________________
‘હું શુદ્ધાત્મા તો છું જ. પછી ‘એને ભ્રાંતિ ઉત્પન્ન થઈ કે “કરું છું એ થયો અહંકાર. પછી ‘હું'નો અહંકાર થયો કે “ચંદુભાઈ છું.’ તે અહંકારને અજ્ઞાન પ્રદાનથી આંધળો બનાવ્યો. એટલું જ નહીં, પાછાં પાછલા કર્મોનાં ચશ્માં ચઢત્યા એટલે મારી વાઈફ, મારાં છોકરાં દેખાય છે.
અહંકાર કોને આવ્યો ? અજ્ઞાનને. અજ્ઞાન કેવી રીતે ઊભું થયું ? સંયોગોના દબાણથી. દારૂ પીધેલો જેમ મહારાજા માને પોતાને !
ગમે તેટલું આત્મા ઉપર આવરણ આવે પણ ‘પોતે' તો પ્રકાશક જ રહે છે તો પછી વાંધો શો ? પણ એમાં અહંકારને શો ફાયદો ? અહંકારને ગળ્યું લાગે તો જ “સાકર છે એમ કહે, તો જ નિવેડો આવે. અહંકારનો નિવેડો લાવવાનો છે, આત્માનો તો નિવેડો છે જ.
નામરૂપ, વ્યવહારરૂપ આપણે નથી તો વસ્તુતાએ કરીને આપણે ખરેખર શું છીએ ? આપણે જ્ઞાન અને અજ્ઞાન સ્વરૂપે જ છીએ. જ્ઞાન અથવા અજ્ઞાન પ્રમાણે જ સંજોગ બાઝે. ઊંચું જ્ઞાન તે ઊંચાં કર્મ બાંધી લાવે. નીચું જ્ઞાન તો નીચાં કર્મ. અહંકારેય પોતે નથી, જ્ઞાન-અજ્ઞાન એ પોતે’ છે ! ‘પોતે’ એટલે જ જ્ઞાન કે અજ્ઞાન. એ જ એનું ઉપાદાન. પણ આ અત્યંત ઝીણી વાત સમજાય નહીં એટલે જ્ઞાન-અજ્ઞાનના પ્રતિનિધિ એટલે અહંકારને આપણે સ્વીકારીએ છીએ. એટલે એમ જાડી ભાષામાં કહીએ કે અહંકાર કર્મ બાંધે છે, પણ ખરેખર આ જ્ઞાનઅજ્ઞાનને લઈને કર્મ બંધાય છે. એને ઉપાદાન પણ કહેવાય અને જ્યાં જ્ઞાન-અજ્ઞાન ભેગું હોય ત્યાં અહંકાર હોય જ. અજ્ઞાન જાય એટલે અહંકાર ગયો. અહંકાર હોય ત્યાં સુધી જ્ઞાન-અજ્ઞાન જોડ રહે. એને ક્ષયપક્ષમ કહ્યું.
જ્ઞાન મળ્યા પછી પુરુષ એ જ જ્ઞાન ભાગ અને અજ્ઞાન ભાગ એ પ્રકૃતિ. જ્ઞાન એ જ આત્મા અને એ જ્યારે વિજ્ઞાન સ્વરૂપનું હોય એ જ પરમાત્મા. જ્ઞાન-અજ્ઞાનનું મૂળ છે વિજ્ઞાન ! આત્મા વિજ્ઞાનમય જ છે. એમાંથી જ્ઞાન-અજ્ઞાનનું અંધારું-અજવાળું બે શરૂ થાય છે.
અહંકાર અને અહમ્માં બહુ ફેર. ‘હું અને અહમ્ એક જ. વિશેષભાવમાં પહેલું અહમ્ ઊભું થાય છે. ‘પણું એ જ અહમ્ અને ‘હું પણાનો પ્રસ્તાવ કરવો, વ્યક્ત કરવું, કે “હું ચંદુ છું’ એ અહંકાર. પ્રથમ માન્યતામાં ‘હું કંઈક છું, મૂળ આત્માને બદલે અન્ય કંઈક છું,
એ ‘અહમ્ની , ‘હું'ની શરૂઆત કહેવાય. ‘અહમ્'નું સ્ટેજ છે ત્યાં સુધી માત્ર અસ્તિત્વનું અન્યમાં ભાન છે, પણ કર્તુત્વનું હજી અહીં ભાન નથી થતું. માત્ર માન્યતા સુધી જ, બિલીફ સુધી જ એટલે કે જે જ્ઞાન-દર્શન છે, તે દર્શન ભાગ જ બદલાયો છે, પછી ‘હું' પદથી આગળ વધે છે અને માને છે “હું ચંદુ છું” એ થાય છે તે “અહમ્'માંથી અહંકાર. એટલે કે અહીં અહમૂનો પ્રસ્તાવ થાય છે, માત્ર એટલેથી ન અટકતું નથી. પછી આગળ વધે છે. વસ્તુમાં કશુંય ના હોય છતાં માને કે આ વસ્તુ મારી છે તે માન. હું પ્રેસિડન્ટ છું, ડૉક્ટર છું, એ માને એ માન થયું. એટલે કે માલિકીપણું આવે એ માન, માત્ર માલિકીપણા વિના પ્રસ્તાવ કરે, બૂમાબૂમ કરે, વધારે પડતું ‘હુંપણું બોલવું તો તે અહંકાર કહેવાય. માલિકીપણું આવે ત્યારે જ માન આવે. પછી એથી આગળ વધીને માલિકીપણામાં મમતા ભળે અને દેખાડે બીજાને કે, આ બંગલો મારો, ગાડી મારી, બૈરી-છોકરાં મારાં એ અભિમાન. જ્યાંથી પ્રસ્તાવ કરીને આગળ માનમાં જાય છે એ (વિભાવિક) જ્ઞાનમાં આવ્યું કહેવાય. અહંકારનું સ્ટેજ છે ત્યાં સુધી બિલીફમાં, (વિભાવિક) દર્શનમાં જ છે. ‘હું 'પદ આવ્યું એ માન, એ જ્ઞાનમાં આવ્યું.
‘હું ઉપરથી નીચે આવ્યો’ એમાં ‘હું' આવતો જ નથી, શરીર નીચે આવે છે. છતાં હું નીચે આવ્યો’ એ માન્યતાને અહંકાર કહ્યો. અને એથી આગળ વધીને એ બોલે કે “આવ્યો’ એ માન કહેવાય, બિલીફમાંથી જ્ઞાનમાં આવ્યો કહેવાય.
પોતાપણામાં ને અહમ્પણામાં શું ફેર ?
અહમ્ માત્ર માન્યતામાં જ છે. એટલે કે (મિથ્યા) દર્શનમાં જ છે. જ્યારે પોતાપણું વર્તનમાં આવી ગયું. એટલે કે (મિથ્યા) જ્ઞાનમાંથી પણ આગળ (મિથ્યા) ચારિત્રમાં આવી ગયું કહેવાય. ‘હું પણ માન્યતામાંથી સ્વરૂપજ્ઞાન મળ્યા પછી જતું રહે. પણ પછી વર્તનમાં પોતાપણું રહે. તેથી સ્તો આપણા ‘મહાત્મા’ને પોતાપણું જબરજસ્ત હોય. ભોળો હોય એને ઓછું હોય.
‘હું એવરીવ્હેર એડજસ્ટેબલ છે. “હું” “'માંથી ચંદુ થાય, આગળ કોઈનો જમાઈ થાય, ભાણેજ થાય, ડૉક્ટર થાય અને જ્ઞાન મળતાં બે કલાકમાં જ ‘હું' શુદ્ધાત્મા થઈ જાય છે !!! ‘હું'માં એકેય સ્પેરપાર્ટ નથી.
36