________________
વસ્તુ અવિનાશી છે, તેનાં પરિણામ પણ અવિનાશી છે, માત્ર તેનાં વિશેષ પરિણામ વિનાશી છે. આટલું જ સમજો યથાર્થતાએ.
દાદાશ્રી કહે છે, “અમારે’ તો ‘આત્મા’ આત્મપરિણામમાં રહે. ‘મન’ મનનાં પરિણામમાં રહે. મનની મહીં તન્મયાકાર થાય એટલે વિશેષ પરિણામ થાય. ‘આત્મા’ સ્વપરિણામમાં આવે એ જ પરમાત્મા છે ! બન્ને પોતપોતાના પરિણામમાં આવે અને બન્ને પોતાપોતાના પરિણામને ભજે એનું નામ મોક્ષ !
વિશેષ પરિણામને જાણ્યું એ જ સ્વપરિણામ. ત્યાં વિશેષ પરિણામનો અંત આવે છે.
વિશેષભાવમાં પરિણમે તો તે જીવ ને તેને ‘જુએ-જાણે’ તો પરમાનંદ.
વિશેષ પરિણામમાં ઊભું થયું ‘મિકેનિકલ ચેતન'. પૂરણ-ગલનવાળું પુદ્ગલ, એને પોતાનું માન્યું તો બંધાયો !
| વિશેષ પરિણામને લીધે સંયોગો જે ઊભા થાય છે તે પ્રતિક્રમણ કરવાથી ભૂંસાઈ જાય. નહીં તો દરઅસલ સાયન્ટિસ્ટને પ્રતિક્રમણ કરવાનાં શા ? મહાત્માઓ ભૂલથાપ ખાય છે, તેથી પ્રતિક્રમણ કરવાનાં.
વિશેષ પરિણામમાં સારું-ખોટું હોય નહીં. આ તો પક્ષકાર થવાથી તેમ થાય છે. આત્મભાવ સિવાય બધું જ વિશેષ પરિણામ છે.
‘જોવું-જાણવું’ સ્વપરિણામ, પણ બુદ્ધિથી જોવું-જાણવું એ પાછું વિશેષ પરિણામ છે.
અહમ્ ખોટો છે એ પહેલું સમજાય, પ્રતીતિ થાય ત્યાર પછી એ તૂટવા માંડે, તેમ તેમ વિશેષભાવ ઓગળતો જાય. અહમ્ભાવ ખલાસ થતાં જ વિશેષભાવ પણ ખલાસ !
વિભાવ ક્રમે ક્રમે ઘટે ને સ્વભાવ ક્રમે ક્રમે વધે.
પ્રજ્ઞા એ વિભાવ નથી. વિશેષભાવ કેટલો ઘટ્યો, સ્વભાવ કેટલો વધ્યો એને જે જાણે તે પ્રજ્ઞા, પ્રજ્ઞા પણ ગુરૂ-લઘુ થાય. કેવળજ્ઞાન થતાં સુધી જ પ્રજ્ઞા રહે અને ત્યાં સુધી જ વિભાવ રહે.
દાદાશ્રી પોતાની જ્ઞાનવાણી માટે શું કહે છે ? અત્યંત ફોડકારી
હોવા છતાંય એ વ્યતિરેક ગુણમાંથી ઊભી થઈ છે. એ રિલેટીવ નથી પણ રીયલ રિલેટીવ છે.
રીયલ રિલેટીવ, રિલેટીવ ને ત્રીજું રિલેટીવ રિલેટીવ. જ્ઞાનીને બધે જ ‘હું જ છું’ એવું રહે, પછી ક્યાંય ભેદ રહે ? દાદાશ્રી એવરફ્રેશ રહેવાનું કારણ શું ?
પરભાવનો ક્ષય ને સ્વભાવની નિરંતર જાગૃતિ રહે. પરભાવ પ્રત્યે જેને કિંચિત્ માત્ર રુચિ નથી, એક પરમાણુનીય રુચિ નથી, ત્યાં પરમાત્મા જ પ્રગટ થયા ના હોય તો શું બીજું હોય ?
મહાત્માઓએ પર ભાવના ક્ષય ભણી જ દૃષ્ટિ રાખવી જોઈએ.
પરભાવ સંપૂર્ણ ગયો પછી સ્વક્ષેત્રમાં હિસાબ મુજબ રહી સિદ્ધક્ષેત્રમાં જાય. સ્વક્ષેત્ર એ સિદ્ધક્ષેત્રનો દરવાજો છે.
સિદ્ધક્ષેત્રમાં જતાં પહેલાં બધા પરમાણુઓ ઊડી જાય. પછી ધર્માસ્તિકાય તેને ત્યાં મૂકી આવે. ત્યાં કોઈ સંયોગ નથી, તેથી વિભાવ ઉત્પન્ન થતો જ નથી.
[૧૨] “હું” સામે જાગૃતિ ! મૂળથી અજ્ઞાન તો હતું જ, જે સૂક્ષ્મરૂપે હોય અને બહારના સંજોગ મળતાં જ સ્થળમાં દેખાય.
‘હું આત્મા છું' એમાં ‘હું' કોણ ને આત્મા કોણ ? ‘' એ અહંકાર છે ને આત્મા એ મૂળ દ્રવ્ય છે.
આઈ + માય = અહંકાર, આઈ - માય = આત્મા. ‘મા’નું એક પરમાણુય ના રહે તો તે “આઈ” એ આત્મા કહેવાય.
અહંકાર ક્યારેય સ્વભાવિક હોતો નથી, વિભાવિક જ હોય. ‘હું શુદ્ધાત્મા છું' એ શું અહંકાર કહેવાય ? ના. એ શું છે ? જે છે તેને ‘હું છું” માને તે અહંકાર નથી. નથી તેને ‘હું છું” માને તેને અહંકાર કહ્યો. દરેકને ‘હું છું’ એક અસ્તિત્વનું ભાન છે જ. પણ ‘શું છું” એ ભાન થાય તેને વસ્તુત્વ કહ્યું. એ જ ‘હું શુદ્ધાત્મા છું'. શુદ્ધાત્મા જાણ્યા પછી ધીરે ધીરે પૂર્ણત્વ થાય એટલે ‘હું સંપૂર્ણ ઊડી જાય.