________________
તમામ ડિસ્ચાર્જ કર્મ જ્ઞાનીની આજ્ઞામાં કે શુદ્ધ ઉપયોગમાં રહીને ખપાવે ત્યારે ગુણ શુદ્ધાત્મા ફલિત થાય, નહીં તો નહીં..
શુદ્ધ ચિત્ત એ પર્યાયરૂપે છે ને શુદ્ધાત્મા દ્રવ્ય ગુણરૂપે છે પણ અંતે બધું એક જ વસ્તુ છે.
પર્યાય એ નથી આત્માનો ગુણ, એ છે આત્માના ગુણની અવસ્થા. દ્રવ્ય કે ગુણ ના બદલાય, પર્યાય બદલાય.
શુભાશુભ એ પર્યાય ના કહેવાય, એ ઉદય કહેવાય.
ધૂળ અવસ્થાઓ, જેવી કે બાળપણ, જવાની, પૈડપણ એને અવસ્થાઓ કહેવાય, પર્યાય ના કહેવાય.
મૂળ વસ્તુના પર્યાય ના હોય, મૂળ વસ્તુના ગુણના પર્યાય હોય. જ્ઞાન-દર્શન-ગુણ બદલાતા નથી, પર્યાય બદલાય છે.
અત્યારે પર્યાય સ્વરૂપ તમે ‘પોતે’ છો. (‘હું ચંદુ માને છે તેથી.)
મનુષ્ય મિશ્ર ચેતનના ભાગ સ્વરૂપે નથી. તેમ હોત તો એ મૂળ સ્વરૂપે જ હોય. પણ મનુષ્ય એ પર્યાય સ્વરૂપે છે. ‘એની’ (‘હું'ની) માન્યતા રોંગ છે કે “હું ચંદુ છું', એનું જ્ઞાન રોંગ છે ને એનું વર્તન રોંગ છે ત્યાં સુધી એ પર્યાય સ્વરૂપે છે. જો બધું રાઈટ થાય તો મૂળ સ્વરૂપ જ કહેવાય. જેમ ચંદ્રના ફેઝીઝ પૂરા થાય એટલે પૂનમ થાય, તેમ આત્માના ફેઝીઝ એટલે પર્યાય પૂરા થાય એટલે કેવળજ્ઞાન થાય.
તત્ત્વથી શૂન્ય ને પર્યાયથી પૂર્ણ કહે છે એટલે શું ?
પૌગલિક પર્યાય કે જે શેયમાં શેયાકાર પરિણમન હોય છે તેનાથી પૂર્ણ છે અને તત્ત્વથી શૂન્ય છે એવું કહે છે.
ખરેખર તો વ્યવહાર આત્મા, રિલેટીવ આત્મા પર્યાયથી પરિપૂર્ણ છે અને દ્રવ્યથી શૂન્ય છે અને મૂળ દરઅસલ આત્મા તો શૂન્યૂય નથી ને પૂર્ણય નથી.
આત્માના પર્યાય એટલે અહીં વ્યવહાર આત્માના પર્યાયની વાત છે. અને રીયલ આત્મામાંય પર્યાય થવાના, પણ તે શુદ્ધ હોય અને વ્યવહાર આત્માના પર્યાય અશુદ્ધ હોય.
પૌગલિક પર્યાય અને આત્માના પર્યાયમાં ફેર છે.
પૌદ્ગલિક એ જડના અને આત્માના ચેતન પર્યાય છે. પૌગલિક પર્યાયો ય રૂપે છે ને આત્માના પર્યાયો જ્ઞાતારૂપે છે.
જેમ દેશ્ય બદલાયા કરે તેમ આત્માને જોવાપણું બદલાયા કરે. બીજું દેશ્ય આવે તેને જુએ. જોય ને દેશ્ય ફેરફાર થયા કરે તેમ જ્ઞાતા-દ્રષ્ટા બદલાયા કરે.
એબ્સોલ્યુટ વસ્તુ છે એ પણ પર્યાય સહિત છે. એના પર્યાય શુદ્ધ છે અને વિભાવિક પર્યાયો જુદા છે, જે અશુદ્ધ છે. જેને સંગદોષ પર્યાય કહ્યા. સંગ છૂટો પડે કે એ શુદ્ધ થઈ જાય. આ બધું નિયતિના આધારે પ્રવાહની પેઠે વહી રહ્યું છે, અનાદિ કાળથી.
બોલવામાં કહેવું પડે કે આ જગત સંગદોષથી ઉત્પન્ન થયું છે. પણ ખરેખર ઉત્પન્ન નથી થયું. આ સૂર્ય ઊગ્યો અને આથમ્યો એમ લોક કહે છે ને? પણ સૂર્યને પોતાને ઊગ્યો કે આથમ્યો એવું દેખાતું હશે ? એવું આ જગત છે !
[૨] ગુણ-પર્યાયતા સાંધા, દશ્યો સાથે ! જ્ઞાન લીધેલા મહાત્માઓને વારેવારે મહીં પ્રશ્ન થતો હોય છે કે હું જોવાનો પ્રયત્ન કરું છું તે જ્ઞાતા-દ્રષ્ટાપણું બુદ્ધિથી છે કે આત્માથી ? કેવી રીતે એને ડિમાર્કેટ (સીમાંકિત) કરાય ? લગભગ તો બુદ્ધિથી જોતા હોય એમ લાગે છે. હવે આના સમાધાનમાં સમજવાનું કે ‘હું જોવાનો પ્રયત્ન કરું છું, પ્રયત્ન એટલે એ બુદ્ધિથી થઈ ગયું. આત્માથી જોવાજાણવાનું સહજ હોય. વળી જ્યારે પોતાને મહીં લાગે છે કે આ બુદ્ધિથી જોવાય છે. ‘બુદ્ધિ જુએ છે” એમ જોયું એ ‘દ્રષ્ટા તરીકે જોયું કહેવાય, જ્ઞાતા તરીકે નહીં.” એવું લાગે’ નહીં પણ જ્યારે એવું ‘જાણવામાં આવે ત્યારે જ એ ‘જ્ઞાતા” તરીકે જોયું કહેવાય.
બુદ્ધિનો જ્ઞાતા-દ્રષ્ટા આત્મા (શુદ્ધાત્મા), એ જ પ્રજ્ઞા. અને મૂળ આત્મા ભગવાન તો આ બધાથી ન્યારો જ રહે છે !
બુદ્ધિથી જોવા-જાણવાનું માત્ર ઈન્દ્રિયોથી થાય છે તે જ. જ્યારે આત્માનું જોવું-જાણવું એટલે દ્રવ્યને, દ્રવ્યના ગુણને અને તેના પર્યાયને જાણે-જુએ છે. વળી બુદ્ધિ તો મનના પર્યાયો અમુક હદ સુધીના જ જાણી
44