________________
ચેતન અને જડ, બન્નેની ધારાઓ જુદી જુદી ને પાછી વહે પણ નિજ નિજ ધારામાં. એક ધારામાં વહે તો વિભાવમાં પરિણમે.
આત્માનું અંતિમ પદ તે વિભાવમાંથી સ્વભાવમાં આવવું.
વસ્તુ પોતાના સ્વભાવને ભજે તે ધર્મ. આત્મા પોતાના સ્વભાવને ભજે તે આત્મધર્મ, તે જ મોક્ષ.
બાકી. આત્મસ્વભાવમાં નથી ધર્મધ્યાન કે અન્ય કોઈ ધ્યાન ! ચારેય ધ્યાન, શુક્લધ્યાનેય વિભાવ દશા છે.
શુક્લધ્યાન પૂર્ણાહુતિની તૈયારી કરી આપે. એ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. પણ અંતે તો એય છૂટે છે.
‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કાં અહો રાચી રહ્યો’ - શ્રીમદ્
સ્વભાવનું મરણ ને વિભાવનો જન્મ. અવસ્થામાં ‘હું'પણું એ વિભાવનો જન્મ. અવસ્થાના જ્ઞાતા-દ્રષ્ટા એટલે સ્વભાવનો જન્મ.
સ્વભાવમાં પરિણમવા દાદાશ્રીની પાંચ આજ્ઞા એ જ માર્ગ છે.
[૧૦] વિભાવમાં ચેતા કોણ ? પુદ્ગલ કોણ ?
આત્મા અવિનાશી, ‘તમે” અવિનાશી, પણ તમને રોંગ બિલીફ બેસે છે કે “ચંદુલાલ છું’ તેથી ‘તમે' વિનાશી છો.
વિભાવમાં પહેલો અહમ્ ઊભો થાય છે. પૂરણ એ અહમ્ તરીકે કહેવાય છે. ગલન અને પૂરણ બેઉ તે ‘હું' અને ભોગવે તેય ‘એવું કહે.
પૂરણ કરે તે ‘હું જ છું’ માને ત્યારે પ્રયોગસા અને ભોગવું છું માને ત્યારે મિશ્રસા. અક્રમ જ્ઞાન પામેલાને વિશેષભાવ હોય જ નહીં. તે ફ્રેકચર થઈ જાય છે. બાકી રહે તે સોળાં, એટલે કે ચારિત્ર મોહ.
વિશેષભાવ ઉત્પન્ન થયા પછી એના પરિણામોની પરંપરા ચાલુ જ રહે છે. સ્વરૂપ જાગૃતિ પછી જ વિશેષભાવનું સાતત્ય ઊડી જાય.
વિશેષભાવમાંથી ભાવક ઊભા થયા છે. ક્રોધકમાંથી ક્રોધ, લોભકમાંથી લોભ ઊભો થાય એને જ પ્રતિષ્ઠિત આત્મા માને છે કે મેં કર્યું. જેમ ભાવક ભાવ કરાવે તેમ તે મજબૂત થતો જાય.
ચેતન સ્વભાવમાં રહીને વિભાવ થાય છે. વિશેષભાવ બહારથી ઊભો થયો છે, આત્મામાંથી નહીં. આત્મા સ્વભાવમાંથી બહાર જતો જ નથી.
ચેતન અને સંયોગો અનંત છે.
સંયોગોથી અહંકાર ઊભો થયો ને એના આધારે ટક્યો. અહંકાર ગયો, તેના સર્વ સંયોગો ગયા !
તમામ વિભાવિક પુદ્ગલ શુદ્ધ થઈને છૂટાં થાય ત્યારે આત્મા સંપૂર્ણ મુક્ત થાય. જ્ઞાન પછી ફાઈલોનો સમભાવે નિકાલ કરતાં કરતાં છેવટે મુક્ત થઈ જાય.
શુદ્ધાત્મા એ જ “પોતે', એ જ “પોતાનું સ્વરૂપ. તમે ‘પોતે’ ત્યાં (શુદ્ધાત્મા)થી જે અલગ થયા છો ને મૂળ શુદ્ધ સ્વરૂપને જોઈ જોઈને ‘પોતે' તે રૂપ થાય છે. આત્માના ગુણોની ભજના કરતાં તે રૂપ થઈ જવાય.
‘હું ચંદુભાઈ છું” એ જ વિભાવ અને એ જ ભાવકર્મ છે. “હું શુદ્ધાત્મા છું' તો સ્વભાવ છે.
- ક્રોધ થાય ને તેના ફૂટેલા પરમાણુઓમાં આત્મા તન્મયાકાર થઈ જ જાય એટલે એ ક્રોધ કહેવાય. તન્મયાકાર થયો એટલે વિશેષ પરિણામ ઉત્પન્ન થાય. પછી એને પરપરિણામ કહેવાય. સુખ-દુ:ખ ભોગવવું, સંસાર બધો પર પરિણામ છે.
વિશેષ પરિણામ શુદ્ધને ન જાણી શકે, જ્ઞાનીને ઓળખી શકે.
શું પ્રજ્ઞા શુદ્ધાત્માનું વિશેષ પરિણામ હોઈ શકે ? ના. પ્રજ્ઞા તો શુદ્ધાત્મા જાગૃત થયા પછી તેની ડાયરેક્ટ શક્તિ ઉત્પન્ન થયેલી છે તે છે. અજ્ઞા એ વિશેષ પરિણામ છે અને પ્રજ્ઞા એ આત્માનું પરિણામ છે.
માત્ર દૃષ્ટિફેર કરવાથી જ કરોડો વર્ષોનો વિભાવ દૂર થાય છે. “મેં કર્યું” એવી દૃષ્ટિ કરી કે વળગ્યા બધા કષાયો.
વિશેષ પરિણામ ઊભું થાય તો તેને સમજવું કે “આ મારું હોય', એટલે પછી નિકાલ થઈ જાય.
[૧૧] વિશેષ પરિણામનો અંત આવે ત્યારે... દૂધનું બગડવું એ સ્વભાવ છે એનો ને દહીં થઈ જવું એ છે વિભાવ.