાસ થાય છે) તેથી આ બુદ્ધિ “જુએ” પણ એને રાગ-દ્વેષ નથી થતો અને દ્રષ્ટારૂપે જ રહે છે. અને “ભગવાન” એટલે કે મૂળ આત્મા આ બધામાં વીતરાગ રહે. એમને રાગેય નથી ને વૈષય નથી.
મૂળ આત્માનું જ્ઞાન શુદ્ધ અને પર્યાય શુદ્ધ અને વિભાવિક આત્માનું જ્ઞાન શુદ્ધ અને પર્યાય અશુદ્ધ.
વિભાવિક આત્માના અશુદ્ધ પર્યાયમાં જીવતા અહંકાર રહિતની બુદ્ધિ છે એટલે તેને રાગ-દ્વેષ નથી પણ એનાથી નીચેની સ્ટેજમાં જે